SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ દર - ફરીવPસ્વણમક * ઉગારી નમસ્કાર મંત્ર સંભળાવી ઇન્દ્ર બનાવ્યો, અને તને પાપથી અટકાવ્યો. આવા ઉપકારી ઉપર પણ તું નિષ્કારણ શત્રુતા શા માટે ધારણ કરે છે? ત્રણ જગતને તારાવામાં સમર્થ એવા એ પ્રભુ જળથી ડૂબવાના નથી, પણ મને લાગે છે કે અગાધ ભવસાગરમાં તું જ ડૂબવાનો છે.” એ પ્રમાણે કહી ધરણેન્દ્ર મેઘમાલને ફિટકાર આપી હાંકી મૂક્યો. ધરણેન્દ્રનાં આવાં વચન સાંભળી ભયભીત બનેલો મેઘમાલી તત્કાળ સર્વ જળ સંહરી લઈ પ્રભુને શરણ કરી પ્રભુના ચરણમાં આવીને પડ્યો, અને અંજલિ જોડી પ્રભુ પાસે પોતાનો અપરાધ ખમાવી પોતાને સ્થાને ચાલ્યો ગયો. ધરણેન્દ્ર પણ નાટક વિગેરે વડે પ્રભુપૂજા કરી પ્રભુને વંદન કરી પોતાને સ્થાને ગયો. આવી રીતે દેવાદિએ કરેલા ઉપસર્ગોને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ નિર્ભયપણે સહન કર્યા. ૧૫૮. तए णं से पासे भगवं अणगारे जाए, इरियासमिए, जाव-अप्पाणं भावमाणस्स तेसीइं राइंदियाई विइक्कंताई। चउरासीइमस्स राइंदियस्स अंतरा वट्टमाणस्स जे से गिम्हाणं पढमे मासे, पढमे पक्खे चित्तबहुले, तस्सणं चित्तबहुलस्स चउत्थी पक्खेणं, पुव्वण्हकालसमयंसि धायइपायवस्स अहे. छट्टेणं भत्तेणं अपाणएणं, विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं, झाणंतरियाए वट्टमाणस्स अणंते अणुत्तरे जावकेवलवरनाण-दंसणे समुप्पन्ने, जाव-जाणमाणे पासमाणे विहरइ ॥७।११।१५९॥ | (તevi Rપાસે માગવં) આવી રીતે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ઉપસર્ગો સહન કર્યા, તેથી તે શ્રી પાર્શ્વનાથ ભગવાનું (ગરે ના,) અનગાર થયા. પ્રભુ કેવા અનગાર થયા? તે કહે છે- (વામિણ) ઈર્યાસમિતિવાળા, ઈર્યામાં એટલે હાલવાચાલવામાં કોઈ પણ જીવની વિરાધના ન થાય તેમ સમ્યક પ્રવૃત્તિવાળા-ઉપયોગવાળા, (ઝીવ-)થાવ, ભાષાસમિતિ એષણાસમિતિ વિગેરે સમિતિવાળા; મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિવાળા; વસતિ વિગેરે નવ વાડોથી યત્નપૂર્વક રક્ષણ કરાયેલા બ્રહ્મચર્યને આચરનારા; આંતરિક અને બાહ્યવૃત્તિથી શાંત, ક્રોધ, માન, માયા અને લોભરહિત કોઇ પણ પ્રકારના પ્રતિબંધરહિત; સુખ-દુઃખમાં સમાન દૃષ્ટિવાળા, અને કર્મરૂપી શત્રુનો નાશ કરવાને ઉદ્યત થયેલાં પ્રભુ વિચારે છે. આવી રીતે અનુપમ એવા જ્ઞાનદર્શન ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે (ગપ્પા માવે UTH) પોતાના આત્માને ભાવતા છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને (તેનડું વિશ$વિવંતાડું)યાશી દિવસ વીતી ગયા. (૨૩૨THIRાતિવFR) અને ચોરાશીમાં દિવસની (અંતર વેદમાગરૂ) મધ્યમાં વર્તતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને (ને સેTઋIfપને મારે) જે આ ગ્રીષ્મકાળનો પહેલો મહિનો (પઢને પવરવે વિતવહને) પહેલું પખવાડિયું, એટલે (તHMવિરવહુરૂવલ્લીપવરવે) ચૈત્રમાસના કૃષ્ણ પખવાડિયાની ચોથની તિથિને વિષે, (પુqUહાનસમવેલિ, પ્રભાતકાળ સમયે પહેલા પહોરને વિષે (વાવરૂપાવવસ છે.) ઘાતકી નામના વૃક્ષની નીચે ( મi TUMPUT) નિર્જળ એવા છઠ્ઠા તપ વડે યુક્ત થયા હતા. પ્રભુને (વિસાહiÉનQQui નામુવાણT) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (જ્ઞાાંતરિયાઈવ૮માળH) શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતાં એટલે-શુક્લ ધ્યાનના ચાર ભેદોને વિષે પ્રથમના બે ભેદોમાં વર્તતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને (તેમનુ) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને અનુપમ એવું, ( કાવ-વતવનાબ-વંસને મુમ્બન્ને) ભાવ-પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ અહમ્ થયા, એટલે - ૧, ગુજરાતી કાગળવદ ચોથને દિવસે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy