SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત, બાહુબલિ, શંખ, વિશ્વકર્મા, વિમલ સુલક્ષણ, અમલ ચિત્રાંગ ખાતકીર્તિ, વરદત્ત, સાગર, યશોધર, અમર, રથવર, કામદેવ,ધ્રુવ, વત્સ,નંદ,સૂર, સુનન્દ૬, કુરુ, અંગ, વંગ, કોશલ, વીર, કલિંગ,મગધ, વિદેહ, સંગમ,દશાણે, ગંભીર, વસુવર્મા, સુવર્મા, રાષ્ટ્ર, સુરાષ્ટ્ર, વૃદ્ધિકર, વિવિધકર, સુયશા, યશકીર્તિ, યશસ્કર૧, કીર્તિકર, સૂરણ, બ્રહ્મસેન, વિક્રાંત, નરોત્તમ, પુરુષોત્તમ, ચન્દ્રસેન, મહાસેન, નભ:સેન, ભાનુ°, સુકાંત, પુષ્પયુત, શ્રીધર, દુધર્ષ, સુસુમાર, દુર્જય, અજેયમાન, સુધર્મા, ધર્મસેન, આનન્દન, આનંદ નંદ અપરાજિત વિશ્વસેન હરિ જય વિજય વિજયંત પ્રભાકર અરિદમન માન મહાબાહુ દીર્ઘબાહુ મેઘ સુઘોષ વિશ્વ વરાહ સુસેન સેનાપતિ કપિલ શૈલવિચારી અરિંજય કુંજરવલ જયદેવ નાગદત્ત કાશ્યપ બલ ધીર શુભમતિ°સુમતિ પદ્મનાભ સિંહ સુજારતિ સંજય સુનાભ નરદેવ ચિત્તહર સુરવર દઢરથ અને પ્રભંજન. રાજ્યોના દેશોનાં નામ આ પ્રમાણે-અંગ, વંગ, કલિંગ, ગૌડ, ચૌડ ,કર્ણાટ, લાટ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, સૌવીર, આભીર, ચીણ, મહાચીણ, ગૂર્જર, બંગાલ, શ્રીમાલ, નેપાલ, જહાલ, કૌશલ ,માલવ, સિંહલ, મરુસ્થલ વિગેરે દેશોનાં નામ જાણવાં. (મિવિરા) શ્રી ઋષભદેવ પોતાના સો પુત્રોને સો રાજયો ઉપર સ્થાપન કરીને દીક્ષા લેવાને તત્પર થયા. પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, ત્યારે લોકાંતિકદેવોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતિ કરી, તે સૂત્રકાર કહે છે- (પુરૂવિ નો તિfë નીefufé) વળી જીત એટલે અવશ્યપણે તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા બ્રહ્મલોકનિવાસી નવ પ્રકારના લોકાંતિક દેવો(તાર્કિંઠ્ઠifé ગાવવર્કિં) તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લાગે એવી. થાવત્ હદયને આહ્વાદ ઉપજાવનારી વાણી વડે પ્રભુને અભિનંદતા હતા તથા પ્રભુની સ્તુતિ કરતા હતાં બોલ્યાં કે“હે પ્રભુ! આપ જય પામો, હે ભગવન્! આપ બોધ પામો-દીક્ષા સ્વીકારો, હે લોકોના નાથ! સકળ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો (મંતં વેવસૂવૅ માવળં) ઇત્યાદિ બાકીનું બધું શ્રી મહાવીર સ્વામીના સંબંધમાં આવેલા પાઠ મુજબ કહેવું. પ્રભુએ અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે પોતાનો દીક્ષાકાળ જાણીને વાર્ષિક દાન આપ્યું. (નાવ વામં વાવIi vમા) યાવતુ પોતાના ગોત્રિયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા. શ્રી ઋષભદેવ પ્રભુ ક્યારે દીક્ષા લેવાને ચાલ્યા? તે કહે છે- (તે મે માસે) જે આ ગ્રીષ્મકાળનો પ્રથમ માસ, (પઢને પCHવે-વિરહને) પખવાડિયું, એટલે તરસ વિત્તવહુન+ દૃમીપવરવેoi) તે ચૈત્રમાસના કૃષ્ણ પખવાડિયાની આઠમની તિથિને વિષે, (વિવસ રમે માને) દિવસના પાછલા પહોરે, (સુવંસ, વિવાહ)સુદર્શન નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વ દિશા સન્મુખ બેઠા હતા (વેવ-મહુવા-સુર પરિસામણુગામમUામી) અને દેવો, મનુષ્યો તથા અસુરો સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને સમ્યક્ પ્રકારે પાછળ ગમન કરતા એવા પ્રભુને અગાડી ચાલતા મંગળપાઠકો, ભાટ-ચારણો અને કુળના વડીલ વિગેરે સ્વજનો અભિનંદન આપવા લાગ્યો-કે-“હે કલ્યાણકારક! તમે જય પામો, સંયમ રૂપ ધર્મમાં તમોને નિર્વિઘ્નપણું થાઓ” ઈત્યાદિ કહીને કુળના વડીલ વિગેરે સ્વજનો જય જય શબ્દ બોલે છે. (નવ વિકીદ રાવ િમડ઼ાં મોરના ) કાવત્ શ્રી ઋષભદેવ પ્રભુ વિનીતા રાજધાનીના મધ્યભાગમાં થઇને નીકળે છે. (નિઝાUિTI) નીકળીને (નેવસિત્યવઝાને) જ્યાં સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, (ગોવસો Rવનપવિવે) અને જયાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે, (તેવશ્વાWIS૬) ત્યાં આવે છે. (વાછરા) આવીને (મોરવરપાવવ7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy