SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ***** *****(શીવપણ *** **** વરાહમિહિરે રાજા આગળ કૂંડાળું આલેખી હ્યું કે “આકાશમાંથી આ કૂંડાળાની વચમાં બાવન પળ પ્રમાણવાળો મત્સ્ય પડશે”. આ વખતે તે નગરમાં વિરાજતા ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે-“આકાશથી પડતાં માર્ગમાં અર્ધપળ શોષાઈ જશે તેથી તે મત્સ્ય સાડી એકાવન પળ પ્રમાણે પડશે, વળી તે કૂંડાળાની વચમાં ન પડતાં કાંઠે પડશે'. શ્રી ભદ્રબાહુ સ્વામીના કહેવા મુજબ મત્સ્ય પડયો, તેથી લોકોમાં તેમના જ્ઞાનની પ્રશંસા થઇ. વળી એક દિવસ રાજાને ઘેર પુત્રનો જન્મ થયો, વરાહમિહિરે જન્મપત્રિકા કરી તેનું સો વરસનું આયુષ્ય કહ્યું. પુત્રજન્મની ખુશાળીમાં નગરના લોકો ભટણાં ધરવા આવ્યા, તથા અન્ય દર્શની, બ્રાહ્મણો, સંન્યાસીઓ વિગેરે આશીર્વાદ આપવા આવ્યા. જૈન ઉપર ઈર્ષ્યા કરતાં વરાહમિહિરે આ વખતે લાગ જોઈ કહ્યું કે-“રાજેન્દ્ર! આપને ઘેર પુત્રનો જન્મ થયો, છતાં વ્યવહારના અજાણ જૈનમુનિઓ પુત્રનું દર્શન કરવા પણ ન આવ્યા!” આ પ્રમાણે જૈનોની નિંદા કરી, તે લોકોના મુખેથી સાંભળી શ્રીભદ્રબાહુ સ્વામીએ કહેવરાવ્યું કે-“એ પુત્રનું મરણ સાતમે દિવસે બિલાડીથી થશે'. આ વાત સાંભળી રાજાએ શહેરમાંથી સમગ્ર બિલાડીઓને કાઢી મૂકાવી, તો પણ સાતમે દિવસે ધાવતા એવા તે બાળક ઉપર બિલાડીના આકારના મુખવાળો આગળીઓ પડવાથી તે બાળક મરણ પામ્યો. આવી રીતે શ્રીભદ્રસ્વામીનું કહેલું બધું સાચું પડવાથી આખા શહેરમાં તેમની પ્રશંસા થઇ, અને વરાહમિહિરની નિંદા ફેલાણી. ત્યાર પછી વરાહમિહિર ક્રોધથી મરીને વ્યંતર થયો, અને મરકી વિગેરેથી સંઘને ઉપદ્રવ કરવા લાગ્યો. શ્રીભદ્રબાહુ સ્વામીએ ઉપસર્ગહર સ્તોત્ર બનાવી તે વ્યંતરને દૂર કર્યો. | (વેર ઇi Mઝમૂપિયર માનસપુરસ) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને (અંતેવાસી મેરે મMયૂનમદેવમન97) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યસ્થૂલભદ્ર નામે શિષ્ય થતા. તેમનો સંબંધ આ પ્રમાણે પાટલીપુત્રનગરમાં નંદરાજાને શકટાલ નામે મંત્રી હતો, તેને સ્થૂલભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો હતા. તે નગરમાં કોશા નામની વેશ્યાને ઘેર ભોગ ભોગવતા સ્થૂલભદ્ર બાર વરસ સુધી રહ્યા હતા, અને શ્રીયક નંદરાજાનો અંગરક્ષક થઈને રહ્યો હતો. એક વખતે શ્રીયકના વિવાહ પ્રસંગે રાજાને ભેટ આપવા શકટાલ મંત્રી પોતાને ઘેર શસ્ત્રો તૈયાર કરાવતો હતો, મંત્રી ઉપર દ્વેષ રાખતા વરરુચિ નામના બ્રાહ્મણે તે લાગ જોઈ નગરમાં એવી અફવા ફેલાવી કે “શકટાલ મંત્રી શસ્ત્રોને તૈયાર કરાવી નંદરાજાનું રાજ્ય ખુંચવી લેશે'. રાજાને આ વાત બરાબર ઠસી ગઈ, તેથી મંત્રી જ્યારે રાજસભામાં આવ્યો, ત્યારે રાજા તેના ઉપર કોપ કરીને વિમુખ થઇ બેઠો. તે જોઈ મંત્રીશ્વરે ઘેર આવી શ્રીયકને કહ્યું કે-“રાજાને કોઇએ મારા વિષે ઉંધુ સમજાવેલ છે, તેથી આપણા આખા કુટુંબનો ક્ષય થવાનો અવસર આવ્યો જણાય છે. તેથી આવતી કાલે જ્યારે હું સભામાં રાજા પાસે મસ્તક નમાવું ત્યારે તું કુળનું રક્ષણ કરવા માટે તલવાર વડે મારું મસ્તક છેદી નાખજે. હે વત્સ! મારા એકનો ક્ષય કરીને તું આખા કુટુંબનું રક્ષણ કર. ઘડપણને લીધું હું મૃત્યુની સમીપમાં તો છું જ, વળી હું મુખમાં તાલપુટ વિષ રાખીને રાજાને નમન કરીશ, તેથી લગભગ મરી જતા એવા મારું મસ્તક છેદવામાં તને પિતૃહત્યા પણ લાગશે નહિ.” શ્રીયકે ઘણી આનાકાની કરવા છતાં મંત્રીશ્વરે અતિશય આગ્રહ કરી તેમ કરવા કબૂલ કરાવ્યું, અને બીજે દિવસે શ્રીયકે તે પ્રમાણે કર્યું. નંદરાજાએ આવું સાહસ કરવાનું પૂછતાં શ્રીયકે બધી હકીકત નિવેદન કરી, અને નંદરાજાને વરસચિનાં કાવતરાંની ખાત્રી થતાં ઘણો પશ્ચાત્તાપ થયો. ત્યાર પછી નંદરાજાએ કોશને ઘેરથી સ્થૂલભદ્રને બોલાવી મંત્રીપદ સ્વીકારવા કહ્યું, ત્યારે તેમણે વિચારીને જવાબ આપીશ” એમ કહી અશોકવાડીમાં જઈ પોતાના ચિત્તમાં પિતાનું મૃત્યુ વિચારી સંસારને દુઃખદાયી જાણી ત્યાં પોતાની મેળે જ દીક્ષા લીધી. ત્યાર પછી તેઓ શ્રીસંભૂતિવિજય પાસે જઈ વિધિપૂર્વક વ્રતો સ્વીકારી તેમના શિષ્ય &** * **** (239) * * * * * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy