SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् ઇહલોકભય, મનુષ્યને દેવ વિગેરેથી જે ભય તે પરલોકભય, ધનવિગેરેની ચોરી થવાનો જે ભય તે આદાનભય, બહારના કોઈ નિમિત્ત બિના જે આકસ્મિક ભય તે અકસ્માડ્મય ૪, ગુજરાન ચલાવવાનો જે ભય તે આજીવિકાભય, મૃત્યુનો જે ભય તે મરણભય ૬, અપકીર્તિ થવાનો જે ભય તે અપયશભય, એ સાત ભયને હરનારા હોવાથી અરિહંત ભગવાન્ અભયને દેનારા છે. ( વવવવવાળું) શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુને દેવાવાળા, ( મળવવાળ) સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષ માર્ગને દેવાવાળા, (સરળવવાળ) સંસારથી ભય પામેલાઓને શરણ આપનારા, (ઝીવવવાળ) સર્વથા પ્રકારે જે મરણનો અભાવ તે જીવવું એટલે મોક્ષ, તેને દેવાવાળા, અથવા પ્રાણિઓ ઉપર દયાવાળા (દ્યોŪિ) ધર્મનો ઉપદેશ આપનારા (ઘમનાવાળું) ધર્મના નાયક એટલે સ્વામી ( ઘમ્નસારહીĪ) ધર્મરૂપી રથના સારથિ, જેમ સારથિ એટલે ૨થ હાંકનારો માણસ ખોટે માર્ગ જતા રથને ખરે માર્ગે લાવે છે, તેમ ભગવાન પણ માર્ગથી ભ્રષ્ટ થયેલા માણસને સન્માર્ગમાં લાવનારા છે. ભગવાન્ ધર્મરૂપી રથના સારથિ છે, તે ઊપર મેઘકુમારનું દૃષ્ટાન્ત મેઘકુમારનું દષ્ટાંત એક વખતે શ્રી મહાવીર સ્વામી પૃથ્વી ઉપર વિચરતા રાજગૃહ નગરની બહાર ઉદ્યાનમાં સમોસર્યા હતા. ત્યાં શ્રેણિક નામે રાજા હતો. તેને ધારણી નામે રાણી હતી. તેઓને મેઘકુમાર નામે પુત્ર હતો. પ્રભુની દેશના સાંભળવા શ્રેણિક તથા મેઘકુમાર વિગેરે ગયા. દેશના સાંભળા મેઘકુમારને વૈરાગ્ય આવવાથી તેણે પોતાની આઠ સ્ત્રીઓને ત્યાગ કરી કેટલીક મહેનતે માતાપિતાની આજ્ઞા લઇ વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પછી ભગવાને મેઘકુમારને ગ્રહણ આસેવાના વિગેરે સાધુનો આચાર શીખવવા નિમિત્તે સ્થવિરોને સોંપ્યો. હવે રાત્રિને વિષે અનુક્રમે સંથારાઓ કરતાં મેઘકુમા૨નો સંથારો સર્વ સાધુઓને છેડે ઉપાશ્રયના બારણા પાસે આવ્યો. ત્યાં માત્ર વિગેરેને માટે જતા આવતાં સાધુઓના પગની ધૂળથી તેનો સંથારો ભરાઇ ગયો, તેથી રાતમાં ક્ષણવાર પણ નિદ્રા આવી નહિ. તેથી તે વિચાર કરવા લાગ્યો કે -‘‘અહો! ક્યાં મારી સુખશય્યા અને ક્યાં આ પૃથ્વી પર આળોટવું!, આવું દુઃખ મારે ક્યાં સુધી સહન કરવું? માટે હું તો સવારમાં પ્રભુની રજા લઇ પાછો ઘેર જઈશ”. એમ વિચાર કરી, સવાર થતાં જ્યારે · પ્રભુ પાસે આવ્યો, ત્યારે પ્રભુએ મિષ્ટ વચનોથી બોલાવ્યો-“હે વત્સ! તેં રાત્રિએ આવું દુર્બાન ચિંતવ્યું, પણ તે વગર વિચારનું છે ; કારણ કે- આ જીવે નારકીનાં તીવ્ર દુઃખો અનેક સાગરોપમ સુધી ઘણી વાર સહન કર્યા, તે દુઃખ આગળ આ દુઃખ શા હિસાબમાં છે? એવો કોણ મૂર્ખ હોય કે જે ચક્રવર્તીને ઋદ્ધિ મૂકી દાસપણ સ્વીકારે? એવો કોણ હોય કે જે ચિંતામણિ મૂકીને પત્થર ગ્રહણ કરે? હે મેઘ! નારકીનાં દુઃખનો પાર આવે છે તે મનુષ્યના દુઃખનો પાર કેમ ન આવે? તુચ્છ સુખને માટે ચારિત્ર રત્નનો ત્યાગ કરવો એ શું વીરપુરુષનું કામ છે? મરવું બેહતર છે પણ ચારિત્રનો ત્યાગ કરવો ઠીક નથી. ચારિત્રનું કષ્ટ જ્ઞાન સહિત છે, માટે તે મહા ફળદાયક છે. વળી તેં જ પૂર્વભવમાં ધર્મને માટે કષ્ટ સહન કર્યું હતું, તે કષ્ટથી તને આટલું ફળ મળ્યું., તે તારા પૂર્વભવની વાચ સાંભળ તું અહીંથી ત્રીજે ભવે વૈતાઢ્ય પર્વતની ભૂમિમાં છ દંતશૂલવાળો શ્વેતવર્ણવાળો અને એક હજાર હાથણીઓનો સ્વામી એવો સુમેરુપ્રભ નામે હસ્તિરાજ હતો. એક દહાડો ત્યાં વનમાં દાવાનળ લાગ્યો, તેથી ભય પામીને તે હાથી ત્યાંથી નાસવા લાગ્યો. નાસતાં નાસતાં તરસ્યો થયો, એટલામાં બહુજ કાદવવાળા એક તળાવ પાસે પહોંચ્યો. 24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy