SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ હરીની રકમ આવરત્વપૂણKકેક કટ કરી કરે છે ? મરણ પામ્યો. પછી પશ્ચાત્તાપ કરતો રુદ્ર ગામમાં આવી ન્યાતના આગેવાન પુરુષો પાસે ગયો, અને તેમને બનેલી હકીકત જાણાવી. તેમણે રુદ્ર ને કહ્યું કે- “હવે તારો ક્રોધ શાંત થયો કે નહિ?” રુદ્ર બોલ્યો કે-“ના, હજુ મારો ક્રોધ શાંત થયો નથી.” તે સાંભળી બ્રાહ્મણોએ તે ઉગ્ર ક્રોધી રુદ્રને જ્ઞાતિ બહાર કર્યો. એવી રીતે જે સાધુ વિગેરેએ કોપ શાંત ન થવાને લીધે પર્યુષણ પર્વમાં ખમતખામણાં ન કર્યા હોય તેને સંઘ બહાર કરવા, અને ઉપશાંત થયેલને મૂળ પ્રાયશ્ચિત દેવું (૨૩) ૫૮. वासावासं पञ्जोसवियाणं इह खलुं निग्गंथाण वा निगंथीण वा अजेव कक्खडे कडुए विग्गहे समुप्पजिज्ञा, सेहे राइणियं खामिजाः राइणिए वि सेहं खामिजा। (ग्रन्थाग्रं-१२००) खमियव्यं खमावियव्वं, उवसमियव्वं; उवसमावियव्वं सुमइसंपुच्छणाबहुलेण होयव्वं । पो उवसमइ तस्स नत्थि आराहणा, पोन उवसमइ तस्स नत्थि आराहणा, तम्हा अप्पणा चेव उवसमियव्वं । ते किमाहु भंते?। उवसमसारं खु सामण्णं (૨૪) રાપર (વાસવિલંપગોવિયા 34રવર્લ્ડનિયાનુવાનિયીખવા) આ પ્રવચનને વિષે ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીને (ઝવ વવડે ડુવા ગહે સમુપ્પનિખા) જો આજે જ કર્કશ અને કટુ વિગ્રહ ઉત્પન્ન થાય તો, એટલે પર્યુષણને દિવસે જ ઊંચા શબ્દવાળો તથા જકાર-મકારાદિરૂપ કડવાશ ભરેલો કલહ થાય તો, (છે રાશિ સ્વામિઝા) નાનો રક્નિકને એટલે મોટાને ખમાવે. જો કે કળછ કરવાથી મોટો પણ અપરાધી છે, તો પણ વ્યવહારથી નાના મોટાને ખમાવે. હવે જો ધર્મ ન પરિણમવાથી અહંકારને લીધે નાના મોટાને ન ખમાવે તો શું કરવું? તે કહે છે- (TIMવ સેકંરવામિણી) મોટો પણ નાનાને ખમાવે. (સ્વનિવર્ધ્વ) સાધુએ પોતે ખમવું, અને બીજાને ખમાવવું (4મયÒ, qસમાવિયā) પોતે ઉપશાંત થવું, અને બીજાને ઉપશાંત કરવો, (સમક્ષેપુJUNIવહુનેગ હોવÒ) રાગ-દ્વેષ રહિત જે બુદ્ધિ તે સુમતિ, તે સુમતિપૂર્વક સૂત્રાર્થ સંબંધી પૂછતાછ વિશેષ પ્રકારે કરવી, અથવા સુખશાતા પૂછવી. તાત્પર્ય કે- જેની સાથે કલેશ થયો હોય તેની સાથે નિર્મળ ચિત્તથી વાતચીત કરવી. હવે કળહ કરનાર બેમાંથી જો એકખમાવે અને બીજો નખમાવે તો શું સમજવું?તે કહે છે- (ઝો વસંમત નત્યિRIAUTI) જે ઉપશાંત થાય છે તેને આરાધના છે, (નવસનત નત્યિ MIRIAMા) અને જે ઉપશાંત થતો નથી-ખમાવતો નથી તેને આરાધના નથી. (તન્ના SMUT વેવ વમવલ્વ) તેથી પ્રભુની આજ્ઞાની આરાધના ઇચ્છનાર સાધુએ પોતે તો ઉપશાંત થવું જ. શિષ્ય પૂછે છે કે- (તે વિમા મં?) હે ભગવાન્ ! એમ આપ કેમ કહો છો? એટલે બીજો ઉપશાંત ન થાય છતાં પોતે તો ઉપશાંત થવું જ, તેનું શું કારણ? ગુરુમહારાજ ઉત્તર આપે છે કે- (વસમHTg સામUVi) ઉપશમપ્રધાન જ શ્રમણ્ય એટલે સાધુપણું છે, અર્થાત્ સાધુપણાનો સાર ઉપશમ જ છે. અહીં એક જણાના આરાધકપણાનું દૃષ્ટાંત કહે છે | સિંધુ અને સૌવીર દેશનો સ્વામી તથા મહસેનાદિ દસ મુગટબદ્ધ રાજાઓથી સેવાતો અને ઉદયન નામે રાજા વીતભય નગરમાં રાજ્ય કરતો હતો. તેને વિદ્યુમ્માલી નામના દેવ પાસેથી શ્રી મહાવીર પ્રભુની ચમત્કારી પ્રતિમા પ્રાપ્ત થઇ હતી. ઉદયન રાજા તેની હમેશાં પૂજા-સેવા કરતો. એક વખતે ગંધાર નામે શ્રાવક તે પ્રતિમાની પૂજા કરવા તે નગરમાં આવ્યો, પરંતુ તે માંદો થઈ ગયો. તેને રાજાની દેવદત્તા નામે દાસીએ શુશ્રુષા કરી સાજો કર્યો, તેથી સંતુષ્ટથયેલો ગંધાર તે દાસીને અદ્ભુત સ્વરૂપ કરનારી ગોળી આપી પોતાને સ્થાને ગયો. તે ગુટિકા ખાવાથી દેવદત્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy