SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् ઇવાકુવંશ સ્થાપના હવે પ્રભુની ઉમ્મર એક વરસથી કાંઇક ઓછી હતી ત્યારે ‘‘પ્રથમ તીર્થંકરના વંશની સ્થાપના કરવી એ શક્રનો આચાર છે’’ એમ વિચારી; તથા ‘સ્વામી પાસે ખાલી હાથે કેમ જાઉં?’ એમ વિચારી શક્રેન્દ્ર એક મોટી ઇક્ષુષ્ટિ લઇને નાભિકુળકરના ખોળામાં બેઠેલા પ્રભુ પાસે આવીને ઉભા રહ્યા, ઇક્ષુયષ્ટિ દેખી હર્ષિત બદનવાળા પ્રભુએ પોતાનો હાથ લાંબો કર્યો, ત્યારે સ્વામીના ભાવને જાણનાર ઇન્દ્રે પ્રભુને પ્રણામ કરી ‘આપ ઇક્ષુ ખાશો?’ એમ કહી ભેટણાની પેઠે તે ઇક્ષુ-લતા સ્વામી ને અર્પ કરી. ત્યાર પછી ‘‘પ્રભુને ઇશુનો અભિલાષ થવાથી તેમનો વંશ ‘ઇક્ષ્વાકુ’ નામનો થાઓ, તથા તેમના પૂર્વજોને ઇક્ષુનો અભિલાષ થવાથી તેમનું ગોત્ર ‘કાશ્યપ’ નામ થાઓ’’. એમ કહી શક્રેન્દ્ર પ્રભુના વંશની સ્થાપના કરી. હવે બાલ્યાવસ્થાવાળા કોઇ યુગલને એટલે જોડલાને તેનાં માતા-પિતા તાડવૃક્ષ નીચે મૂકી ક્રીડા કરવાને જરા દૂર ગયાં. દેવયોગે તે તાડવૃક્ષનું મોટું ફળ તે જોડલામાંના બાળક ઉપર પડયું, તેથી તે બાળક મૃત્યુ પામ્યો. આ અકાળમરણ પ્રથમ જ થયું. હવે તે જોડલાનાં માતા-પિતા ક્રીડા કરીને તાડવૃક્ષ નીચે આવ્યા, અને જોડલામાંથી બાળકને મૃત્યુ પામેલો જાણી બાલિકાને ત્યાંથી લઇ જઇ ઉછેરવા લાગ્યા, અને તેણીનું નામ સુનંદા પાડયું. થોડા દિવસે સુનંદાનાં માતા-પિતા મરણ પામ્યાં, ત્યારે વનદેવી પેઠે ઉત્કૃષ્ટ સ્વરૂપવતી સુનંદા વનમાં એકલી ભમવા લાગી. તે સુન્દર સ્ત્રીને જોઇ યુગલિયાઓ તેણીને નાભિકુળકર પાસે લાવ્યા. નાભિરાજાએ પણ ‘આ સુનંદા નામની મનોહર કન્યા ઋષભદેવની પત્ની થશે' એમ લોકોને જણાવી તેણીને પોતાની પાસે રાખી. હવે સુનંદા અને રસુમંગળાની વૃદ્ધિ પામતા પ્રભુ યૌવનવય પામ્યા, તે વખતે “પ્રથમ તીર્થંકરનો વિવાહ કરવો એ અમારો આચાર તે છે’’ એમ વિચારી કરોડો દેવ-દેવીઓથી પરિવરેલો ઇન્દ્ર પ્રભુ પાસે આવ્યો, અને વિવાહ આરંભ્યો. પ્રભુનું વર સંબંધી કાર્ય ઇન્દ્રે પોતે તથા દેવોએ કર્યું, અને બન્ને કન્યાનું વધુ સંબંધી કાર્ય દેવીએ કર્યું. ત્યાર પછી તે બન્ને સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતા પ્રભુને છ લાખ પૂર્વ વ્યતીત થયાં. ત્યારે સુમંગળાએ ભરત અને બ્રાહ્મીરૂપ યુગલને જન્મ આપ્યો, તથા સુનંદાએ બાહુબલિ અને સુન્દરીરૂપ યુગલને જન્મ આપ્યો. ત્યાર પછી સુમંગળાએ અનુક્રમે ઓગણપચાસ પુત્રયુગલને જન્મ આપ્યો. ૨૦૯. अरहा कोसलिए कासवगुत्ते णं, तस्स णं पंच नामधिज्जा एवमाहिज्जन्ति तं जहा - उस इ વા, પઢમરાયા રૂ વા, પદ્મમમિવમ્હાયરે રૂ વા, પઢખિળે રૂ વા, તિર્થંરે રૂ વા | ૭૬ ૬૨૫ ૨૧૦|| || (સમે નં રહા ગેસલિ વ્યાસવગુપ્તે નં) અર્હન્ કૌશલિક શ્રીૠષભદેવ કાશ્યપગોત્રના હતા. (તસ્સ નં પંચ નામધિનાવમાહિłન્તિ ) તેમનાં પાંચ નામ થયાં છે, (તંજ્ઞા-) તે આ પ્રમાણે- (સમેડ્વા,) ઋષભદેવ૧, ( પમરાયા : વા) પ્રથમ રાજા ૨, (પઢમમિવવારે : વા) પ્રથમ ભિક્ષાચર ૩, (પઢમનિને હૈં વા) પ્રથમ જિન ૪, (તિ ંગે રૂ વા) અને પ્રથમ તીર્થંકર ૫. શ્રીૠષભદેવ પ્રભુ પ્રથમ રાજા કહેવાયા તે આ પ્રમાણે પહેલાં યુગલિયાઓ ઘણા જ સરળ હતા, તેથી તેઓમાં વિવાદ થતો નહિ. પણ કાળના પ્રભાવથી તેઓમાં અનુક્રમે કષાય વધવા લાગ્યો, અને તેઓ પરસ્પર વિવાદ કરવા લાગ્યા. તેથી વિમલ વાહન નામના પહેલા કુળકર ૧. છોકરો અને કન્યાને. પ્રભુ જન્મ્યા ત્યાં સુધી યુગલિક પ્રવૃત્તિ હોવાથી સુમંગળાનો જન્મ પણ પ્રભુ સાથે થયો હતો. $**$216 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy