SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ કસ્ટ***(શ્રીવDqRqણન અરૂઅરજીસ્ટ आरोग्ग आरोग्गं दारयं पयाया। जम्मणं समुद्दविजयाभिलावेणं नेयव्वं जाव-तं होउणं कुमारे अचिट्ठनेमी नामेणं। अरहा अरिट्ठनेमी दक्खे जाव तिण्णि वाससयाइं कुमारे अगारवासमज्झे वसित्ता णं पुणरवि लोअंतिएहिं जीअकप्पिएहिं देवेहिं तं चेव सव्वं भाणियव्वं जाव-दाणं दाइयाणं परिभाइत्ता ॥७।२४।१७२॥ (તેvi jને તેí સમi) તે કાળે અને તે સમયે (બ81 દેિનમી) અર્ધનું શ્રીઅરિષ્ટનેમિ જન્મ્યા. શિવાદેવી માતાએ પ્રભુને કયારે જન્મ આપ્યો? તે કહે છે- (વીમા પઢને મારે) જે આ વર્ષાકાળનો પહેલો માસ, (તુવેપવરવે-સાવUળતુવે) બીજું પખવાડિયું, એટલે (તdiાવળમુખ્યપંઘમીપવરવે ) શ્રાવણમાસના શુક્લ પખવાડિયાની પાંચમની રાત્રિને વિષે (નવUÉ માસામાં વહુપડિqUUIT) નવ માસ બરાબર સંપૂર્ણ થતાં (નાવ-) યાવત્ અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં (વિજ્ઞાäિ નવવરેનોનમુવા IPUT) ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (બાર) આરોગ્યવાળા એટલે જરા પણ પીડારહિત એવાં તે શિવાદેવીએ (બારોni Rાં વાવ) આરોગ્ય એટલે અબાધારહિત એવા પુત્રને જન્મ આપ્યો. અહીં જન્મમહોત્સવ વિગેરે સર્વ શ્રી મહાવીર પ્રભુની પેઠે શ્રીનેમિનાથ પ્રભુના નામથી કહેવું, (ગમ્મણ સમુવિઝવમિનાવે નેવā) તથા પ્રભુનો જન્મ મહોત્સવ સમુદ્રવિજય રાજાએ કર્યો એમ જાણવું. (ગાવ-) યાવતુ-સમુદ્રવિજય રાજાએ પુત્રજન્મની ખુશાલીમાં દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુળમર્યાદા કરી, અને પુત્રજન્મને બારમે દિવસે સગાં - સંબંધી તથા જ્ઞાતિજનોને આમંત્રણ કરી ભોજન કરાવ્યું. ત્યાર બાદ સમુદ્રવિજય રાજાએ સગાં-સંબંધી તથા જ્ઞાતિજનોને કહ્યું કે- “દેવાનુપ્રિયો! અમારો આ બાળક ગર્ભમાં હતો ત્યારે તેની માતાએ સ્વપ્નમાં રિષ્ટ રત્નમય નેમિ દેખી હતી, (તે હોડ [ રે રષ્ટનેમી નામેvi) તેથી અમારો આ કુમાર વડે અરિષ્ટનેમિહો, એટલે અમારા આ કુમારનું નામ અરિષ્ટનેમિ પાડીએ છીએ”. શ્રી અરિષ્ટનેમિ પ્રભુ પરણ્યા નથી, તેથી કુમાર કહેવાયા. પ્રભુ ન પરણ્યા તે વૃત્તાંત નીચે મુજબ હવે શ્રી નેમિકુમાર અનુક્રમે મોટા થતા યુવાવસ્થા પામ્યા, ત્યારે તેમને એક વખતે શિવાદેવી માતાએ કહ્યું કે-“હે પુત્ર! હવે તું લગ્ન કરવાની અનુમતિ આપ, અને અમારા મનોરથને પૂરો કર'. પ્રભુએ માતાને પ્રત્યુત્તર આપ્યો કે- “માતાજી! યોગ્ય કન્યા પ્રાપ્ત થતાં પરણીશ'. વૈરાગ્યસરથી ભીંજાયેલા અંત:કરણવાળા શ્રીનેમિકુમાર કૌતુક રહિત હતા; છતાં એક વખતે મિત્રો વડે ઘેરાયેલા પ્રભુ ક્રીડા કરતા કૃષ્ણવાસુદેવની આયુધશાળામાં ગયા. ત્યાં કૌતુક દેખવાને ઉત્સુક થયેલા મિત્રોની વિનંતિથી શ્રીનેમિકુમારે કૃષ્ણના ચક્રને આંગળીના અગ્રભાગ ઉપર કુંભારના ચાકડાની પેઠે ફેરવ્યું. શા ધનુષ્યને કમળના નાળચાની પેઠે નમાવ્યું, કૌમુદિકી નામની ગદાને લાકડીની પેઠે ઉપાડી પોતાના ખભા ઉપર રાખી, અને પાંચજન્મય શંખને પોતાના મુખ પર ધરી પૂર્યો- વગાડ્યો. તે વખતે શ્રીનેમિકુમારના મુખકમળથી પ્રગટ થયેલા પવન વડે પાંચજન્ય શંખ પૂરાયો છતાં ગજેન્દ્રો બંધન સ્તંભોને ઉખેડી સાંકળો તોડી ઘરોની પંક્તિને ભાંગતા નાસવા લાગ્યા, કૃષ્ણના ઘોડાઓ બંધનો તોડી અશ્વશાળામાંથી નાસી દોડવા લાગ્યા, આખું શહેર બહેરું બની ગયું, નગરજનો ત્રાસ પામ્યા અને શસશાળાના રક્ષકો મૃત થયા હોય તેમ પડી ગયા. આવા પ્રકારનો શંખધ્વનિ સાંભળી ‘કોઈ શત્રુ ઉત્પન્ન થયો જણાય છે' એવા વિચારથી વ્યાકુળ ચિત્તવાળા કૃષ્ણ તુરત આયુધશાળામાં ૧. નેમિ એટલે ચક્રની ધાર. ૨. જેમ અમંગળના પરિવાર માટે પશ્ચિમ શબ્દની અગાડી “અ” અક્ષર મુકો ‘અપશ્ચિમ' શબ્દ પશ્ચિમ શબ્દના અર્થમાં વપરાય છે, (ગબો-વત્પ{િUI[વતિ, પત્ર ૨૨૧) તેમ રિઝ શબ્દ અમંગળવાચી હોવાથી તે અમંગળના પરિવાર માટે રિષ્ટ શબ્દની અગાડી “અ” અક્ષર વધારી પ્રભુનું ‘અરિષ્ટનેમિ' નામ પાડ્યું છે. અરિષ્ટ એટલે અશુભનો ધ્વંસ કરવામાં નેમિ એટલે ચક્રની ધાર સમાન તે અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિ પ્રભુનું બીજું નામ નેમિનાથ છે. * ***** * ***(195)* ** * ******** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy