SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ફોર ફરે અકસીવ પરહૂમ + +* મુંડન કરાવવું. મુંડન કરાવનાર સાધુએ પ્રાસુક પાણીથી પોતાનું મસ્તક પલાળવું, અને હજામના હાથ પણ પ્રાસુક પાણીથી ધોવરાવવા. (પવિત્તા પ્રાપોવUT) ચોમાસામાં સાધુ-સાધ્વીએ પાટના બંધની પંદર પંદર દિવસે આરોપણા કરવી. એટલે પાટ પ્રમુખના બંધનથી દોરીઓના બંધ પંદર પંદર દિવસે છૂટા કરી પડિલેહી યતનાપૂર્વક પ્રજાને પાછા બાંધી લેવા; અથવા આરોપણા પ્રાયશ્ચિત સર્વકાળ પંદર પંદર દિવસ લેવું, અને વર્ષાકાળમાં તો વિશેષ કરીને લેવું. (માસણ વરમુંડે) લોચ કરાવવાને અશક્ત સાધુએ અસ્ત્રાથી મુંડન મહિને મહિને કરાવવું. (પ્રમાણિ છત્તરમુંડે) જે સાધુ મુંડન પણ કરાવવા અસમર્થ હોય, અથવા જેના માથામાં ગૂમડાં આદિ થયેલ હોય, તે સાધુએ કાતરથી કેશ કતરાવવા, અને તેણે પંદર પંદર દિવસે ગુપ્ત રીતે કેશ કતરાવા. મુંડન કરાવવાનું પ્રાયશ્ચિત નિશીથસૂત્રમાં કહ્યા મુજબ લઘુમાસ અને કતરવાનું પ્રાયશ્ચિત ગુરુમાસ સમજવું. (ઉમ્મતિ નો સંવરિ વી. યેeQ) સ્થવિરકલ્પમાં સ્થિત એવા વૃદ્ધ સાધુઓએ ઘડપણથી જર્જરિત થવાને લીધે તથા આંખના રક્ષણ માટે છે મહિને અથવા એક વરસે લોચ કરાવવો અર્થાત્ તરુણ સાધુઓએ ચાર મહીને લોચ કરાવવો. (૨૨) ૫૭. वासावासं पञोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा परं पञ्जोसवणाओ अहिगरणं वइत्तए। पेणं निग्गंथो वा निग्गंथी वा परं पञोसवणाओ अहिगरणं वयइ, सेणं "अकप्पेणं अजो! वयसि"त्ति वत्तव्ये सिया।पेणं निग्गंथो वा निग्गंथी वा परं पञोसवणाओ अहिगरणं वयइ. सेणं निजहियव्ये सिया (२३) ॥५८॥ (वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा परं पज्जोसवणाओ अहिगरणं वइत्तए) ચોમાસે રહેલા સાધુઓ અને સાધ્વીઓને પર્યષણ પછી ફ્લેશકારી વચન બોલવું કહ્યું નહિ. (| નિઝાંય વાં ના ઝાંથી વા) જે કોઈ સાધુ અથવા સાધ્વી (પરં પનોસવITો) જો પર્યુષણ પછી (હિર વવડ) અજ્ઞાનથી ક્લેશકારી વચન બોલે તો (સે ગવડQM Mાવલિ તિવાળે સિવા) તેને કહેવું જોઈએ-“હે આર્ય તમે અનાચારથી બોલો છો”. એટલે-“ક્લેશકારી વચન બોલવું એ અનાચાર હોવાથી તમારે આવું વચન બોલવું યોગ્ય નથી. કેમકે-પર્યુષણ પહેલાં અથવા પર્યુષણને દિવસે પણ કદાચિત્ જે ક્લેશકારી વચન બોલાયું હોય, તે તો સંવત્સરીપ્રતિક્રમણમાં ખમાવ્યું, પરંતુ પર્યુષણ પછી પણ ક્લેશકારી વચન બોલો છો તે અનાચાર છે; માટે આવું વચન ન બોલો”. આવી રીતે સમજાવીને તેને ક્લેશકારી વચન બોલતાં અટકાવવા. પરંતુ સમજાવ્યા છતાં એવાં વચન બોલતાં ન અટકે તેને શું કરવું? તે કહે છે- (QM ના inોવાનાંથી વા) જે સાધુ અથવા સાધ્વી એવી રીતે વારવા છતાં (પરંપઝોનવUTો) પર્યુષણ પછી (અગિર વ4.) ફ્લેશકારી વચન બોલો તો (સે નિઝાહવર્ધ્વ સિયા) તેને સંઘથી બહાર કરવો જોઇએ. જેમ સડી ગયેલું પાન બીજાં પાનને પણ સેડવી નાખે તેથી તંબોળી તે પાનને ટોપલામાંથી બહાર કાઢી નાખે છે, તેમ અનંતાનુબંધિક્રોધાદિના આવેશવાળો સાધુ પણ વિનષ્ટ જ છે, અને બીજાઓને પણ કષાયોનો હેતુભૂત બને તેથી તેને સંઘ બહાર કરવો. બીજું દૃષ્ટાંત-ખેટ'-નગરમાં રહેતા ખેતી કરનાર રુદ્ર નામે બ્રાહ્મણ એક વખત વર્ષાકાળમાં ખેડવા માટે હળ તથા બળદ લઈને ખેતરમાં ગયો. હળથી ખેડતાં તેનો એક ગળિયો બળદ બેસી ગયો, તેને ઉભો કરવા બ્રાહ્મણે પરોણાથી ઘણા પ્રહાર ક્ય, છતાં તે બળહીન બળદ ઉભો ન જ થયો. પછી ક્રોધથી ધમધમી રહેલો રુદ્ર તેને ખેતરની માટીનાં ઢેફાંથી મારવા લાગ્યો, મારતાં મારતાં ત્રણ ક્યારાનાં ઢેફાંથી બળદનું આખું શરીર ઢંકાઇ ગયું. છેવટે મોટું પણ માટીથી ઢંકાતાં શ્વાસ રૂંધાઈ જવાથી તે બળદ ૧. જે નગરની ચારે તરફ ધૂળનો કિલ્લો હોય તે ખેટ કહેવાય. **************** 288)**************** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy