SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિસમસનીeqનૂન અઅઅઅઅઅઅસર જઇશ, અને પિતાજીને વંદન ' એમ વિચાર કરી બાહુબલિએ આખી રાત્રિ મહેલમાં જ વ્યતીત કરી. પ્રભુ તો પ્રાતઃકાળ થતાં પ્રતિભાસ્થિતિ સબ કરીને ત્યાંથી વિહાર કરી ગયા. હવે બાહુબલિ સવાર થતાં સર્વ સમૃદ્ધિ સાથે આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યો, પરંતુ પોતાના આવ્યા પહેલાં જ પ્રભુને વિહાર કરી ગયેલા જાણી તેને ઘણો જ ખેદ થયો. ત્યાર પછી પ્રભુના ચરણ બિંબને કોઈ ઉલ્લંઘે નહિ. એવી બુદ્ધિથી બાહુબલિ રાજાએ જ્યાં પ્રભુ પ્રતિમાથાને રહ્યા હતા તે સ્થળે રત્નમય ધર્મચક્ર સ્થાપન કર્યું, અને તેની રક્ષા કરનારા માણસો નિયુક્ત કર્યા. પછી તે ધર્મચક્રને ભક્તિપૂર્વક વંદન કરી બાહુબલિ પોતાની નગરીમાં ગયો. એ પ્રમાણે અસ્મલિત વિહાર કરતા શ્રી ઋષભદેવ પ્રભુને એક હજાર સુધી છઘસ્થપણું રહ્યું, તેમાં સઘળો મળી પ્રમાદકાળ એક અહોરાત્ર જાણવો. ___जाव अप्पाणं भावमाणस्स एगं वाससहस्सं विइक्कंतं। तओ णं जे से हेमंताणं चउत्थे मासे, सत्तमे पक्खे-फग्गुणबहुले, तस्स णं फग्गुणबहुलस्स एक्कारसीपक्खे णं पुबण्हकालसमयंसि, पुरिमतालस्स नगरस्स बहिया, सगडमुहसि उजाणंसि, नग्गोहवरपायवस्स अहे अद्रुमेणं-भत्तेणं अपाणएणं. आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते जाव जाणमाणे पासमाणे विहरइ॥७।६४॥२१२॥ (નાવ STUાઈfમાવેમUTH) એવી રીતે યાવત્ જ્ઞાનદર્શન ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે પોતાના આત્માને ભાવતા શ્રી ઋષભદેવ પ્રભુને (ાં વાસસહસંવિડ્રવવંત) એક હજાર વરસ વીતી ગયાં. (તો) ત્યાર પછી(ને તે મંતi વીત્યે માને) જે આ શીતલકાળનો ચોથો મહિનો (સામે પવવે) સાતમું પખવાડિયું (Dગુણવત્તે) એટલે (તHigશુપાવવOTRપવરવેઇf) ફાગણ માસના કૃષ્ણ પખવાડિયાની અગિયારશને દિવસે, (પુQUIનસમવેલિ) પૂર્વાલકાળસમયે-પ્રાતઃકાળમાં, (પુરિમતાસ નગર વહિવા) પુરિમતાલ નામના નગરની બહાર, (, HISમુka Mાઇia) શકટમુખ નામના ઉદ્યાનમાં (નોસ્વરૂપાવવ હે.) ન્યગ્રોધ નામનાઉત્તમ વૃક્ષની નીચે, (અમેf-મત્તેમાં ) નિર્જળ એવા અઠ્ઠમ તપ વડે યુક્ત (માતાëિનવરવાં ગોવાTUi) ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (જ્ઞાઈiતરિવારવટ્ટમUTH) શુક્લધ્યાનના ચાર ભેદોને વિષે પ્રથમના બે ભેદોમાં વર્તતા એવી શ્રી ઋષભદેવ પ્રભુને (Miતે ગાવ) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને યાવતુ- અનુપમ એવું પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. તે કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે પ્રભુ સર્વલોકને વિષે તે તે કાળે મન, વચન અને કાય યોગમાં યથાયોગ્ય વર્તતા. એવા સર્વ જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને (ગUામામે વિતરડું) જાણતા છતાં અને દેખવા છતાં વિચરે છે. પ્રભુને વિનીતાનગરીના પુરિમતાલ નામના શાખાપુરના ઉદ્યાનમાં જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે એક પુરુષે આવીને ભરત મહારાજને એ શુભ વધામણી આપી. તે જ વખતે એક બીજા પુરુષે આવીને વધામણી આપી કે- “હે મહારાજા! આપની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. આ રીતે એક વખતે બન્ને વધામણી સાંભળી મહારાજ ભરત વિચારમાં પડ્યા કે-“મારે પહેલાં પિતાજીની પૂજા કરવી કે ચક્રરત્નની પૂજા કરવી?” આ પ્રમાણે ક્ષણ વાર વિચાર કરી તેમણે નિર્ણય કર્યો કે “આલોક અને પરલોકનું સુખ આપનારા પિતાજીની પૂજા કર્યાથી માત્ર ----- - -- - - - - -- - - - -- - - -- -- -- - -- ૧. ગુજરાતી મહા વદ અગિયારશ. ૨. અયોધ્યાનગરીના એક શાખાપુર પરાનું નામ પુરિમતાલ હતું. ૩. વટવડલો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy