SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તળાવમાં જવાના સારા માર્ગથી તે હાથી અજાણ હતો, તેથી તેમાં જતાં કાદવમાં ખેંચી ગયો, એવી રીતે પાણી અને તીર બન્નેથી ભ્રષ્ટ થયો. એટલામાં તેના પહેલાંના વૈરી હાથીએ ત્યાં આવી તેન દંતશૂળના ઘાતથી ઘાયલ કર્યો, તેથી સાત દિવસ સુધી મહાવેદના ભોગવીને એકસો વીસ વરસનું આયુષ્ય સંપૂર્ણ કરી મરણ પામ્યો. ત્યાંથી વિધ્યાંચલ પર્વતમાં લાલ રંગવાળો ચારદંતશૂલવાળો અને સાતમો હાથણીઓનો સ્વામી એ હાથી થયો. એક વખતે દૂર સળગેલા દાવાનળને દેખીને તે હાથીને જાતિસ્મરણ થયું. પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. પછી એવા દાવાનળથી બચવા માટે તે હાથીએ ચાર ગાઉનું માંડળું બનાવ્યું તે માંડલામાં ચોમાસાની આદિમાં તથા અંતમાં જે કાંઈ ઘાસ વેલાઓ વિગેરે ઊગે તે સર્વેને મૂળમાંથી ઉખેડી સાફ રાખે. હવે એક વખતે તે જ વનમાં દાવાનળ લાગ્યો, તેથી સઘળા વનવાસી જીવો ભયથી તે માંડલામાં આવી ભરાયા. તે હાથી પણ જલ્દી માંડલામાં આવ્યો માંડલામાં તલ જેટલી પણ જગ્યા રહી નહિ. આ વખતે તે હાથીએ પોતાના શરીરને ખજવાળવા માટે એક પગ ઉંચો કર્યો, એટલામાં એક સસલો બીજી જગ્યાએ ઘણી સંકડાશ હોવાથી તે જગ્યાએ સસલાને જોયો. તેથી દયા લાવીને અઢી દિવસ સુધી એવીજ રીતે પગ ઉંચો ધરી રાખ્યો. પછી જ્યારે દાવાનળ શાંત થયો ત્યારે સઘળા જીવો પોત પોતાને સ્થાન કે ગયા, સસલો પણ ચાલ્યો ગયો, પણ તે હાથીનો પગ ઝલાઈ જવાથી પગની બધી રગ બંધાઈ જવાથી, જેવો તે પગ નીચો મૂકવા ગયો કે તુરત પૃથ્વી પર પડી ગયો. ત્યાં ત્રણ દિવસ સુધી ભૂખ અને તરસથી પીડિત થઈને, દયામય રહીને, સો વરસનું આયુષ્ય સંપૂર્ણ કરીને શ્રેણિક રાજાની ધારણી નામે રાણીની કૂખેતું પુત્રપણે ઉત્પન્ન થયો છે. હે મેઘકુમાર!તેં તિર્યંચના ભવમાં પણ ધર્મને માટે આવું કષ્ટ સહન કર્યું, તેથી તારો રાજકુળમાં જન્મ થયો, તો ચારિત્રને માટે કષ્ટ સહન કરતાં કેટલું ફળ મળશે તેનો વિચાર કર. હે મેઘ! તિર્યંચના ભવમાં તો તું અજ્ઞાની હતો છતાં દયાળુપણે તે વ્યથાને જરા પણ ગણકારી નહિ, તો અત્યારે જ્ઞાન પામીને પણ જગવંદનીય એવા સાધુઓના ચરણથી અફળાતો છતાં શા માટે દૂભાય છે? તે સાધુઓ તો જગતને વંદનીય છે. એમના ચરણની રજ તો પુણ્યવાન જીવને લાગે. માટે સાધુઓના પગ લાગવાથી દુઃખ ન આણવું.” એ પ્રમાણે પ્રભુનું કહેલું સાંભળીને મેઘકુમારને જાતિસ્મરણ થયું. પોતાના પૂર્વના બન્ને ભવ સંભારીને મેઘકુમારને વૈરાગ્ય થયો, અને પ્રભુને નમીને બોલ્યો કે-“હે નાથ! હે સ્વામી! આપ ચિરકાળ જયવંતા વર્તો. જેમ ઉન્માર્ગે જતા રથને કુશલ સારથિ ખરે માર્ગે લાવે, તેમ આપ મને ફરીથી સન્માર્ગે લાવ્યા. પ્રભુ! આપે મારો ઉદ્ધાર કર્યો.” એવી રીતે પ્રતિબોધ પામેલો મેઘકુમાર ચારિત્રને વિષે સ્થિર થયો. અને એવો અભિગ્રહ લીધો કે-આજથી મારે બે નેત્રો સિવાય શરીરના બીજા અવયવોની શુશ્રુષા ગમે તેવું સંકટ પડે તો પણ ન કરવી. એવો યાવજીવ સુધીનો અભિગ્રહ કરી, નિરતિચારપણે ચારિત્ર પાળી, તીવ્ર તપ તપી, અંતે એક માસની સંલેખના કરી, વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. આવી રીતે ભગવાન્ ધર્મરૂપી રથના સારથિ છે. ઈતિ મેઘકુમાર દૃષ્ટાંત. પ્રથમ વ્યાખ્યાનું સમાપ્ત.... ॥ अथ प्रथम व्याख्यानम् समाप्तम॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy