SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् પુરૂષોની બોંતર કળાઓ પુરુષની બોંતરે કળાઓ આ પ્રમાણે-લેખન, ગણિત, ગીત, નૃત્ય, વાદ્ય, પઠન, શિક્ષા, જ્યોતિષ, છંદ, અલંકાર, વ્યાકરણ, નિરુક્તિ, કાવ્ય, કાત્યાયન, નિઘંટુ, ગજારોહણ, તુરગારોહણ, ગજ અને ઘોડા કેળવવાની કળા, શાસ્ત્રાભ્યાસ રસ, મંત્ર, યંત્ર, વિષ, ૪ ખન્ય, ગંધવાદ, પ્રાકૃત, સંસ્કૃત, પૈશાચિક, અપભ્રંશ, સ્મૃતિ, પુરાણ, વિધિ, સિદ્ધાન્ત, તર્ક, વૈદ્યક, વેદ, આગમ, સંહિતા, ઇતિહાસ, સામુદ્રિક॰, વિજ્ઞાન, આચાર્યકવિદ્યા, રસાયન, કપટ, વિદ્યાનુવાદ, દર્શન, સંસ્કાર, ધૂર્તશંબલક, મણિકર્મ, તરુચિકિત્સા, ખેચરીકળા પર,અમરીકળા, ઇન્દ્રજાળ, પાતાળસિદ્ધિ, યંત્રક, રસવતી, સર્વકરણ, પ્રાસાદ, લક્ષણ , પણ ૪, ચિત્રોપલ લેપ ૬, ચર્મકર્મ, પત્રચ્છેદ્ય, નખચ્છેદ્ય, પત્રપરીક્ષા, વશીકરણ, કાષ્ટઘન, દેશભાષા, ગારુડ, યોગાંગ, ધાતુકર્મ, કેવલિવિધિ અને શકુનરુત, ૭૨ આ પ્રમાણે પુરુષની બોંતેરે કળાઓ જાણવી. આમાં લેખન એટલે હંસિલિપિ વિગેરે અઢાર જાતની લિપિ સમજવી, તેનું વિધાન પ્રભુએ જમણે હાથે બ્રાહ્મીને શીખવ્યું. તથા એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જળધિ, અંત્ય, મધ્ય અને પરાર્ધ, એવી રીતે અનુક્રમે દશ દશ ગણી સંખ્યાવાળું ગણિત પ્રભુએ ડાબે હાથે સુંદરીને શીખવ્યું. વળી પ્રભુ કાષ્ટકદિરૂપ કર્મ ભરતને શીખવ્યું, અને પુરુષાદિનાં લક્ષણો બાહુબલિને શીખવ્યાં. વિઓની જે કળાઓ સ્ત્રીઓની ચોસઠ કળાઓ આ પ્રમાણે-નૃત્ય, આચિત્ય,ચિત્ર, વાદિત્ર, મંત્ર, તંત્ર,ઘનવૃષ્ટિ, ફળાદૃષ્ટિ, સંસ્કૃતજલ્પ, ક્રિયાકલ્પ, જ્ઞાનવિજ્ઞાન', દંભર, અંબુસ્તંભ', ગીતમાન, તાલુમાન', આકારગોપન, આરામરોપણ ૧૭, કાવ્યશક્તિ, વક્રોક્તિ, નરલક્ષણ, હાથી અને ઘોડાની પરીક્ષા', વાસ્તુસિદ્ધિ,લઘુબુદ્ધિ, શકુનવિચા૨૪, ધર્માચા૨૫, અંજનયોગTM, ચૂર્ણયોગ, ગૃહિધર્મ, સુપ્રસાદન કર્મ, કનકસિદ્ધિ, વર્ણિકાવૃદ્ધિ, વાક્પાટવ, કરલાઘવ, લલિત-ચરણ, તૈલસુરભિતાકરણ, નૃત્યોપચાર, ગેહા, ચાર વ્યાકરણ, પરનિરાકરણ, વીણાનાદ, વિતંડાવાદ, અંકસ્થિતિ, જનાચાર૪, કુંભભ્રમ, સારિશ્રમ", રત્નમણિભેદ, લિપિપરિચ્છેદ, વૈદ્યક્રિયા, કામાવિષ્કરણ, ગંધન, ચિકુરબંધ શાલીખંડપર, મુખમંડન, કથાકથન, કુસુમસુગ્રથન, વર વેષ, સર્વભાષાવિશેષ, વાણિજ્ય, ભોજ્ય, અભિધાન,પરિજ્ઞાન, આભૂષણ, યથાસ્થાન વિવિધ પરિધાન, અંત્યાક્ષરિકા અને પ્રશ્નપ્રહેલિકા આ પ્રમાણે સ્ત્રીઓની ચોસઠ કળાઓ જણાવી. (વવિમિત્તા) ઉપર મુજબ શ્રીૠષભદેવ પ્રભુએ પુરુષની બોંતેર કળાઓ, સ્ત્રીઓની ચોસઠ કળાઓ, અને સો શિલ્પો, એ ત્રણ વસ્તુઓનો પ્રજા હિતને માટે ઉપદેશ કરીને (ઘુત્તમમાં) પોતાના સો પુત્રોને (રામ મિસિંઘર) સો રાજ્યો ઉપર અભિષેક કર્યો. પ્રભુએ ભરતને વિનીતા નગરીનું મુખ્ય રાજ્ય આપ્યું, બાહુબલિને વહલી દેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું, અને બાકીના અટ્ઠાણું પુત્રોને જુદા જુદા વહેંચી આપ્યા. પ્રભુના સો પુત્રોના નામ આ પ્રમાણે ૧. શિખામણ આપવી, શિક્ષા કરવી. ૨. શબ્દકોષ. ૩. ઘોડા ઉપર ચડવાની કળા. ૪. ખાણ અથવા ખનીજ પદાર્થ ઓળખવા. $345 220 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy