________________
२१४४ श्रीकल्पसूत्रम्
પ્રાર થઇને આવ્યો છે? જે વિધાતાએ સૌભાગ્ય પ્રમુખ ગુણોથી ભરેલા આવા અનુપમ વરને બનાવ્યો છે, તે વિધાતાના હાથનું હું હર્ષથી લૂંછણું કરું છું. આવી રીતે નેમિકુમા૨ સામે એકીટસે જોઇ રહેલી રાજીમતીનો અભિપ્રાય જાણી મૃગલોચનાએ પ્રીતિપૂર્વક હાસ્યથી ચન્દ્રાનનાને કહ્યું કે-‘‘સખી ચન્દ્રાનના! જો કે આ વર સમગ્ર ગુણોથી સંપૂર્ણ છે, છતાં તેમાં એક દૂષણ તો છે જ, પણ વરની અર્ધી એવી રાજીમતી સાંભળતાં તે કહી શકાય નહિ. ત્યારે ચન્દ્રાનના બોલી કે-‘સખી મૃગલોચના! મેં પણ તે જાણ્યું છે પરંતુ અત્યારે તો મૌન જ રહેવું ઉચિત છે'. આવી રીતે પોતાની જ ઉ૫૨ હાંસી કરતી સખીઓની વાતચીત સાંભળી રાજીમતી લજ્જાએ કરીને પોતાનું મધ્યસ્થપણું દેખાડતી બોલી કે-‘‘હે સખીઓ! જગતમાં અદ્ભુત ભાગ્ય-સૌભાગ્ય વડે ધન્ય એવી કોઇ પણ કન્યાનો આ ભર્તાર હો, પરંતુ સમગ્ર ગુણો વડે સુંદર એવા આ વરમાં પણ દૂષણ કાઢવું એ તો દૂધમાંથી પોરા કાઢવા જેવું અસંભવત જ છે. જેમ ક્ષીરસમુદ્રમાં ખારાશ, કલ્પવૃક્ષમાં કંજૂસાઇ, ચંદનવૃક્ષમાં દુર્ગંધી, સૂર્યમાં અંધકાર, સુવર્ણમાં શ્યામતા, લક્ષ્મીમાં દારિદ્રય, અને સરસ્વતીમાં મૂર્ખતા કદાપિ સંભવે નહિ, તેમ આ અનુપમ વરરાજામાં એક પણ દૂષણ સંભવતું જ નથી’’. તે સાંભળી બન્ને સખીઓ વિનોદપૂર્વક બોલી કે-‘હે રાજીમતી! પ્રથમ તો વર ગૌ૨વર્ણવાળો જોવાય, બીજા ગુણો તો પરિચય થયા પછી જણાય, પણ આ વરમાં તો તે ગૌ૨૫ણું કાજળના રંગ જેવું દેખાય છે!’’. તે સાંભળી રાજીમતી બન્ને સખીઓ પ્રત્યે ઈર્ષ્યા સહિત બોલી કે સખીઓ! મને આજ સુધી ભ્રમ હતો કે તમે મહાચતુર અને ડહાપણવાળી છો, પણ મારો તે ભ્રમ અત્યારે ભાંગી ગયો છે, કેમકે સકળ ગુણનું કારણ જે શ્યામપણું ભૂષણરૂપ છે, છતાં તે શ્યામપણાને તમે દૂષણ રૂપે જણાવો છો. હવે તમે સાવધાન થઇને સાંભળો, શ્યામપણામાં અને શ્યામ વસ્તુનો આશ્રય કરવામાં ગુણ રહેલા છે, તથા કેવળ ગૌ૨પણામાં તો દોષ રહેલા છે, કેમકે- ભૂમિ, ચિત્રવેલી, અગર, કસ્તૂરી, મેઘ, આંખની કીકી, કેશ, કસોટી, મશી અને રાત્રિ, એ સર્વે વસ્તુ શ્યામ રંગની છે, પણ મહા ફળવાળી છે, એ શ્યામપણામાં ગુણ કહ્યા. નેત્રમાં કીકી, કપૂરમાં અંગારો, ચન્દ્રમાં ચિહ્ન, ભોજનમાં મરી, અને ચિત્રામાં રેખા; એ સર્વે કીકી પ્રમુખ શ્યામ પદાર્થો નેત્રાદિ પદાર્થોને ગુણના હેતુભૂત છે, એ શ્યામ વસ્તુઓના આશ્રયમાં ગુણ કહ્યા. વળી લવણ ખારું છે, હિમ દહન કરે છે, અતિ સફેદ શરીરવાળો રોગી હોય છે, અને ચૂનો પરવશ ગુણોવાળો છે, એ કેવળ ગૌરપણામાં અવગુણ કહ્યા’’.
આવી રીતે તેઓ પરસ્પર વાર્તાલાપ કરી રહી હતી, તેવામાં શ્રીનેમિકુમારે પશુઓને આર્તસ્વર સાંભળી આક્ષેપપૂર્વક સારથિને પૂછ્યું કે-‘સારથી! આ દારુણ સ્વર કોનો સંભળાય છે?’’. સારથિએ કહ્યું કે- ‘હે સ્વામી? આપના વિવાહમાં ભોજન માટે એકઠા કરેલા પશુઓનો આસ્વર છે'. સારથિના આવાં વચન સાંભળી પ્રભુ વિચારવા લાગ્યા કે–‘અરે! વિવાહોત્સવને ધિક્કાર છે, જેમાં આ જીવો મરણભયથી શોકગ્રસ્ત છે'. એટલામાં ‘હે સખીઓ! મારું જમણું નેત્ર કેમ ફ૨કે છે?” એ પ્રમાણે બોલતી અને મનમાં સંતાપ થવાથી નેત્રમાંથી અશ્રુ વરસાવતી રાજીમતીને સખીઓઓ કહેવા લાગી કે-‘બહેન! પાપ શાંત થાઓ, અમંગળ હણાઓ, અને બધી કુળદેવીઓ તારું કલ્યાણ કરો’એમ કહીને તે સખીઓ થુથુકાર કરવા લાગી. તે વખતે શ્રીનેમિકુમાર પ્રભુએ સારથિને કહ્યું કે-‘તું અહીંથી રથને પાછો ફે૨વ’. આ વખતે શ્રીનેમિનાથ પ્રભુને જોતો એક હરણ પોતાની ગરદનથી હરણીની ગરદન ઢાંકીને ઉભો હતો. અહીં કવિ ઘટના કરે છે, કે પ્રભુને જોઇને હરણ કહેવા લાગ્યો કે
‘“મા પરતુ મા પડ્યુ, થં મદ્દ યિવહારિન્જિં જ્ઞરિનિંગ સામી! અન્હેં મરળા વિ, ગુસ્સો પિયતાવિરહો ।। ૧ ।’ ‘હે સ્વામી! મારા હૃદયને હરનારી આ મારી હરણીને મારતા નહિ, મારતા નહિ, કેમકે મારા મરણ કરતાં
199
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org