SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પ) તે ઉત્તમ અશોકવૃક્ષ નીચે પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (નવ) યાવત્ પાલખી સ્થાપન કરાવીને તે પાલખીમાંથી નીચે ઉતરે છે. નીચે ઉતરીને પોતાની મેળે જ આભૂષણ, માળા, પ્રમુખ અલંકાર ઉતારે છે. અલંકાર ઉતારીને (સામેવમુવિનોર્વરેફ) પોતાની મેળે જ ચારમુષ્ટિવોચ કરે છે. પ્રભુએ જ્યારે ચાર મુષ્ટિ પોતાના કેશનો લોચ કર્યો અને એક મુષ્ટિ બાકી રહી, ત્યારે તે એક મુષ્ટિ કેશલતા પ્રભુના સુવર્ણ સરખા કાંતિવાળા ખભા ઉપર લટકતી છતાં સુવર્ણના કળશ ઉપર શોભતી નીલકમળની માળા જેવી મનોહર દેખાતી હતી; તે એક મુષ્ટિ કેશલતાને જોઈ હર્ષિત ચિત્તવાળા ઇન્દ્ર પ્રભુને વિનંતી કરી કે- “હે સ્વામી! કૃપા કરી હવે એટલા કેશ રહેવા દ્યો'. આવી રીતે શક્રના આગ્રહથી પ્રભુએ તેટલા કેશ રહેવા દીધા. (છવિતા) આ પ્રમાણે ચાર મુષ્ટિ લોચ કરીને (ઉદ્દેvi મત્તે અપાઈ) નિર્જળ એવા છઠ્ઠ તપ વડે યુક્ત થયા છતા, (બાસાઢાર્કિં નવવરેvi નો મુવIP) ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (TIM મોTUT રાના વાિ વઝfÉપુર સહહિંસદ્ધિ) ઉગ્ર ભોગ રાજન્ય અને ક્ષત્રિય કુળના કચ્છ મહાકચ્છ વિગેરે ચાર હજાર પુરુષો, કે જેઓએ “જેમ પ્રભુ કરશે તેમ અમે પણ કરશું એ પ્રમાણે નિર્ણય કર્યો હતો, તેઓની સાથે (ાં તેવલૂસમાવાવ) એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને (મુંડે મવિરા) કેશનો લોચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવા રૂપ ભાવથી મુંડ થઇને (IIRIઝો) ગૃહવાસ થકી નીકળી (IIઉર્વપલ્વરૂણ) અણગારપણાને એટલે સાધુપણાને પામ્યા. ૨૧૧. उसभे णं अरहा कोसलिए एगं वाससहस्सं निच्चं वोसट्ठकाए चियत्तदेहे जाव अप्पाणं भावमाणस्स एगं वाससहस्सं विइक्वंतं। तओ णं जे से हेमंताणं चउत्थे मासे सत्तमे पक्रवे-फग्गुणबहुले,तस्सणं फग्गुणबहुस्स एकारसीपवरवे णं, पुव्वण्हकालसम यंसि, पुरिमतालस्स नगरस्स बहिया, सगडमहंसि उज्जाणंसि, नग्गोहरवरपायवस्स अहे, अट्ठमेणं भत्तेणं अपाणएणं, आसाढहिं नक्रवत्तेणं जोगमुवागएणं, झाणंतरियाए वट्टमाणस्स अणंते जाव जाणमाणे पासमाणे विहरइ ।।७।६४।२१२॥ (રૂમે છi & હોલિ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવે (ાં વાસસહi) દીક્ષા લીધા પછી એક હજાર વરસ સુધી (નિર્વ) હમેશા (વોદવIણ) કાયની શુશ્રષા ત્યજી દીધેલી હોવાથી વોસરાવી છે કાયા જેમણે એવા (વિવ7) અને પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા શ્રી ઋષભદેવ પ્રભુએ જે કોઇ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. દીક્ષા લઇને ઘોર અભિગ્રહો ધારણ કરનારા પ્રભુ ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. તે વખતે લોકો અત્યંત સમૃદ્ધ હોવાથી ભિક્ષા શું? અને ભિક્ષાચર કેવા હોય? એ હકીકત જાણતા નહોતા. તેથી જેઓએ પ્રભુ સાથે દીક્ષા લીધી હતી, તેઓ ભિક્ષા ન મળવાથી ભૂખ વિગેરેથી પીડિત થયાથી પ્રભુને આહારનો ઉપાય પૂછવા લાગ્યા, પણ મૌનધારી પ્રભુએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. ત્યારે તેઓએ કચ્છ અને મહાકચ્છ પાસે થઇ તેમને વિજ્ઞપ્તિ કરી, તેઓ બોલ્યા કે જેમ તમે કાંઈ જાણતાં નથી તેમ અમે પણ આહારનો વિધિ જાણતા નથી. આપણે દીક્ષા લેતી વખતે પ્રભુને પહેલેથી પૂછયું નહિ, હાલમાં તો પ્રભુ મૌન ધરીને રહ્યા છે, કાંઈ જવાબ ન આપતાં નથી, અને હવે આહાર વિના પણ રહી શકાતું નથી. વળી ભારતની લજ્જાથી પાછું ઘેર પણ જવું ઠીક નથી, માટે વિચાર કરતાં આપણે વનવાસ કરવો એ જ કલ્યાણકારી છે”. આ પ્રમાણે કચ્છ અને મહાકચ્છનું કથન તેઓને ઠીક જણાયું, તેથી તેઓ એકસમ્મત થઇ પ્રભુનું જ ધ્યાન ધરતા છતાં ગંગાનદીને કાંઠે વનમાં રહ્યા, અને ત્યાં વૃક્ષો પરથી ખરી પડેલા એવા પાકેલા ફળ, ફૂલ, પાંદડાં વિગેરે ખાનારા રક અઅઅઅઅઅઅઅમ(222)****** * ** * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy