SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ********* ***( વટાણ * **** **** આ લોકનું સુખ આપનારા ચક્રની તો પૂજા થઇ ચૂકી’ એવી રીતે વિવેકબુિિધથી વિચાર કરીને ભરત મહારાજાએ પ્રભુને વંદન કરવાની તૈયારી કરી. પ્રભુએ જ્યારથી દીક્ષા લીધી, ત્યારથી મરુદેવા માતા પુત્રવિરહને લીધે હમેશાં રૂદન કર્યા કરતા, અને અવિશ્રાંત અશ્રુજળથી તેમનાં નેત્રોમાં પડળ આવી ગયાં હતાં. વળી ભરતને ઉપાલંભ આપ્યા કરતા કે-“પૌત્ર ભરત! મારો પુત્ર રાજ્યલક્ષ્મી છોડીને ચાલ્યો ગયો, તેને કેવા સંકટ પડતાં હશે? રાજ્યસુખમાં મગ્ન બનેલો તું તો તેની શોધ પણ કરતો નથી'. એ પ્રમાણે હમેશાં ઠપકો દેતા એવા મરુદેવા માતાને હાથી ઉપર બેસાડી સર્વ ઋદ્ધિ સહિત ભરતરાજા પ્રભુને વાંદવા ચાલ્યા. સમવસરણ નજીકમાં આવતા ભરતે કહ્યું કે-“હે માતાજી! આપના પુત્રની ઋદ્ધિ તો જુઓ! દેવોએ રચેલા સમવસરણની અંદર વિરાજેલા, ચોત્રીશ અતિશયોની શોભી રહેલ, સુવર્ણના સિંહાસન પર બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા, અને સુર-નરોથી પરિવરેલા આ આપના પુત્ર અમૃતમય દેશના આપી રહ્યા છે. પ્રભુના ચરણકમળને સેવી રહેલા દેવોની આ જયધ્વનિ સંભળાય છે. સ્વામીના દર્શનથી હર્ષ પામેલા દેવોનો આ સિંહનાદ સંભળાય છે.” ભરતનું એવું કથન સાંભળી પાણીના પ્રવાહથી જેમ કાદવ ધોવાઇ જાય તેમ રોમાંચિત અંગવાળા મરુદેવા માતાને આનન્દના અશ્રુઓ વડે નેત્રોમાં વળેલા પડળ ધોવાઈ ગયા, અને નિર્મળ નેત્રવાળાં થયેલાં મરુદેવા માતા પ્રભુની છત્ર-ચમરાદિક પ્રાતિહાર્યની લક્ષ્મી જોઇને વિચારવા લાગ્યા કે-“અહો મોહથી વિહ્વલ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે. સમગ્ર પ્રાણીઓ સ્વાર્થને માટે જ સ્નેહ કરે છે, કારણ કે- ઋષભનાં દુ:ખથી રુદન કરતાં મારી આંખો પણ તેજહીન થઇ ગઇ, પણ આ ઋષભ તો સુર-અસુરોથી વાતો અને આવી અનુપમ સમૃદ્ધિ ભોગવતો હોવા છતાં પણ મને સુખવાર્તાનો સંદેશો પણ મોકલતો નથી! માટે આ સ્નેહને ધિક્કારે છે”. એમ ભાવના ભાવતાં મરુદેવા માતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તેજ ક્ષણે આયુષ્યનો ક્ષય થવાથી તેઓ મુક્તિ પામ્યા. અહીં કવિ ઘટના કરે છે "पुत्रो युगादीशसमो न विश्वे, भ्रान्त्वा क्षितौ येन शरत्सहस्रम्। यदर्जितं केवलरत्नग्यं, स्नेहात् तदेवाऽऽHत् मातुराशु ॥ १॥" જગતમાં યુગાદીશ એટલે ઋષભદેવ સમાન પુત્ર નથી, કારણ કે-જેમણે એક હજાર વરસ સુધી પૃથ્વી ઉપર ભમી ભમીને કેવળજ્ઞાનરૂપી ઉત્તમ રત્ન મેળવ્યું હતું તે સ્નેહથી તુરતજ પ્રથમ પોતાની માતાને આપ્યું. ૧. "मरुदेवासमा नाऽम्बा, याऽगात् पूर्वं विलेक्षितम्। मुक्तिकन्यां तनूजार्थं, शिवमार्गमपि स्फुटम् ॥ २॥" “વળી જગતમાં મરુદેવા સમાન માતા પણ નથી, કે જે પોતાના પુત્રને માટે મુક્તિરૂપી કન્યાને અને ફુટપણે શિવમાર્ગને જોવા પ્રથમથી મોક્ષે ગયાં'.૨. સમવસરણમાં જગપાલ શ્રી ઋષભદેવ પ્રભુએ ધર્મદેશના આપી તે દેશનાથી ભરતના ઋષભસેન વિગેરે પાંચસો પુત્રો અને સાતસો પૌત્રોએ પ્રતિબોધ પામી પ્રભુ પાસે દીક્ષા લીધી. તેઓમાં પ્રભુએ ઋષભસેન વિગેરે પાંચસો પુત્રોએ અને સાતસો પૌત્રોએ પ્રતિબોધ પામી પ્રભુ પાસે દીક્ષા લીધી. તેઓ માં પ્રભુ ઋષભસેન વિગેરે ચોરાશી ગણધર સ્થાપ્યા. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી, તે મુખ્ય સાધ્વી થઇ. ભરત રાજા શ્રાવક થયા. સુંદરીને પણ દીક્ષા લેવાની આજ્ઞા આપી, તેથી તે શ્રાવિકા થઇ. વળી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું સાંભળી કચ્છ ને મહાકચ્છ સિવાયના બધા તાપસોએ પ્રભુ પાસે આવી ફરીથી દીક્ષા લીધી. મરુદેવાના નિર્વાણથી શોકગ્રસ્ત થયેલા ભરતને ઇન્દ્ર સમજાવી તે શોક નિવારણ કર્યો. પછી ભરત મહારાજ પ્રભુને વંદન કરી પોતાના સ્થાને ગયા. ત્યાર પછી ભરત મહારાજા ચક્રરત્ની પૂજા કરી શુભ દિવસે પ્રયાણ કરી સાઠ હજાર વરસે ભરતક્ષેત્રના છ ખંડ સાધી પોતાને ઘેર આવ્યા. ઘેર આવ્યા બાદ પોતાના સંબંધીઓની સંભાળ કરતાં સુંદરીને કૃશ ****** **** * (227)***** * * **** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy