SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ * ** *ીવEWકૂણમ કરો અ* ** *** તથા મસ્તકના અને દાઢી-મૂછના કેશને સાફ ન કરતા હોવાથી જટાધારી તાપસ થયા. - જ્યારે પ્રભુએ દીક્ષા લીધા પહેલાં પોતાના સર્વપુત્રોને જુદા જુદા દેશમાનાં રાજ્ય વહેંચી આપ્યા હતાં, ત્યારે કચ્છ અને મહાકચ્છના નમિ અને વિનમિ નામના પુત્રો, કે જેઓને પ્રભુએ પુત્રો પેઠે રાખ્યા હતા. તેઓ કાર્યપ્રસંગે દેશાન્તરમાં ગયા હતા. તેથી રાજયોની વહેંચણી વખતે હાજર નહોતા. હવે પ્રભુએ દીક્ષા લીધા પછી તેઓ જયારે દેશાંતરથી પાછા આવ્યા ત્યારે ભરત રાજાએ રાજ્યનો થોડો ભાગ તેમને આપવા માંડ્યો, પણ તેમની અવગણના કરીને તેઓ પોતાના પિતાના વચનથી પ્રભુ પાસે આવ્યા. “પ્રભુ નિઃસંગ છે' એમ ન જાણનારા અને આપણને પ્રભુ જ રાજ્ય આપશે'એમ જાણનારા તેઓ કાઉસગ્ગ ધ્યાન રહેલા પ્રભુની સેવા કરવા લાગ્યા. તેઓ પ્રભુની સમીપ ભાગમાં રહેલી ધૂળને શાંત કરવા કમળપત્રોમાં જળ લાવી ચારે તરફ છાંટતા અને પ્રભુ આગળ જાનુપ્રમાણ સુંગધી પુષ્પો પાથરી પંચાંગ પ્રણામ કરી “અમોને રાજ્ય આપો'એ પ્રમાણે વિનંતિ કરતા હમેશાં પ્રભુની સેવા કરતા. એક વખતે ધરણેન્દ્ર ભક્તિથી પ્રભુને વંદન કરવા આવ્યો. તેને પ્રભુની સેવા કરતા તથા પ્રભુ પાસે રાજયની માંગણી કરતા નમિ અને વિનમિને જોઇ સંતુષ્ટ થઇને કહ્યું કે-“હે ભદ્રો! પ્રભુ તો નિઃસંગ છે, માટે તમે તેમની પાસે રાય ન માગો, પ્રભુની ભક્તિથી હું જ તમોને રાજ્ય આપીશ". એ પ્રમાણે કહીને ધરણેન્દ્ર તેમને અડતાલીશ હજાર વિદ્યાઓ આપી, તેઓમાં ગૌરી,ગાંધારી,રોહિણી અને પ્રજ્ઞપ્તિ નામની ચાર મહાવિદ્યા પાઠસિદ્ધ આપી. ત્યાર પછી ધરણેન્દ્ર તેમને 1 વિદ્યાઓ વડે વિદ્યાધરની ઋદ્ધિ પામ્યા હોવાથી તમે સ્વજન પરિવાર લઇને વૈતાઢ્ય પર્વત ઉપર જાઓ, ત્યાં દક્ષિણ શ્રેણિમાં ગૌરેય, ગાંધાર વિગેરે આઠ (નિETણો), અને રથનૂપુર, ચક્રવાલાદિ પચાસ નગર વસાવો, તથા ઉત્તરશ્રેણિમાં પંડક વંશાલય વિગેરે આઠ નિકાયો, અને ગગનવલ્લભાદિ સાઠ નગરો વસાવો'. ત્યાર પછી કૃતાર્થ થયા છતા તે બન્નેએ પોતાના પિતા અને ભારત પાસે જઈને હકીકત નિવેદન કરી, અને વૈતાઢચ પર્વતની દક્ષિણશ્રેણીમાં નમિ તથા ઉત્તરશ્રેણીમાં વિનમિ રહ્યા. - શ્રી ઋષભદેવ પ્રભુએ દીક્ષા લીધી તે વખતે લોકો અતિશય સમૃદ્ધિશાલી હોવાથી અન્ન-પાનાદિનું દાન આપવાનું જાણતા નહોતા, તેથી ભિક્ષા માટે પધારેલા પ્રભુને તેઓ પૂર્વની પેઠે રાજા જાણી વસ્ત્રો ઘરેણાં કન્યા વિગેરે લાવી નિમંત્રણ કરતા. આ પ્રમાણે યોગ્ય ભિક્ષા ન મળવા છતાં દીનતારહિત મનવાળા અને ગ્રામાનુગ્રામ વિચરતા પ્રભુએ કુરુ દેશના હસ્તિનાગપુર નામના નગરમાં પ્રવેશ કર્યો. તે નગરમાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ રાજા રાજ્ય કરતો હતો, અને સોમપ્રભનો શ્રેયાંસ નામે પુત્ર યુવરાજપદે હતો. તે શ્રેયાંસકુમારે રાત્રિમાં એવું સ્વપ્ન દેખ્યું હતું કે-“મેં શ્યામ વર્ણવાળા મેરુ પર્વતને અમૃતથી ભરેલા કળશોથી સિંચન કર્યો, તેથી તે અત્યંત શોભવા લાગ્યો”. વળી તે નગરના સુબુદ્ધિ નામના નગરશેઠે એવું સ્વપ્ન દેખ્યું હતું કે-“સૂર્યમંડળથી ખરી પડેલા હજાર કિરણોને શ્રેયાંસકુમારે પાછા તેમાં સ્થાપન કર્યા. તેથી તે સૂર્યમંડળ અતિ પ્રકાશમાન થયું.” વળી રાજાએ એવું સ્વપ્ન દેખ્યું હતું કે-“શત્રુના લશ્કર સાથે લડતો કોઇ મહાપુરુષ શ્રેયાંસની સહાયથી વિજય પામ્યો.”. - સવારમાં રાજસભામાં એકઠા થયાલ તે ત્રણે જણાએ પોતપોતાનાં સ્વપ્ન પરસ્પર જણાવ્યાં, ત્યારે રાજાએ કહ્યું કે-“શ્રેયાંસને કોઇ પણ મહાનું લાભ થશે.” એમ નિર્ણય કરી સભા વિસર્જન કરી. શ્રેયાંસ પણ પોતાના મહેલમાં આવ્યો, અને ઝરૂખામાં બેઠો વિચારતો હતો “સ્વામી કાંઈ પણ લેતાં નથી' એ પ્રમાણે મનુષ્યોનો કોલાહલ સાંભળીને તથા પ્રભુને દેખીને “મેં પહેલાં આવો વેષ કોઈ ઠેકાણે દેખ્યો હતો’ એમ ઊહાપોહ કરતો જાતિસ્મરણ પામ્યો. છે કે જે કહે છે કે કફ ફફફ 223 - અનેક કરી શકે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy