SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ને યુગલિયાને જોઈ ચિંતવવા લાગ્યો કે “અરેરે! આ બન્ને મારા પૂર્વભવના વૈરી યુગલિયાનું સુખ ભોગવી રહ્યા છે, અને વળી પાછા દેવ થઈ અનુપમ સુખ ભોગવશે. મારા વૈરી સુખ ભોગવે એ મારાથી કેમ સહન થાય? તેથી આ બન્નેને દુર્ગતિમાં પાડું જેથી દુઃખ પામે', એમ વિચારી તે વ્યંતરે પોતાની શક્તિ વડતે બન્નેનાં શરીર અને આયુષ્ય સંક્ષિપ્ત કરી દીધાં. અને આ ભરતક્ષેત્રમાં લાવીને રાજ આપી સાત વ્યસન શીખવાડ્યા. તે બેનાં નામ ‘હરિ' અને હરિણી’ એમ પ્રસિદ્ધ કરીને, પોતાના પૂર્વભવના વૈરીઓને માંસ, મદિરાદિ સાત વ્યસનોમાં આશક્ત કરીને વ્યંતર ચાલ્યો ગયો. તે બન્ને સાતે વ્યસન સેવી મૃત્યુ પામી નરકમાં ગયા. તે હરિના વંશમાં જે માણસો થયા તે હરિવંશથી ઓળખાવા લાગ્યા. અહીં યુગલિયાનું આ ક્ષેત્રમાં આવવું, તેઓનાં આયુષ્ય અને શરીરનું સંક્ષિપ્ત થવું, તથા યુગલિયાનું નરકે જવું, એ સઘળું અચ્છેરારૂપ જાણવું ૭. આઠમું અચ્છેરું- અસુરકુમારોના ઇન્દ્ર અમરેન્દ્રનું ઉચે જવું. તે આ રીતે પૂરણ નામનો ઋષિ તપ તપીને ચમરેન્દ્રથયો. નવા ઉત્પન્ન થયેલા તેણે અવધિજ્ઞાન વડે પોતાના મસ્તક ઉપર સૌધર્મેન્દ્રને જોયો, તેથી ઈર્ષ્યાથી ધમધમી રહેલા તેણે ગુસ્સે થઈ, ભગવાન શ્રી મહાવીરનું શરણ લઇ, ભયંકર રૂપ કરી, લાખ યોજન શરીર કરી, હાથમાં પરિઘ નામનું હથિયાર લઇ, ગર્જના કરી તે પરિઘને ચારે તરફ ઘુમાવતો શક્રના આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડતો ઉંચે ગયો; અને સૌધર્મા વસંતક વિમાનની વેદિકામાં પગ મૂકી શક્રનો આક્રોશ તથા તિરસ્કાર કરવા લાગ્યો. તેથી શકે પણ દ્ધ થઈ તેના તરફ જાજવલ્યમાન વજ છોડયું. તેથી ભયભીત બનેલો ચમરેન્દ્ર તુરત પ્રભુવીરના ચરણ કમળમાં આવી પડ્યો. ત્યાર પછી શકે તે વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી, તીર્થંકરની આશાતનાના ભયથી તુરત ત્યાં આવી, વજ હજુ ચાર અંગુલ છેટું હતું તેવામાં સંહરી લીધું. અને ચમરેન્દ્ર ને કહ્યું કે- “આજ તો ફક્ત પ્રભુની કૃપાથી જ તને છોડી દઉં છું' એમ કહીને તેને છોડી દીધો. એવી રીતે ચમરેન્દ્રનું જે ઉર્ધ્વગમન થયું, તે અચ્છેરું જાણવું,૮. નવમું અચ્છેરું- ઉત્કૃષ્ટ અવગાહનવાળા એકસો ને આઠ એક સમયે સિદ્ધ ન થાય, અવસર્પિણીમાં સિદ્ધ થયા. તે આ પ્રમાણે- શ્રી ઋષભદેવ, ભરત સિવાય તેમના નવાણુ પુત્રો, અને ભરતના આઠ પુત્રો, એમ ઉત્કૃષ્ટ અવગાહનવાળા એકસો આઠ એક સમયમાં સિદ્ધ થયા, તે અચ્છેરું થયું ૯. દસમું અચ્છેરું-અસંયતિઓની પૂજા. આરંભ- પરિગ્રહમાં આસક્ત જે અસંયમી બ્રાહ્મણો વિગેરે, તેઓની પૂજા નવમા અને દસમા જિનેશ્વરની વચ્ચેના કાળમાં થઈ છે. હમેશાં સંયતિજ પૂજાય છે, પણ આ અવસર્પિણીમાં અસંયતિઓની પણ પૂજા થયેલી છે, એ અચ્છેરું થયું ૧૦. આ દસે અચ્છેરાં અનંત કાળ ગયા બાદ આ અવસર્પિણીમાં થયાં છે. એવી જ રીતે કાળનું તુલ્યપણું હોવાથી બાકીના પણ ચાર ભરતોમાં તથા પાંચ ઐરાવતોમાં પ્રકારોતરે દસ-દસ અચ્છેરાં જાણી લેવાં. હવે આ દસ અચ્છેરાં કયા કયા તીર્થકરના તીર્થમાં થયાં છે તે જણાવે છે- ઉત્કૃષ્ટ અવગાહનવાળા એકસો આઠ એક સમયે સિદ્ધ થયા, તે શ્રી ઋષભદેવના તીર્થમાં જાણવું. હરિવંશની ઉત્પત્તિ શ્રીશીતલનાથના તીર્થમાં જાણવી. કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં ગમન શ્રી નેમિનાથના તીર્થમાં જાણવું. સ્ત્રીનું તીર્થંકર થવું તે શ્રીમલ્લિનાથના તીર્થમાં જાણવું. અસંયતિઓની પૂજા શ્રીસુવિધિનાથના તીર્થમાં જાણવી. બાકીના-ઉપસર્ગ, ગર્ભાપહાર, અભાવિત પર્ષદા, અમરેન્દ્રનું ઉંચે જવું, તથા સૂર્ય ચન્દ્રનું મૂળ વિમાને ઉતરવું, એ પાંચ અચ્છેરાં શ્રીમહાવીરસ્વામીના તીર્થમાં જાણવાં. વળી તે શક્રેન્દ્ર વિચારે છે કે – અમરરરરરરરકમમમમમ અમ(31) નમક અસમરઅસફર કરૂનમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy