SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવલ્પસૂત્ર અંગૂઠાના મધ્યભાગમાં જો જવ હોય તો વિદ્યા પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે છે. વળી જો જમણા અંગૂઠામાં જવ હો તો શુક્લપક્ષમાં જન્મ જાણવો. स्त्री जति रक्ताक्षं, नार्यः कनकपिङ्गलम् । दीर्घबाहुं न चैश्ववर्यं, न मांसोपचितं सुखम् ॥ १५॥ જેની આંખો લાલ રહેતી હોય તેને સ્ત્રી ત્યજતી નથી, સુવર્ણ સમાન પીળી-માંજરી આંખોવાળાને ધન ત્યજતું નથી, લાંબી ભુજાવાળાને ઠકુરાઇ-મોટાઇ ત્યજતી નથી, અને શરીર હૃષ્ટ-પુષ્ટ હોય તેને સુખ ત્યજતું નથી. चक्षुः स्नेहेन सौभाग्यं दन्तस्नेहेन भोजनम् । वपुः स्नेहेन सौख्यं स्यात् पादस्नेहेन वाहनम् ॥ १६॥ આંખોમાં ચીકાશ હોય તો સૌભાગ્ય મળે, દાંતમાં ચીકાશ હોય તો ઉત્તમ ભોજન મળે, શરીરમાં ચીકાશ હોય તો સુખ મળે, પગમાં ચીકાશ હોય તો વાહન મળે. उरो विशालो धनधान्यभोगी, शिरोविशालो नृपङ्गवश्च । कटी विशाल बहुपुत्र - दारो, विशालपादः सततं सुखी स्यात् ॥ १७ ॥ જેની છાતી વિશાળ હોય તે ધન તથા ધાન્યનો ભોગી થાય, જેનુ મસ્તક વિશાળ હોય તે ઉત્તમ રાજા થાય, જેની કમ્મર વિશાળ હોય તેને ઘણા પુત્ર તથા સ્ત્રી હોય, અને જેના પગ વિશાળ હોય તે હમેશા સુખી થાય. શુભલક્ષણો બળવંત હોય તો ખરાબ લક્ષણનું જોર ન ચાલે, અને ખરાબ લક્ષણો બળવંત હોય તો શુભ લક્ષણનું જોર ન ચાલે. વળી ૠષભદત્ત બ્રાહ્મણ દેવાનંદાને કહે છે કે-તું કેવા પ્રકારના પુત્રને જન્મ આપીશ?, તે કહે છેमाणुम्माणपमाणपडिपुण्णसुजायसव्वंगसुंदरंगं (માણુમ્માનવમાળ) માન, ઉન્માન અને પ્રમાણ વડે (પડિપુખ્તસુનાવસવંતુરન) સંપૂર્ણ તથા સુંદર છે સર્વ અંગવાણું શરીર જેનું. માન, ઉન્માન અને પ્રમાણ કોને કહે છે તે જણાવે છે-માન એટલે, પાણીથી સમ્પૂર્ણ ભરેલી કુંડીમાં માણસને બેસાડ્યા બાદ જે પાણી બહાર નીકળી જાય, તે પાણી જો એક દ્રોણ જેટલું એટલે બત્રીશ શેર વજનનું થાય તો તે માણસ માનને પ્રાપ્ત થયેલો સમજવો. ભારનું માપ આ પ્રમાણ સમજવું- છ સરસવનો એક જવ, ત્રણ જવની એક રતી, ત્રણ રતીનો એક વાલ, સોળ વાલનો એક ગદિયાણો, દસ ગદિયાણાનો એક પણ, દોઢસો ગદિયાણાનો એક મણ, દસ મણની એક ધડી, અને દસ ધડીનો એક ભાર. જે પુરુષને તોલતાં વજનમાં અર્ધભાર થાય તે ઉન્માનને પ્રાપ્ત થયેલો સમજવો. પ્રમાણ એટલે ઉંચાઈ . પુરુષ પોતાના અંગુલ વડે એકસો ને આઠ અંગુલ ઉંચા હોય છે, મધ્યમ પુરુષ છત્તું અંગુલ ઉંચા હોય છે. અને જધન્ય પુરુષ ચોરાસી અંગુલ ઉંચા હોય છે. અહીં ઉત્તમ પુરુષનું જે એકસો આઠ અંગુલ ઉંચાઇ પ્રમાણ કહ્યું તે તીર્થંકર સિવાયના પુરુષને માટે જાણવું, પણ તીર્થંકરને તો બાર અંગુલની શિખા હોવાથી તેમનું ઉંચાઈ-પ્રમાણ એકસો વીશ અંગુલ જાણવું. વળી તું કેવા પ્રકારના પુત્રને ઉત્પન્ન કરીશ? તે કહે છે ससिसोमागारं कंतं पियदंसणं सुरुवं देवकुमारोवमं दरयं पयाहिसि ॥ १९ ॥ सेवि य णं दारए उम्मुक्कबालभावे विन्नायपरिणयमित्ते जोव्वणगमणुष्पत्ते, रिउव्वेअ - जउव्वेअसामवे अ - अथव्वणवे अ - इतिहासपंचमाणं निघंटुछट्टाणं संगोवंगाणं सरहस्साणं, चउन्हं वेआणं सारए પારણ વારણ ધારણ, સડળવી, તંવસારપુ, સંહાળે, સિન્ધાળું, સિવવા—ખે, વારણે, (સસિસોમામાં) ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળા (તા) મનોહર (પિયવંશમાં) વલ્લભ દર્શનવાળા (સુરુવં Jain Education International 17 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy