SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મમમમમ માં શ્રીવત્સ્વરૂણમ માણસોને જમણી બાજુએ જમણું આવર્ત શુભ કરનારું જાણવું, ડાબી બાજુએ ડાવું આવર્ત અતિ નિંદનીયઅશુભ કરનારું જાણવું, અને બીજી દિશાઓમાં મધ્યમ જાણવું. अरेखं बहुरेखं वा, येषां पाणितलं नृणाम् । ते स्युरल्पायुषो निःस्वा, दुःखिता नाऽत्र संशयः ॥ ९ ॥ જે માણસોના હાથનું તળિયું રેખા વિનાનું હોય, અથવા ઘણી રેખાવાળું હોય, તે માણસો અલ્પ આયુષ્યવાળા નિર્ધન અને દુ:ખી હોથ છે, તેમાં સંશય નથી. જેના હાથનું તળિયું લાલ હોય તે ધનવાન હોય, લીલું હોય તે દારૂડિયો હોય, પીળું હોય તે ૫૨સ્ત્રી લંપટ હોય, અને કાળું મલીન હોય તે નિર્ધન હોય. પુરુષોનો હાથ કઠણ હોય તો સારું, પણ તે કઠિનતા મજૂરી-મહેનત કરવાથી ન થયેલી જ જોઇએ. સ્વાભાવિક હોવી જોઈએ. સ્ત્રીનો હાથ સુકોમળ હોય તો સારું. પુરુષનો જમણો હાથ જોબો, અને સ્ત્રીનો ડાબો હાથો જોવો. જેના હાથનું તળીયું ઊંચું હોય તે દાતાર હોય, ઊંડુ હોય તે નિર્ધન હોય, વાટકા જેવું ગોળ તથા ઊંડું હોય તો ધનવંત હોય, હાથની આંગળીઓ પાતળી અને સીધી હોય તો સારું. अनामिकाऽन्त्यरेखायाः, कनिष्ठा स्याद् यदाऽधिका । धनवृद्धिस्तदा पुंसां, मातृपक्षो बहुस्तता ॥ ११ ॥ જે પુરુષોની અનામિકા આંગળીના વેઢાની છેલ્લી રેખાથી ટચલી આંગળી વધતી-મોટી હોય તેઓને ધનની વૃદ્ધિ થાય, વળી મોસાળ પક્ષ મોટો હોય. मणिबन्धात् पिजुर्लेखा, करभाद् विभा ऽऽयुषोः । लेखे द्वे यान्ति तिस्रोऽपि, तर्जन्यङगुष्ठकान्तरम् ॥ ११॥ યેષાં રેલા:, કુમાસ્તિત્ર:, સમ્પૂર્ણા-ટોષવર્પિતા, તેષાં ક્ષેત્ર-ધના-ડડ્યૂષિ, સમ્પૂર્ણાન્યા ન તુ ॥૨૨॥ મણિબંધથી પિતાની ગોત્રની રેખા ચાલે છે, અને કરભ થર્કી ધન તથા આયુષ્યની રેખા ચાલે છે. એવી રીતે એ ત્રણે રેખા તર્જની અને અંગૂઠાની વચ્ચે જાય છે. જેઓને એ ત્રણે રેખા સંપૂર્ણ તથા દોષરહિત હોય તેઓના ગોત્ર, ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવા, નહીંતર નહિ. उल्लंघयन्ते यावत्यो-ऽङ्गुल्यो च जीवितोरेखया । पञ्चविंशतयो ज्ञेया- स्तावत्यः शरदां बुधैः ॥ १३ ॥ આયુષ્યની રેખાથી જેટલી આંગળીઓ ઓળંગાય તેટલા પચ્ચીસ પચ્ચીસ વરસનું આયુષ્ય પંડિત લોકોએ જાણવું. આયુષ્ય રેખાના પલ્લવ મણિબંધની સન્મુખ નીકળે તો તે સંપત્તિના જાણવા, અને આંગળીઓની સન્મુખ નીકળે તો વિપત્તિના જાણવા. જેને મણિબંધ થકી ઊર્ધ્વ રેખા નિકળી અંગૂઠાની સન્મુખ આવે તો તેને સુખ થાય, ધનનો વિપત્તિના જાણવા. જેને મણિબંધ થકી ઊર્ધ્વ રેખા નીકળી અંગૂઠાની સન્મુખ આવે તો તેને સુખ થાય, ધન નો લાભ થાય, અને રાજ્યનો લાભ થાય. તે ઊર્ધ્વરેખા તર્જની સન્મુખ આવે તો રાજા થાય અથવા રાજા સરખો થાય. વચલી આંગળી સન્મુખ આવે તો આચાર્ય અથવા સેનાપતિ થાય. અનામિકા સન્મુખ આવે તો ઘણા ધનવાળો સાર્થવાહ થાય. અને છેલ્લી આંગળીની સન્મુખ આવે તો લોકોમાં પ્રતિષ્ઠા પામે. અંગૂઠો અને ગોત્રરેખાની વચ્ચે ભાઈ-બહેનની રેખા હોય છે. કરભ અને આયુષ્ય રેખાની વચ્ચે સત્ત્તાનની રેખા હોય છે. આયુષ્ય રેખા અને ટચલી આંગળીની વચ્ચે સ્ત્રીની રેખા હોય છે. યવનુમધ્યઐ-વિદ્યા - જ્ઞાતિ-વિસ્મૃતયઃ। શુવનપશે તથા નન્મ, વૈક્ષિળાનુઔરૢ તૈ ॥૪॥ ૧. ટચલી આંગળીની પાસેની આંગળીને અનામિકા કહે છે. ૨. કાંડુ અને હથેળીના વચ્ચેનાં સાંધાને મણિબંધ કહે છે. ૩. મણિબંધથી ટચલી આંગળી સુધીના હથેલીના બાહ્ય ભાગને કરભ કહે છે. ૪. અંગુઠાની પાસેની આંગળીને તર્જની કહે છે. 16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy