SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ** श्रीकल्पसूत्रम् ત્યાં બેઠા જ કોશાને અર્પણ કરી. આવી રીતે પોતાનું કળાકૌશલ્ય દેખાડી ગર્વિષ્ઠ થયેલ ૨થકા૨ને કોશાએ કહ્યું કે‘હવે તમે મારી કળા જુઓ' એમ કહીને કોશાએ સરસવનો ઢગલો કરાવ્યો, તે ઉપર સોય રાખી, અને તે સોય ઉપર પુષ્પ રાખી તે પુષ્પ ઉપર નાચતી બોલી કે "न दुक्करं अवियलुंबतोडणं, न दुक्करं सरिसवनच्चियाए । तं दुक्करं च महाणुभावं, पं सो मुणी पमयवणम्मि वुच्छो ॥ १ ॥ " આંબાની લૂમ તોડવી એ કાંઇ દુષ્કર નથી, તેમ સરસવ ઉપર નાચવું એ પણ કાંઇ દુષ્કર નથી, પરંતુ તે મહાત્મા મુનિશ્રી સ્થૂલભદ્ર જે પ્રમદારૂપી વનમાં રહ્યા, છતાં મુગ્ધ ન થયા તે જ દુષ્કર છે અને તે જ મહાન્ પ્રભાવ છે’’. ૧. કવિઓ પણ કહે છે "गिरौ गुहायां विपने वनान्तरे, वासं श्रयन्तो वशिनः सहस्रशः । हर्म्येऽतिरम्ये युवतीपनान्तिके, वशी स एकः शकटालनन्दनः ॥ १॥ योऽग्नौ प्रविष्टोऽपि हि नैव दग्ध- श्छिन्नो न खड्गाग्रकृतप्रचारः । कृष्णाऽहिरन्धेऽप्युसितो न दष्टो, नावतोऽञ्जनागारनिवास्यहो ! यः ॥ २ ॥ " वेश्या रागवती सदा तदनुगा सभी रसैर्भोपनं, शुभ्रं धाम मनोहरं वपुरहो ! नव्यो वयः वयःसङ्गम । कालोऽयं पलदाविलस्तदपि यः कामं जिगायादारत्, तं वन्दे युवतिप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम् ॥ ३ ॥” ‘પર્વતમા‚ ગુફામાં, એકાંતમાં અને વનમાં નિવાસ કરતા હજારો મનુષ્યો ઇન્દ્રિયોને વશ રાખનારા થયા છે, પણ અતિરમણીય મહેલમાં યુવતિ-સ્ત્રી પાસે રહીને ઇંદ્રિયોને વશ કરનારા તો એક શકટાલપુત્ર-સ્થૂલભદ્ર જ થયા છે.૧. અહો! આશ્ચર્ય છે કે- જેણે અગ્નિમાં પ્રવેશ કર્યો, તો પણ દાઝ્યા નહિ; જે તલવારની ધાર ઉપર ચાલ્યા, તો પણ છેદાયા નહિ જે કાળા સર્પના દરમાં રહ્યા, તો પણ ડંખાયા નહિ અને તે કાજળની કોટડીમાં રહ્યા, તો પણ તેમને ડાઘ લાગ્યો નહિ. ૨. વેશ્યા રાગવાળી હતી, હમેશાં તેમના કહેવા પ્રમાણે ચાલનારી હતી, ષડ્રસ ભોજન મળતું હતું, સુંદર ઘર-ચિત્રશાળા હતી, મનોહર શરીર હતું, નવી વયનો સંગમ હતો, યૌવન-વય હતી, સમય પણ મેઘ વડે શ્યામ-વર્ષાૠતુનો હતો, તો પણ જેમણે આદરથી કામદેવને જીત્યો, એવા કોશાને પ્રતિબોધ પમાડવામાં કુશળ શ્રીસ્થૂલભદ્ર મુનિવરને હું વંદન કરું છું.૩. વળી કવિઓ શ્રીસ્થૂલભદ્રના સત્ત્વની પ્રશંસા કરતાં, કહે છે કે "श्री मितोऽपि शकटालसुतं विचार्य, मन्यामहे वयममुं भटमेकमेव । aisदुर्गम पिगाय मोहं यन्मोहनालयमयं तु वशी प्रविशय " ॥ १ ॥ અમે તો વિચાર કરીને શ્રીનેમિનાથ થી પણ એ શકટાલપુત્ર-સ્થૂલભદ્રને જ મુખ્ય વીરપુરુષ માનીએ છીએ, કારણ કે શ્રીનેમિનાથ પ્રભુએ પર્વતરૂપી કિલ્લા ઉપર ચડીને મોહને જીત્યો હતો, પણ આ વશી-મુનિએ તો મોહના ઘરમાં પ્રવેશ કરીને તે મોહને જીત્યો''. એક વખતે બાર વરસના દુષ્કાળને અંતે સંઘના આગ્રહથી શ્રીભદ્રબાહુસ્વામી પાંચસો સાધુઓને હમેશાં સાત વાચનાવડે દૃષ્ટિવાદ ભણાવવા લાગ્યા. તે વખતે તેઓ મહાપ્રાણ નામનું ધ્યાન સાધતા હોવાથી વાચના આપવામાં તેમને થોડો વખત મળતો. તેથી વિશેષ વાચના ન મળતી હોવાથી બીજા સાધુઓ ઉદ્વેગ પામી ચાલ્યા ગયા, અને એક સ્થૂલભદ્ર જ રહ્યા મહાપ્રાણ ધ્યાનપૂર્ણ થતાં શ્રીભદ્રસ્વામી તેમને વધારે વાચના આપવા લાગ્યા.તેમની પાસે સ્થૂલભદ્ર બે વસ્તુ ન્યૂન અને દસ પૂર્વ ભણ્યા. એક વખતે ભદ્રબાહુસ્વામી વિહાર કરતા પાટલીપુત્ર નગરના ઉદ્યાનમાં પધાર્યા. તેમને સ્થૂલભદ્રની બહેનો યક્ષા વિગેરે સાધ્વીઓ વંદન કરવા આવી. ગુરુ મહારાજને બે મકર 241 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy