SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ** श्रीकल्पसूत्रम् રોહગુપ્તને એ સાત વિદ્યાઓ ઉપરાંત શેષ ઉપદ્રવ શમાવનાર રજોહરણ' મંત્રીને આપ્યું. અને કહ્યું કે- ‘‘જો કદાચ તે સંન્યાસી બીજો કાંઇ પણ ઉપદ્રવ કરે તો તેના નિવારણ માટે તારે તારા મસ્તક પર આ રજોહરણ ફેરવવું તેથી ઉપદ્રવ રહિત થઇશ’'. આવી રીતે રોહગુપ્તે ગુરુમહારાજ પાસેથી તે સંન્યાસીની વિદ્યાઓને ઉપઘાત કરનારી પાઠસિદ્ધ સાત વિદ્યાઓ અને શેષ ઉપદ્રવ શમાવનારું રજોહરણ મેળવીને તે નગરીના બળશ્રી નામે રાજાની સભામાં આવીને પોટ્ટશાલ સાથે વાદ આરંભ્યો. પોટ્ટશાલે વિચાર્યું કે-‘જૈન સાધુઓ ઘણા નિપુણ હોય છે, માટે તેના જ સંમત પક્ષનો આશ્રય કરીને બોલું કે જેથી તે તેનું નિરાકરણ કરી શકે જ નહિ’'. એમ વિચારીને તે બોલ્યો કે-‘દુનિયામાં જીવ અને અજીવ એવી બે જ રાશિ છે, કારણ કે તે જ પ્રમાણે જોવામાં આવે છે તેથી, સુખ અને દુઃખ, ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ, દ્રવ્ય અને ભાવ, રાત્રિ અને દિવસ ઇત્યાદિ બબ્બે રાશિની જેમ ૨ ’'. તે સાંભળીને રોહગુપ્તે વાદીનો પરાભવ ક૨વા માટે પોતાના સંમત પક્ષને પણ છોડી દઇ તેને અસત્ય ઠરાવવા કહ્યું કે -“તેં જે હેતુ આપ્યો છે તે બીજી રીતે જોવામાં આવે છે, તેથી અસિદ્ધ છે. સાંભળ-દુનિયામાં જીવ, અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ છે, કારણ કે તે જ પ્રમાણે જીવામાં આવે છે, તેથી સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણ; હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત એ ત્રણ સ્વર; વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણ કાળ; પ્રાતઃકાળ મધ્યાહ્ન અને સાયંકાળ એ ત્રણ સંધ્યા; એકવચન, દ્વિવચન અને બહુવચન એ ત્રણ વચન; સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ લોક; બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણ દેવ; અને અધમ, મધ્યમ અને ઉત્તમ ઇત્યાદિ ત્રણ રાશિની જેમ''. ઇત્યાદિ બોલતા રોહગુપ્તે જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ રાશિની સિદ્ધિ કરીને તે તાપસનો પરાભવ કર્યો. તેથી તાપસે ક્રોધાવેશમાં આવીને વૃશ્ચિક વિદ્યા વડે રોહગુપ્તનો વિનાશ કરવા માટે વીંછીઓ વિકુર્વ્યા. ત્યારે રોહગુપ્તે મહારાજ પાસેથી મેળવેલી મયૂરી વિદ્યા વડે મો૨ વિકુર્તી તે વિદ્યાનો વિઘાત કર્યો. એવી રીતે તાપસે અનુક્રમે મૂકેલી સાતે વિદ્યાઓને રોહગુપ્તે પોતનાની વિદ્યાઓ વડે જીતી લીધી. છેવટે પોટ્ટશાલ સંન્યાસીએ મૂકેલી રાસભી વિદ્યાને પણ રજોહરણ વડે જીતીને રોહગુપ્તે રાજસભામા વિજય મેળવ્યો. પછી રોહગુપ્તે મહોત્સવપૂર્વક આવીને ગુરુમહારાજને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો, ત્યારે આચાર્ય મહારાજ બોલ્યો કે-‘‘વત્સ! તેં રાજસભામાં વાદીને હરાવી વિજય મેળવ્યો તે ઠીક કર્યું, પરન્તુ તેં જે જીવ અજીવ અને નોજીવ એ ત્રણ રાશિની સ્થાપના કરી તે ઉત્સૂત્ર છે વાસ્તવિક રીતે જીવ અને અજીવ એ બે જ રાશિ છે, માટે ફરીથી રાજસભામાં જઇને મિથ્યાદુષ્કૃત દઇ આવ.’” આ પ્રમાણે ગુરુમહારાજનું કથન સાંભળી રોહગુપ્તે વિચાર્યું કે-‘‘એવી મોટી રાજસભામાં પોતે જ ત્રણ રાશિ પ્રરૂપીને પાછો હું પોતે જ ત્યાં જઇ પોતાને અપ્રમાણિક કેમ કરું’’ એ પ્રમાણે અહંકાર લાવી તે રાજસભામાં ન ગયો. આચાર્ય મહારાજની સામો થઇને બોલ્યો કે- “મારું કથન સત્ય છે.’’ ત્યારે આચાર્ય મહારાજ તેને સાથે લઇને રાજસભામાં ગયા, અને તેની સાથે છ મહિના સુધી વાદ કર્યો. આવી રીતે ગુરુ-શિષ્યને વાદ કરતાં છ મહિના વ્યતીત થયા, ત્યારે રાજાએ આચાર્ય મહારાજને કહ્યું કે-“હે સ્વામી! હવે વાદને સમાપ્ત કરો, કેમ કે હમેશાં તેની વ્યગ્રતાથી મારાં રાજકાર્યો સિદાય છે'. આચાર્ય મહારાજ બોલ્યા કે –‘આટલા દિવસ સુધી તો મેં આ શિષ્યને માત્ર ક્રીડા કરાવી છે, પણ હવે પ્રાતઃકાલે અવશ્ય તેનો નિગ્રહ કરીશ'. બીજે દિવસે ગુરુમહારાજે રાજાને કહ્યું કે-‘આ દુનિયામાં જેટલી વસ્તુ છે તે કુત્રિકાપણમાં મળે છે, માટે આપણે ત્યાં જઇને નોજીવની માગણી કરીએ''. પછી ગુરુમહારાજ સર્વ પરિવારને તથા રોહગુપ્તને લઇ કુત્રિકાપણે ગયા, અને કુત્રિકાપણેના માલિક પાસે જીવ માગ્યો, ત્યારે તેણે મેના, પોપટ વિગે૨ે આપ્યા. પછી અજીવ માગ્યો ત્યારે પત્થર વિગેરે પદાર્થો આપ્યા. પછી નોજીવ માગ્યો, ત્યારે તેણે જીવ અને અજીવ સિવાયનું બીજું કાંઇ આપ્યું નહિ. પછી ૧. ઓઘો. ૨. અહીં વાદી ત્રણ વાક્યો બોલ્યો છે, તેમાં પહેલું વાક્ય પક્ષ, બીજું હેતુ, અને ત્રીજું દૃષ્ટાંત કહેવાય છે, તે ત્રણ મળીને અનુમાન પ્રમાણ થયું છે. Jain Education International *4*4*4 246 For Private & Personal Use Only મમ www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy