SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ * અકસ્મ***( જીવટખૂણમ મકર * * આવ્યા, ત્યાં શ્રીનેમિકુમારને દેખી આશ્ચર્ય પામ્યા. પછી પોતાની ભુજાના બળની તુલના કરવા માટે કૃષ્ણ નેમિકુમારને કહ્યું કે- “હેબંધુ! આપણે બળની પરીક્ષા કરીએ'. નેમિકુમારે તેમ કરવા સ્વીકાર્યું, એટલે કૃષ્ણ નેમિકુમાર સાથે મલ્લના અખાડામાં આવ્યા. પ્રકૃતિથી દયાળુ એવાનેમિકુમારે વિચાર્યું કે- “જો છાતીથી ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ તો તેના શા હાલ થશે, તેથી જેવી રીતે તેને અનર્થ ન થાય, અને મારી ભુજાના બળને જાણે, તેવી રીતે કરવું યોગ્ય છે”. આ પ્રમાણે વિચાર કરી નેમિકુમારે કૃષ્ણને કહ્યું કે-“હે બંધુ! વારંવાર પૃથ્વી પર આળોટવા વિગેરેથી જે યુદ્ધ કરવું તે તો સાધારણ માણસનું કામ છે, માટે બળની પરીક્ષા માટે પરસ્પર ભુજાના નમાવવા વડેજ આપણું યુદ્ધ થવું જોઇએ”. કૃષ્ણ તે વાત સ્વીકારીને તુરત પોતાની ભુજા લાંબી કરી. કૃષ્ણ લાંબા કરેલા બાહુને નેમિકુમારે તો નેતરની લતાની પેઠે અથવા કમળના નાળવાની પેઠે લીલામાત્રમાં તુરત વાળી નાખ્યો. પછી નેમિકુમારે પોતાની વામજા ધરી રાખી. __"शाखानिभे नेमिजिनस्य बाहौ, ततः स शाखामृगवद् विलग्नः । चक्रे निजं नाम हरियथार्थम्, उद्यद्विषादद्विगुणाऽसितास्यः ॥१॥" તે વખતે કૃષ્ણતો વૃક્ષની શાખા જેવા નેમિનાથના બાહુને વિષે વાંદરાની પેઠે લટકી રહ્યા, તેથી ઉત્પન્ન થતા ખેદને લીધે બમણા કાળા થયેલા મુખવાળા હરિએ (કૃષ્ણ) પોતાનું હરિ (વાંદરો) યથાર્થ કર્યું .૧. કૃષ્ણ પોતાનું બળ ઘણી રીતે અજમાવ્યું, છતાં પ્રભુના ભુજાદંડને જરા પણ નમાવી શક્યા નહિ. છેવટે પ્રભુનો બાહુતંભ છોડી પોતાનું વિલખાપણું ઢાંકી દેતા કૃષ્ણ નેમિકુમારને આલિંગન દઈ આ પ્રમાણે બોલ્યા કે-‘પ્રિયબંધુ! જેમ બલભદ્ર મારા બળથી જગતને તૃણ સમાન માને છે, તેમ હું તમારા બળથી જગતને તૃણ સમાન ગણું છું.' એ પ્રમાણે કહી નેમિકુમારને વિસર્જન કર્યા. પછી ખિન્ન થયેલા ચિત્તવાળા કૃષ્ણ ચિંતાતુર બની વિચારવા લાગ્યા કેઆ મહાબલિષ્ઠ નેમિકુમાર મારા રાજ્યને લીલામાત્રમાં લઈ લેશે. ઘણાં કષ્ટો વેઠી મેળવેળા મારા રાજ્યનો ભોક્તા તો એ જ થશે. સ્થળબુદ્ધિવાળા (મૂર્ખ) કેવળ કષ્ટના ભાગી થાય છે, પણ ફળ તો બુદ્ધિમાન મેળવે છે, જુઓ, દાંત મુશ્કેલીથી ચૂર્ણ કરે છે, અને જિલ્લા ક્ષણવારમાં ગળી જાય છે”. ત્યાર પછી કૃષ્ણ બલભદ્ર સાથે વિચારવા લાગ્યા કે- હું વાસુદેવ હોવા છતાં વૃક્ષની શાખા સાથે લટકતા પંખીની પેઠે નેમિકુમારની ભુજા સાથે લટકી રહ્યો!, આવા મહાબલિષ્ઠ નેમિકુમાર આપણું રાજ્ય લઈ લેશે, માટે હવે શું કરવું?” આ પ્રમાણે વિચાર કરે છે, તેવામાં આકાશમાં દેવવાણી થઈ કે- હે હરિ! પૂર્વે શ્રી નેમિનાથ તીર્થકરે કહ્યું હતું કે, નેમિનાથ નામના બાવીસમાં તીર્થકરકુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે.” આવી દેવવાણી સાંભળી કૃષ્ણ નિશ્ચિત થયા, છતાં નિશ્ચય માટે એક વખતે અંતઃપુરથી પરિવરેલા કૃષ્ણ નેમિકુમાર સાથે જળક્રીડા કરવા રૈવતાચલના ઉદ્યાનમાં ગયા. ત્યાં કૃષ્ણ પ્રેમથી પ્રભુને હાથે ઝાલી સરોવરની અંદર પ્રવેશ કરાવ્યો, અને સુવર્ણની પિચકારીમાં કેસરમિશ્રિત જળ ભરી તે વડે પ્રભુને સિંચવા લાગ્યા. વળી કૃષ્ણ રુક્મિણી પ્રમુખ ગોપીઓને પણ કહી રાખ્યું હતું કે તમારે નેમિકુમાર સાથે નિઃશંકપણે ક્રીડા કરવી, અને કોઈ પણ રીતે વિવાહની ઇચ્છાવાળા કરવા'. આ પ્રમાણે પોતાના પતિની આજ્ઞાથી તે ગોપાઓ પણ પ્રભુ સાથે સાથે ક્રીડા કરવા લાગી. તેઓમાં સ્ત્રી કેટલીક સ્ત્રીઓ પ્રભુ ઉપર કેસરમિશ્રિત સુગંધી જળ છાંટવા લાગી, કેટલીક સ્ત્રીઓ પુષ્પોના દડાઓથી પ્રભુને વક્ષસ્થલમાં મારવી લાગી, કેટલીક સ્ત્રીઓ હૃદયભેદી તીણ કટાક્ષબાણ ફેંકવા લાગી, અને કામકળાના વિલાસમાં ચતુર એવી કેટલીક સ્ત્રીઓ મશ્કરી વડે વિસ્મય પમાડવા લાગી. પછી તો તે બધી સ્ત્રીઓ એકઠી મળી પ્રભુને વ્યાકુળ કરવા માટે સુવર્ણાદિની પિચકારીઓમાં સુગંધી જળ ખૂબ છાંટવા લાગી, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy