SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પણ મારી પ્રિયતમાનો વિરહ દુસ્સહ છે.' ત્યારે હરણી શ્રીનેમિનાથનું મુખ જોઇ હરણ પ્રત્યે બોલી કે "एसो पसन्नवयणो, तिहुअणसामी अकारणो बंधु। ता विष्णक्सु वल्लह!, रक्खत्थं सव्वजीवाणं॥२॥" “પ્રસન્ન મુખવાળા આ તો ત્રણ ભુવનના સ્વામી છે, નિષ્કારણ બંધુ છે, માટે હે વલ્લભ! સર્વ જીવોનું રક્ષણ કરવાને તેમને વિનંતી કરો” ૨. આ પ્રમાણે પત્નીએ વરેલો હરણ પ્રભુને કહેવા લાગ્યો કે निझरणनीरपाणं, अरण्णतणभक्खणं च वणवासो।अम्हाण निरवराहाण, जीवियं रक्ख रक्ख पहो! ॥३॥ “હે સ્વામી! અમે ઝરણાનાં જળનું પાન કરીએ છીએ, જંગલના ઘાસનું ભક્ષણ કરીએ છીએ, અને વનમાં નિવાસ કરીએ છીએ, આવા નિરપરાધી એવા અમારા જીવિતનું હે પ્રભુ! રક્ષણ કરો, રક્ષણ કરો. ૩.” એવી રીતે બધાં પશુઓએ પોતપોતાની ભાષા વડે પ્રભુને વિનંતી કરી, ત્યારે પ્રભુએ પશુ રક્ષકોને કહ્યું કેપશુરક્ષકો! આ પશુઓને મુક્ત કરો, મુક્ત કરો, હું વિવાહ કરીશ નહિ. પ્રભુની આજ્ઞાથી પશુરક્ષકોએ પશુઓને મુક્ત કર્યા અને સારથિએ પ્રભુનો રથ પાછો ફેરવ્યો. અહીં કવિ ઘટના કરે છે હેરિ: નિયો, વિરદે રામસીતો. જેને રામતીયા, ર૬: સત્યમેવ સ: ? ” “જે કુરંગ (હરણ) ચન્દ્રના કલંકને વિષે, રામ અને સીતાના વિરહને વિષે, અને શ્રીનેમિનાથને રાજીમતીના ત્યાગને વિષે હેતુભૂત થયો, તે કુરંગ એટલે ખોટો રંગ કરનાર એ સત્ય જ છે.૧.” આ વખતે નેમિકુમારને પાછા વળતા જોઇ સમુદ્રવિજય, શિવાદેવી પ્રમુખ સ્વજનોએ તુરત રથને જતો અટકાવ્યો, અને શિવાદેવી માતા આંખમાં આંસુ લાવી કહેવા લાગ્યાં કે-“હે જનનીવલ્લભ વત્સ! હું પ્રાર્થના કરું છું કે તું કોઇ રીતે વિવાહ કરી મને વહુનું મુખ દેખાડ, હે પુત્ર! મારી લાંબા વખતની ઇચ્છા પૂરી કર. ત્યારે નેમિકુમાર બોલ્યા કે- “હે માતાજી! તમે આગ્રહ મૂકી દ્યો, મારું મન મનુષ્યસંબંધી સ્ત્રીઓને વિષે નથી, પણ મુક્તિરૂપી સ્ત્રીનો સંગમ કરવાને ઉત્કંઠાવાળું અને આસક્ત થયેલું છે; કેમકે જે સ્ત્રીઓ રાગીને વિષે પણ રાગરહિત છે તે સ્ત્રીઓને કોણ રોવે? પણ મુક્તિરૂપી સ્ત્રી કે જે વિરાગીને વિષે રાગવાળી છે તેની હું ઇચ્છા કરું છું.” આ ખબર સાંભળી રાજીમતી ‘હા દેવ! આ શું થયું? એમ કહી વૃક્ષ ખેંચાતા વેલડીની જેમ મૂચ્છ પામી પૃથ્વી પર ઢળી પડી. તત્કાળ ભય પામેલી સખીઓ શીતળ જળથી સિંચન કરવા લાગી, પંખાથી પવન વીંઝવા લાગી, અને ચંદનરસથી વિલેપન કરવા લાગી, તેથી મહામુશ્કેલીએ રાજીમતી શુદ્ધિમાં આવીને બેઠી થઇ, અને નેત્રમાંથી ચોધારા અશ્રુ વરસાવતી મોટા સ્વરે વિલાપ કરવા લાગી કે-“હે યાદવકુળમાં સૂર્યસમાન! હે નિરૂપમ જ્ઞાની! હે જગતના શરણરૂપ! હે કરુણાનિધિ સ્વામી! મને અહીં છોડીને આપ ક્યાં ચાલ્યા! હે નાથ! જો આપના જેવા ટેકીલા મહાશયો પણ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કરશે, તો જરૂર સમુદ્ર પણ મર્યાદા મૂકી દેશે. વળી પોતાના હૃદયને કહેવા લાગી કે-“અરે ધીટ, કઠોર અને નિર્લજ્જ હૃદય! જયારે આપણા સ્વામી અન્યત્ર રામવાળા થયા છે, ત્યારે હજુ પણ તું જીવિતને કેમ ધારણ કરે છે? વળી નિસાસા મૂકતી રાજીમતી પોતાના સ્વામીને ઉપાલંભ સહિત કહેવા લાગી કે- હે ધૂર્ત! સમગ્ર સિદ્ધોએ ભોગવેલી મુક્તિરૂપી ગણિકામાં જો તમે આસક્ત હતા, તો પછી આવી રીતના વિવાહના આરંભથી તમે મને શા માટે વિડંબના કરી?, રાજમતીનો આવો હૃદયભેદક વિલાપ સાંભળી સખીઓ રોષ સહિત બોલી કે“હે સખી! લોકપ્રસિદ્ધ એક વાત છે તે સાંભળજે. શ્યામ હોય છે તે ભાગ્યે જ સરળ હોય છે, કદાપિ કોઇ શ્યામ સરળ હોય તો સમજવું કે વિધાતાએ ભૂલથી તેને સરળ કર્યો હોય છે, બાકી મોટે ભાગે શામળા વજ જ હોય છે. હે પ્રિય સખિ! આવા પ્રીતિરહિતને વિષે તમે પ્રેમ ભાવ કેમ કરો છો? તમારે તેની સાથે શો સંબંધ છે? સ્નેહ વગરના Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy