SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ************(શ્રીવણરૂખૂણKOઅ******* ૨મ્મતમાં તન્મય બની ગયેલી સતત પરસ્પર હસવા લાગી. એટલામાં આકશામાં દેવવાણી થઇ કે- “સ્ત્રીઓ! તમે ભોળી છો, કેમકે આ પ્રભુ તો બાળપણામાં પણ ચોસઠ ઇન્દ્રોએ મળી યોજનપ્રમાણ પહોળા મુખવાળા મોટા હજારો કળશોથી મેરુપર્વત પર અભિષેક કર્યો હતો, તો પણ તે પ્રભુ જરા પણ વ્યાકુળ થયા નહોતા, તો પછી તમે અતિશય મહેનત કરવા છતાં તે પ્રભુને વ્યાકુળ કેમ કરી શકશો??” પછી શ્રીનેમિકુમાર પણ કૃષ્ણને તથા તે સર્વ ગોપીઓને જળ છાંટવા લાગ્યા અને કમળપુષ્પોના દડાઓ વડે મારવા લાગ્યા. એવી રીતે વિસ્તારપૂર્વક જળક્રીડા કરી રહ્યા બાદ સરોવરને કાંઠે આવી શ્રીનેમિકુમારને સુવર્ણના સિંહાસન પર બેસાડી બધી ગોપીઓ ચારે તરફ વીંટળાઈને ઉભી રહી. તેઓમાં રુક્મિણી બોલી કે-“નેમિકુમાર! અત્યંત સમર્થ એવા તમારા ભાઈ તો બત્રીસ હજાર સ્ત્રીઓ પરણેલા પ્રસિદ્ધ છે, છતાં તમે આજીવિકા ચલાવવના ભયથી ડરીને કાયર બની એક પણ કન્યાને પરણતા નથી તે અયુક્ત છે! હે દિયર! જો સ્ત્રીનું ભરણ-પોષણ તમારાથી નહિ થાય, તો જેમ તમારા ભાઈ પોતાની બત્રીસ હજાર સ્ત્રીઓનું ભરણ-પોષણ કરે છે; તેમ તમારી સ્ત્રીનું પણ ભરણ-પોષણ જરૂર કરશે, તેની ચિંતા કરશો નહિ.” ત્યારપછી સત્યભામા બોલી કે-“ઋષભદેવ વિગેરે તીર્થકરોએ વિવાહ કર્યો હતો, રાજ્ય અમલ ચલાવ્યો હતો, વિષયો ભોગવ્યા હતા, તેમને ઘણા પુત્રો પણ થયા હતા, અને તેઓ છેવટે મોક્ષે પણ ગયા છે, પણ તમે તો આજ કોઈ નવા મોક્ષગામી થયા છો? હે અરિષ્ટનેમિ!! ખૂબ વિચાર કરો, હે દિયર! મનોહર ગૃહસ્થપણાને જાણો, અને લગ્ન કરી બાંધવોનાં મનને સ્વસ્થ કરો. તમે યોગ્ય સમયે ઇચ્છાનુસાર ખુશીથી બ્રહ્મચર્ય પાળજો, પણ અત્યારે અપ્રતિમ રૂપલાવણ્યથી ખીલી ઉઠેલા આ તમારા નવયૌવનાને અરણ્યના પુષ્પની જેમ નિષ્ફળ ન ગુમાવો”. જાંબવતીએ કહ્યું-“હે કુમાર! સાંભળો, અને અમારા કથનને ધ્યાનમાં લ્યો. પહેલા તમારા જ વંશમાં વિભૂષણ સમાન એવા મુનિસુવ્રત નામના તીર્થંકર થઈ ગયા છે, તેઓ પણ ગૃહસ્થાવાસમાં રહી પુત્ર ઉત્પન્ન થયા પછી મોક્ષ ગયા છે. માટે હે દિયર! તમે પણ વિવાહ કરો, અને ગૃહસ્થવાસ ભોગવ્યા પછી ઇચ્છા મુજબ કરજો.” પદ્માવતીએ કહ્યું કે “ખરેખર આ જગતમાં સ્ત્રી વગરની પુરુષની કાંઈ શોભા નથી, અરે! વાંઢા પુરુષનો કોઈ વિશ્વાસ પણ કરતું નથી, સ્ત્રી વિનાનો પુરુષ ધૂર્ત ગણાય છે; માટે હે દિયર! કાંઈ સમજો, અને લગ્ન કરવાની અનુમતિ આપો”. ગાંધારી બોલી કે –“હે કુમાર!ઘેર પધારેલાં સગાં-સંબંધીઓની પરોણાગત, ઉત્તમ માણસોનો મેળાવડો, પર્વના ઉત્સવના ઘરનું કામકાજ, વિવાહનાં કૃત્યો, ઉજેણી, પોંખણું અને સભા વિગેરે સ્ત્રી વગરનાં શોભતાં નથી.” ગૌરીએ કહ્યું કે-“અરે! અજ્ઞાની પંખીઓ પણ આખો દિવસ પૃથ્વી પર ભટકીને સાયંકાળે માળામાં પોતપોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક રહે છે. તે દિયર! શું તમે તે પંખીઓ કરતાં પણ મૂઢ દૃષ્ટિવાળા છો કે જેથી એક પણ સ્ત્રી અંગીકાર કરતા નથી?” - લક્ષ્મણા બોલી કે-“સર્વ અંગે સ્નાનાદિ શોભા કરવામાં વિચક્ષણ, પ્રેમરસથી મનોહર, વિશ્વાસનું પાત્ર, અને દુઃખમાં સહાય કરનાર એવું પ્રિયા વિના બીજું કોણ છે?”. સુસીમાએ કહ્યું કે- ઘેર પધારેલા પરોણાઓ અને મુનિરાજોની સેવા-ભક્તિ સ્ત્રી વિના બીજું કોણ કરે? અને સ્ત્રી વગરનો પુરુષ શોભા પણ શી રીતે પામે? માટે હે દિયર! સમજો, અને પરણીને ગૃહસ્થાવાસ શોભાવો”. આવી રીતેની બીજી પણ ગોપીઓની વાણીની યુક્તિઓથી અને યદુઓના આગ્રહથી મૌન રહેલા પણ પ્રભુને * * *** ***(197 * ****** *** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy