SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુએ એક વરસ સુધી બન્ને હાથને સમજાવીને શ્રેયાંસકુમાર પાસેથી મળેલા તાજા શેરડીના રસ વડે તેમને પૂર્ણ કર્યા, એવા શ્રી ઋષભદેવ પ્રભુ તમારું રક્ષણ કરો' .૩. પછી તે રસથી પ્રભુએ સાંવત્સરિક તપનું પારણું કર્યું. તે વખતે વસ્ત્રની વૃષ્ટિ, સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ, દેવદુંદુભિઓના નાદ, “અહો દાનમ્ “અહો દાનમ્' એ પ્રમાણે આકાશમાં દેવોએ કરેલી ઉદ્ઘોષણા, અને વસુધારા એટલે સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ, એ પાંચ દિવ્યો પ્રગટ થયાં. આ પ્રમાણે પ્રગટ થયેલા દિવ્યોથી આશ્ચર્ય પામેલા નગરના લોકો તથા તાપસો શ્રેયાંસના મંદિરમાં એકઠા થઇ ગયા. તેમને શ્રેયાંસે જણાવ્યું કે-“હે લોકો!સદ્ધતિ મેળવવાની ઇચ્છાથી સાધુઓને આ પ્રમાણે એષણીય એટલે નિર્દોષ આહારની ભિક્ષા આપવી જોઇએ”. એવી રીતે આ અવસર્પિણીમાં દાન દેવાનો આચાર પ્રથમ શ્રેયાંસથી પ્રવર્યો. લોકોએ શ્રેયાંસકુમારને પૂછ્યું કે તમે કેમ જાણ્યું કે દાન આવી રીતે દેવાય?” ત્યારે શ્રેયાંસે પ્રભુ સાથેનો પોતાનો આઠ ભવનો સંબંધ કહી સંભળાવ્યો કે “પૂર્વભવમાં જ્યારે સ્વામી ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા, ત્યારે હું સ્વયંપ્રભ નામે તેમની દેવી હતી. પછી પૂર્વ વિદેહમાં પુષ્પકલાવતી વિજયને વિષે લોહાર્ગલ નામના નગરમાં પ્રભુ વજજંઘ નામે રાજા હતા, ત્યારે હું તેમની શ્રીમતી નામે રાણી હતી ૨. ત્યાર પછી ઉત્તરકુરુમાં પ્રભુ યુગલિક થયા હતા, ત્યારે હું તેમની યુગલિની હતી ૩. ત્યાંથી અમે બન્ને સૌધર્મ દેવલોકમાં મિત્ર દેવ થયા હતા. ૪. ત્યાંથી પ્રભુ અપરવિદેહમાં વૈદ્યના પુત્ર થયા હતા, ત્યારે હું જીર્ણશેઠનો પુત્ર કેશવ નામે તેમનો મિત્ર હતો ૫. ત્યાર પછી અમે બન્ને અશ્રુત દેવલોકમાં દેવ થયા હતા. ૬. ત્યાંથી સ્વામી પુંડરીકિણી નગરીમાં વજનાભ નામે ચક્રવર્તી થયા હતા, તે વખતે હું તેમનો સારથી હતો. તે ભવમાં પ્રભુ વજન તીર્થંકર પાસે દીક્ષા લીધી હતી, ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. અત્યારે ભગવંતને દેખી તે વેષ મને સ્મરણમાં આવ્યો, તેથી મેં જાણ્યું કે- આ તીર્થંકર પ્રભુ ભિક્ષા માટે ભમે છે, અને તેમને શુદ્ધ આહાર આવી રીતે દેવાય. ૭. ત્યાર પછી અમે બન્ને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા હતા.૮. ત્યાંથી ચ્યવીને તેઓ અહીં તીર્થંકર થયા છે, અને હું તેમનો પ્રપૌત્ર થયો છું”. આ પ્રમાણે શ્રેયાંસકુમારના મુખથી સાંભળી લોકો કહેવા લાગ્યા કે"रिसहेसरसमं पत्तं, निरवज्ज इक्रवुरससमं दामं। सेअंसमो भावो, हविज्ज जइ मग्गिअं हुज्जा ॥१॥" જો શ્રીશ્રષભદેવ સમાન પાત્ર, શેરડીના રસ સમાન નિરવદ્ય દાન, અને શ્રેયાંસ જેવો ભાવ હોય, તો ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય, અર્થાત્ એવું ઉત્તમ સુપાત્ર, એવું નિર્દોષ દાન, અને એવો અદ્વિતીય ભાવ, એ ત્રણે વસ્તુ મહાભાગ્યયોગે મળે'૧. ઇત્યાદિ સ્તુતિ કરતા કરતા લોકો પોતપોતાને સ્થાને ગયા. “ભગવંતના પારણાના સ્થાનનું કોઈ ઉલ્લંઘન ન કરે એમ ધારી શ્રેયાંસકુમારે ત્યાં રત્નમય પીઠ કરાવ્યું. શ્રેયાંસકુમાર તે રત્નપીઠને બન્ને સંધ્યાએ ભક્તિથી પૂજવા લાગ્યો, અને પ્રાત-કાળે તો તેને પૂજયા પછી જમતો. હવે પ્રભુ વિચરતા વિચારતા એક વખતે સાયંકાળે બહલીદેશમાં તક્ષશિલા નગરીની સમીપમાં પધાર્યા, અને તે નગરીના બહારના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાન રહ્યા. તત્કાળ ઉદ્યાનપાલકે આવીને બાહુબલિને વધામણી આપી. પ્રભુના આગમનના ખબર સાંભળી હર્ષિત થયેલા બાહુબલિએ વિચાર્યું-“સવારમાં સર્વ સમૃદ્ધિયુક્ત થઇને ઉદ્યાનમાં ૧. નાગિલ નામે એક દરિદ્રી કુટુંબી હતો. તેને નિર્નામિકા નામે પુત્રી હતી. તે નિર્નામિકા મરીને લલિતાંગ દેવની સ્વયંપ્રભા નામે દેવી થઇ હતી. * →********** (225 **************** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy