SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધજાતિવાળા અને શુદ્ધકુળવાળા વંશોમાં; મોસાળનો શુદ્ધપક્ષ તે શુદ્ધજાતિ કહેવાય, અને પિતાનો શુદ્ધ પક્ષ તે શુદ્ધકુળ કહેવાય (બાવાડુંનું વા) આવ્યા હતા (ખાવાન્ત વા) આવે છે (કાવારસન્તિ વા) અને આવશે.૧૮. अत्थि पुण एसे वि भावे लोगच्छेरयभूए अणंताहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं वइक्कंताहिं समुप्पञ्जइ। (ત્યિ સે વ માવે તો છેવમૂહ) પરંતુ લોકોમાં અચ્છેરાં રૂપ એટલે આશ્ચર્યરૂપ પદાર્થ પણ ભવિતવ્યતાને યોગે થાય છે, કે જે અચ્છેરાં (અતાર્કિંડruળી-કોfulીર્દિ વવવંતાર્દિસમુL$) અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ ઉત્પન્ન થાય છે. આ અવસર્પિણી દસ અચ્છરાં થયાં છે, તે નીચે પ્રમાણે " उवस्सग्ग' गब्भहरणं', इत्थीतित्थं ,अभाविआ परिसा, कण्हस्स अवरकंका', अवयरणं चंद - सूराणं ॥१॥ हरिवंसकुलुप्पत्ती', चमरुप्पाओ' य अट्ठसयसिद्धा' અસંખયાળ પૂar ", સ વિ સાંતેજ શનિ ૨ શ્રી મહાવીર સ્વામીને કેવી અવસ્થામાં પણ ઉપસર્ગ, ગર્ભહરણ, સ્ત્રી તીર્થંકર, અભાવિત પર્ષદા, એટલે મહાવીર તીર્થંકરની પહેલી દેશના નિષ્ફળ થવી, કૃષ્ણનું અપરકંકામાં ગમન, ચન્દ્ર અને સૂર્યનું મૂળ વિમાને ઉતરવું, હરિવંશકુળની ઉત્પત્તિ, ચમરેન્દ્રનો ઉત્પાત એટલે ઉંચે જવું, એક સમયે એકસો ને આઠનું સિદ્ધ થવું અને અસંયતિઓની પૂજા, એ દસ અચ્છેરાં અનંત કાળે થયાં છે.” પહેલું અચ્છેરું- શ્રીવીરપ્રભુને કેવળજ્ઞાન થયા પછી પણ ગોશાળાએ ઉપસર્ગ કર્યો તે આવી રીતે એક વખતે શ્રીવીરપ્રભુ વિચરતા થકા શ્રાવસ્તી નગરીમાં સમોસર્યા. તે સમે ગોશાળો પણ હું જિન છું' એમ લોકોમાં પોતાની પ્રસિદ્ધિ કરતો થકો તે જ નગરીમાં આવ્યો. ત્યારે લોકોમાં એવી વાત ફેલાણી કે, શ્રાવસ્તી નગરીમાં તો એકી વખતે બે જિનો વર્તે છે. તે સાંભળીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે, હે ભગવાન! પોતાને જિન કહેવરાનાર આ બીજો કોણ છે? પ્રભુએ કહ્યું કે-“હે ગૌતમ! એ માણસ જિન નથી, પણ સરગણ ગામના રહેવાસી સંખલિ નામના માણસની સુભદ્રા નામે સ્ત્રીની કુક્ષિએ જન્મેલો ગોશાળો છે. ઘણી ગાયોવાળી બ્રાહ્મણીની ગોશાળામાં તે જન્મ્યો હતો, તેથી તેનું નામ ગોશાળો પડ્યું છે. મારી છબસ્થ અવસ્થામાં છ વરસ સુધી તે મારી સાથે વિચરી, મારા જ શિષ્ય તરીકે તે રહી, મારી પાસેથી કાંઈક બહુશ્રુત થઈને પોતાને ફોગટ જિન કહેરાવે છે. આવું ભગવંતનું વચન સાંભળીને લોકોમાં વાત ફેલાઈ ગઈ કે, ગોશાળો જિન નથી. આ વાત નગરીમાં સ્થળે સ્થળે સાંભળીને ગોશાળાને ગુસ્સો ચડ્યો. એક દિવસે ભગવંતનો આણંદ નામે શિષ્ય ગોચરીએ ગયો હતો, તેને ગોશાલે કહ્યું કે“હે આણંદ! તું એક દૃષ્ટાંત સાંભળ- કેટલાંક વેપારીઓ પૈસો મેળવા માટે ગાડાઓમાં વિવિધ પ્રકારનાં કરિયાણાં ભરીને પરદેશ ચાલ્યા. ચાલતાં ચાલતા એક જંગલમાં પેઠા. ત્યાં કોઈ સ્થળે પાણી ન મળવાથી બહુ તરસ્યા થયા, તેથી પાણીની તપાસ કરવા લાગ્યા. એવામાં તેઓએ ચાર રાફડાના ટેકારાઓ જોયા. રાફડાની ચારે તરફ લીલું ઘાસ ઉગેલું જોઈ તેઓને નિશ્ચય થયો કે, રાફડામાં પાણી હોવું જોઈએ. પછી તેઓએ એક ટેકરો ખોદ્યો, તેમાંથી ઘણું પાણી નીકળ્યું. તે પાણી પીવાથી તેઓની તરસ છીપી, વળી પોતાની પાસેનાં વાસણો પણ પાણીથી ભરી લીધાં. પછી એક વૃદ્ધ માણસે કહ્યું કે- “આપણું કામ સિદ્ધ થયું છે, માટે હવે બીજો ટેકરો ખોદશો નહિ, એમ છતાં પણ તેઓએ બીજો ટેકરો ખોદ્યો, તેમાંથી સોનું નીકળ્યું. વળી વૃદ્ધ માણસે વાર્યા છતાં તેઓએ ત્રીજો ટેકરો ખોદ્યો, તેમાંથી રત્નો નીકળ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy