SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અક્રમમwઅઅઅઅઅઅઅવqનૂન અઅઅઅઅઅઅઅઅઅઅ; સ્વપ્ન સિંહ દેખ્યો હતો. મરુદેવા તે ચૌદ સ્વપ્ન દેખીને જાગ્યાં, (નામિત્તાન સાહેડ઼) નાભિકુળકરને તે સ્વપ્ન કહી સંભળાવ્યાં. (સુવિણપાત નત્વિ) તે વખતે સ્વપ્ન પાઠક નહોતા, (નામિપુત્રાનો સવમેવ વારે) તેવા નાભિકુળકર પોતે જ સ્વપ્નોનાં ફળ કહે છે. ૨૦૭. तेणं कालेणं तेणं समएणं उसभेणं अरहा कोसलिए जे से गिम्हाणं पढमे मासे, पढमे पक्खे-चित्तबहुले, तस्सणं चित्तबहुलस्स अट्ठमी पक्खेणं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं जाव आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएमं आरोग्गा आरोग्गं दारयं पयाया ॥७।६०। २०८॥ ( તે ને તેvi Pr) તે કાળે અને તે સમયે (સેમેરતોતિ) અહંન્કૌશલિક શ્રીષભદેવ જન્મ્યા. મરુદેવા માતાએ પ્રભુને ક્યારે જન્મ આપ્યો? તે કહે છે- (ને તે પવને માણે) જે આ ગ્રીષ્મકાળને પહેલો માસ (પઢને પૂવવે-વિરવહુને) પહેલું પખવાડિયું, એટલે (ત | વિતકુતરૂ અઠ્ઠમી પર્વે નં) ચૈત્ર માસના કૃષ્ણ પખવાડિયાની 'આઠમની તિથિને વિષે (નવUÉ માસા વડપુOUTUr) નવ માસ બરાબર સંપૂર્ણ થઈ (મહદમા રાલિયા ) ઉપર સાડા સાત દિવસ ગયા બાદ (ગ્રીવ સાહહિં નવરવત્તi ગોગમુવાdi) યાવતુ-મધ્યરાત્રિને વિષે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (કારો) આરોગ્યવાળી એટલે જરા પણ પીડારહિત એવાં તે મરુદેવા માતાએ (કારોનું વારંપવાવા) આરોગ્ય એટલે અબાધારહિત એવા પુત્રનો જન્મ આપ્યો. ૨૦૮. ___ तं चेव सव्वं जाव देवा देवीओ य वसुहारवासं वासिंसु। सेसं तहेव चारगसोहण-माणुम्माणवड्ढणउस्सुक्कमाइय-ठिइवडिय-जूयवनं सव्वं भाणियव् ॥ ७।६१। २०९॥ (તં વેવસલ્વ) અહીં તે જ પ્રમાણે સર્વ કહેવું. એટલે શ્રી ઋષભદેવ પ્રભુનો જન્મ છતાં છપ્પન દિક્કુમારીઓનું આવવું, ચોસઠ ઇન્દ્રોએ મળી પ્રભુનો જન્માભિષેક કરવો, વિગેરે બધું શ્રી મહાવીર પ્રભુની પેઠે સમજવું. (નાવવા તેવીઝો વસુKIRવારં વાજિંતુ) યાવત્ દેવોએ અને દેવીઓએ વસુધારાની વૃષ્ટિ કરી. (સેસં તહેવાર નોઠTમાણુમ્માણવ૮UJસુવાવ- ઠિડા-કૂવવવં સવ્વ માવળં) વળી કેદખાનાની શુદ્ધિ કરવી, એટલે કેદખાનામાંથી કેદીઓને મુક્ત કરવા, માન-ઉન્માનની વૃદ્ધિ કરવી-માપનો વધારો કરવો, જગાત માફ કરવી વિગેરે કાર્યો કરવાં; કુળમર્યાદા પાળવી, તથા ધોંસરા ઉંચા કરાવવા, એટલે ખેડવું, ગાડી હાંકવી, પ્રમુખ આરંભનાં કાર્યો બંધ રખાવવાં ઇત્યાદિ અધિકાર છોડી દઈને બાકીનું બધું તે જ પ્રમાણે કહેવું, એટલે શ્રી મહાવીરનાં સંબંધમાં આવેલા પાઠ મુજબ સમજવું. દેવલોકથી ચ્યવી મરુદેવાની કુખથી જન્મેલા શ્રી ઋષભદેવ પ્રભુ અદ્ભુત સ્વરૂપવાળા હતા. અનેક દેવ-દેવીઓથી પરિવરેલા અને સકળ ગુણો વડે તે યુગલિક મનુષ્યોથી પરમ ઉત્કૃષ્ટ એવા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં પ્રભુને જયારે આહારની અભિલાષા થતી ત્યારે દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગૂઠાને પ્રભુ મુખમાં નાખતા, એવી રીતે બીજા તીર્થકરો પણ બાલ્યાવસ્થામાં આહારની અભિલાષા થતાં દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગૂઠાને પોતાના મુખમાં નાખે છે, અને બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેઓ અગ્નિથી પકાવેલા આહારનું ભોજન કરે છે; પણ શ્રી ઋષભદેવે તો દીક્ષા લીધી ત્યાં સુધી દેવોએ આણેલા ઉત્તરકુરુક્ષેત્રનાં કલ્પવૃક્ષનાં ફળોનું ભોજન કર્યું હતું. ૧. ગુજરાતી- ફાગણ વદ આઠમની તિથિને વિષે. ૨. કેમકે તે વખતે કેદખાનું, વ્યાપાર પ્રવૃત્તિ વિગેરે નહોતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy