SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવલ્પસૂત્રમ્ થયા. એક વખતે વર્ષાકાળ આવતાં એક મુનિએ સંભૂતિવિજયગુરુને વંદન કરી એવો અભિગ્રહ લીધો કે- ‘હું સિંહગુફાના દ્વાર આગળ ચાતુર્માસ રહીશ'. બીજા મુનિએ એવો અભિગ્રહ લીધો કે-‘હું સર્પના બિલ પાસે ચાતુર્માસ રહીશ’. ત્રીજા મુનિએ એવો અભિગ્રહ લીધો કે- ‘હું કૂવાના કાષ્ઠ ઉપર ચાતુર્માસ રહીશ'. આ પ્રમાણે અભિગ્ર ધરનારા તે ત્રણે મુનિઓને યોગ્ય જાણી ગુરુ મહારાજે તે તે સ્થળે ચાતુર્માસ રહેવા અનુમતિ આપી. ત્યારે શ્રીસ્થૂલભદ્ર વંદન કરીને બોલ્યા કે-‘હે ભગવાન! હું કોશાવેશ્યાની ચિત્રશાળામાં ચાતુર્માસ રહીશ'. ગુરુ મહારાજે ઉપયોગથી તેને યોગ્ય જાણી અનુમતિ આપી. કોશાને ઘેર ચિત્રશાળામાં ચાતુર્માસ રહેલા શ્રીસ્થૂલભદ્ર ષડ્રસ આહારનું ભોજન કરવા છતાં અને કોશાએ ઘણા હાવભાવ કરવા છતાં જરા પણ ચલાયમાન ન થયા, ઉલટા સત્ત્વશાળી તે મહામુનિનો ધ્યાનરૂપ અગ્નિ વધારે પ્રદીપ થયો, અને તેમણે કોશાને સંસારની અનિત્યતા સમજાવી પ્રતિબોધ પમાડી. વર્ષાકાળ વ્યતીત થતાં અનુક્રમે તે ત્રણે મુનિઓ ગુરુ મહારાજ પાસે આવ્યા, તેમને ગુરુ મહારાજે કહ્યું કે- અહો! દુષ્કરકારક! તમને કુશળ છે?’ પછી સ્થૂલભદ્ર આવતાં ગુરુ મહારાજ ઉભા થઇ સંઘ સમક્ષ બોલ્યા કે-‘ હે દુષ્ક૨-દુષ્ક૨કા૨ક! તમે કુશળ છો?’ આ પ્રમાણે ગુરુ મહારાજના મુખથી સ્થૂલભદ્રની પ્રશંસા પોતાથી અધિક સાંભળી તે ત્રણે મુનિઓ દુભાયા. હવે બીજો વર્ષાકાળ આવતાં સિંહગુફા પાસે ચાતુર્માસ ક૨ના૨ મુનિએ ગુરુ મહારાજને કહ્યું કે-‘હું આ ચાતુર્માસ કોશાવેશ્યાને ઘેર કરીશ’. ગુરુ મહારાજ બોલ્યા કે- હે ભદ્ર! એ કામદેવની રાજધાની સરખા વેશ્યાના ઘરમાં ચાતુર્માસ ક૨વું અતિ દુષ્કર છે, એ અભિગ્રહ નિભાવવાને તો મેરુ જેવા અચલ સ્થૂલભદ્ર સમર્થ છે, માટે હે વત્સ! તું એ અભિગ્રહ ન કર.’ આ પ્રમાણે ગુરુ મહારાજે ના કહેવા છતાં તે મુનિ કોશાને ઘેર ચાતુર્માસ કરવા ગયા. ત્યાં કોશાનું સૌન્દર્ય દેખી તે મુનિનું ચિત્ત ચલાયમાન થઇ ગયું. તે જોઇ કોશાએ મુનિને નિર્વેદ પમાડવા કહ્યું કે-‘નેપાળદેશમાંથી રત્નકંબલ લાવી આપો.' વેશ્યામાં લુબ્ધ બનેલા મુનિએ નેપાળમાં જઇ મહાકપ્ટે રત્નકંબલ લાવી આપી. કોશાએ પગ લૂંછીને કંબલ ખાળમાં ફેંકી દીધી. ઘણું કષ્ટ વેઠી મેળવેલી રત્નકંબલને આવી રીતે ખાળમાં ફેકી દીધેલી જોઇ મુનિ બોલ્યા કે-‘અરે સુંદરી! મહામૂલ્યવાળી રત્નકંબલ તેં કાદવમાં કેમ ફેંકી દીધી?’ કોશા અવસર જોઇને બોલી કે-‘હે મુનિ! રત્નકંબલથી અધિક મૂલ્યવાળું તથા ઇહલોક અને પરલોકમાં સુખ આપનારું આ દુર્લભ ચારિત્રરત્ન ગુમાવવાને તમે તૈયાર છો, છતાં તેને માટે તમને જરા પણ શોક થતો નથી, અને રત્નકંબલ માટે કેમ શોક કરો છો?' આ પ્રમાણે કોશાનાં વચનો સાંભળી પ્રતિબોધ પામેલા તે મુનિને પોતાના મુનિપણાનું ભાન આવ્યું, અને પાછા શુભધ્યાનમાં સ્થિર ગયા. ચાતુર્માસ પૂર્ણ કરી તે મુનિ ગુરુમહારાજ પાસે આવીને બોલ્યા કે ‘શ્રૂત્તમક: સ્થૂલમદ્ર, સ ોલિનસાધુનુ યુ ટુરતુર-વારનો ગુરુના જે ॥ ? ॥ પુષ્પ –નાળું = રસ, મુરાળ મંસાળ મદ્વિતિયાળ ૬ । પાળતા પેવિયા, તે દુર્વારણ વંઢે” ॥ ૨॥ ‘‘સમગ્ર સાધુઓમાં સ્થૂલભદ્ર તે સ્થૂલભદ્ર એક જ છે, ગુરુ મહારાજે જે તેમને દુષ્કર દુષ્કરકારક કહ્યું હતું તે યુક્ત જ હતું. પુષ્પ, ફળ, મદિરા, માંસ અને સ્ત્રીઓના રસને જાણવા છતાં પણ તેનાથી વિરક્ત થયા તે દુષ્કરકારકને હું વંદન કરું છું.૨. શ્રી સ્થૂલભદ્રથી પ્રતિબોધ પામેલી કોશાએ શ્રાવિકાપણું અંગીકાર કર્યું હતું તે વખતે તેણીએ એવી છૂટ રાખી હતી કે-‘‘કદાચ રાજા કોઇ પુરુષ ઉપર સંતુષ્ટ થઇ મને તે પુરુષને સુપ્રત કરે તો તેની છૂટ છે, તે સિવાય બીજા ,સર્વને માટે નિયમ છે.’’ એક વખત રાજા કોઇ ૨થકાર ઉપર સંતુષ્ટ થયો, રથકારે કોશાની માગણી કરી, તેથી સંતુષ્ટ થયેલા રાજાએ તેને કોશા સુપ્રત કરી. તેની પાસે કોશા હમેશાં સ્થૂલભદ્રના જ ગુણગાન કરતી, તે જોઇ રથકારે કોશાને પોતાના ઉપર રાગી બનાવવા આ પ્રમાણે પોતાની કળાકુશળતા બતાવી-પ્રથમ તેણે બાણ ફેંકી એક આંબાની લૂમ વીંધી, તે બાણને બીજા બાણથી અને બીજાને ત્રીજા બાણથી વીંધ્યું. એવી રીતે તેણે પોતાના હસ્તપર્યંત બાણોની પંક્તિ કરી દીધી. પછી તેણે એક બાણ મારી ડાળીને છેદી. બાણ પંક્તિના અગ્રભાગ ઉ૫૨ ૨હેલી લૂમને પોતાના હાથ વડે ખેંચી $$$$240 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy