SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ************(જીવPપૂqણમક કકકકકક કકક*અસ્તરે ત્યારે પેલા વૃદ્ધ માણસે કહ્યું કે-ભાઈઓ! આપણને પાણી મળ્યું, સોનું તથા રત્નો મળ્યાં, હવે ચોથો ટેકરો ખોદશો નહિ. જો ખોદશો તો તેમાં મને ઠીક જણાતું નથી. માટે આ બૂઢાનું કહ્યું માનો અને હવે રસ્તો પકડો'. આ પ્રમાણે વારવા છતાં તે વૈરીઓએ અત્યંત લોભને વશ થંઈ ચોથો ટેકરો પણ ખોદ્યો. તેમાંથી દષ્ટિવિષ સર્પ નીકળ્યો. તે સર્વે ક્રોધથી રાફડા ઉપર ચડી, ચારે તરફ દૃષ્ટિ ફેંકી તેઓને ભસ્મીભૂત કરી નાખ્યા. હવે તે વેપારીઓને હિતોપદેશ આપી વારવાવાવાળો પેલો વૃદ્ધ માણસ તો ન્યાયી હતો, તેથી તેના ઉપર અનુકંપા આવવાથી વનદેવતાએ તેને જીવતો પોતાને સ્થાનકે પહોંચાડ્યો. એવી રીતે હે આણંદ! તારો ધર્માચાર્ય આટલી બધી પોતાની સંપદા હોવા છતાં હજુ પણ અસંતુષ્ટ થઈને જેમ તેમ મારી નિંદા કરી, મને ક્રોધ ચડાવે છે. તેથી હું મારા પોતાના તપના તેજથી તેને આજે જ બાળીને ભસ્મ કરી નાખીશ, અત્યારે તે માટે જ ચાલ્યો છું. માટે જા, તું જલ્દી જઈને તેને આ સઘળો વૃત્તાંત નિવેદન કર. તું ત્યાં જઈને તારા ધર્માચાર્યને હિતકર ઉપદેશ આપજે, તેથી તું તો ન્યાયી હોવાથી પેલા વૃદ્ધ વેપારીની જેમ હું તને જીવતો રાખીશ'. આ પ્રમાણે સાંભળી આણંદ મુનિ ભયભીત થઈ ગયા, અને ભગવંતની પાસે જલ્દી આવીને તે સર્વ વૃત્તાંત જણાવ્યો. પ્રભુએ કહ્યું કે-“આ ગોશાળો આવે છે, તેથી આણંદ! તમે સાધુઓ તુરતમાં આડા અવળાં ચાલ્યા જાઓ. વળી ગૌતમ વિગેરેને નિવેદન કર કે કોઈ પણ સાધુ તેની સાથે ભાષણ ન કરે'. તેઓએ તેમ કર્યા બાદ ગોશાળો ભગવંતની પાસે આવ્યો, અને બોલ્યો કે “અરે કાશ્યપ! તું એમ કેમ બોલ્યા કરે છે, કે, આ ગોશાળો તો મખલિનો પુત્ર છે. તે તારો શિષ્ય તો મૃત્યુ પામ્યો છે, હું તો બીજો જ માણસ છું. પરંતુ તે ગોશાળાના શરીરને પરિષદો સહન કરવામાં સમર્થ જાણીને હું તે શરીરમાં રહ્યો છું. એવી રીતે તેણે કરેલા ભગવાનના તિરસ્કારને સહન ન કરી શકવાથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓ તેને વચમાં ઉત્તર દેવા લાગ્યા. તેથી ગોશાલે ગુસ્સે થઈ તેઓ બન્ને ઉપર તેજોલશ્યા મૂકીને તેઓને બાળી નાખ્યા. તે બે સાધુઓ કાળે કરી સ્વર્ગમાં ગયા. પ્રભુએ ગોશાળાને કહ્યું કે-“હે ગોશાળા ! કોઈ ચોર ચોરી કરતાં માણસોના ટોળાંમાં સપડાઇ ગયો, તે વખતે કિલ્લો પર્વત કે ગુફા જેવું છુપાવવાનું સ્થાન ન મળવાથી પોતાની આંગળી અથવા તણખલા વડે પોતાને છુપાવે તો તેથી શું તે છુપાઇ શકે? એવી રીતે તું પણ જેમ તેમ બોલી પોતાને છુપાવવાનો પ્રયત્ન કરે છે, તેથી શું તું છુપાઈ શકીશ? તું તેજ ગોશાળો છે, બીજો કોઈ નથી, ફોગટ શા માટે તારા આત્માને છુપાવે છે?” આવી રીતે સમભાવપણે યથાસ્વરૂપ ભગવંતે કહ્યાછતાં તે દુરાત્માએ ક્રોધ કરી ભગવંત ઉપર પણ તેજોવેશ્યા મૂકી, પરંતુ તે તેજોવેશ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દઈને ગોશાળાના જ શરીરમાં દાખલ થઈ. તેને લીધે તેનું આંખું શરીર દાઝી ગયું, અને તેથી સાત દિવસ સુધી અત્યંત વેદના ભોગવી સાતમી રાત્રિએ મરણ પામ્યો. તેજોવેશ્યાના તાપથી ભગવાનને પણ છ મહિના સુધી લોહીખંડ ઝાડો રહ્યો. શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી પણ આવી રીતે ઉપસર્ગ થયો. તીર્થકરને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ ન થાય, છતાં ઉપસર્ગ થયો એ અચ્છેરું થયું.૧.” બીજું અચ્છેરું- ગર્ભહરણ, એટલે ગર્ભનું એક ઉદરમાંથી બીજા ઉદરમાં મૂકાવું. તે પહેલાંના કોઈ પણ જિનેશ્વરને થયું નથી પણ શ્રી વીરપ્રભુના ગર્ભનું સંક્રમણ દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલારાણીની કુક્ષિમાં થયું છે, એ અચ્છેરું થયું.૨ - ત્રીજું અચ્છેરું- સ્ત્રી તીર્થકર. એવો નિયમ છે કે, તીર્થંકર પુરુષો જ હોય છે, કદાપિ સ્ત્રી ન હોય. પણ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના રાજા કુંભરાજની મલ્લિ નામે કુંવરીએ ઓગણીસમા તીર્થંકરરૂપે થઈને તીર્થ પ્રવર્તાવ્યું, એ અચ્છેરું થયું ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy