SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ * श्रीकल्पसूत्रम् અનગારપણાને એટલે સાધુપણાને પામ્યા.૧૫૭. पासे णं अरहा पुरिसादाणीए तेसीइं राइंदियाइं निच्चं बोसटुकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पजन्ति, तं जहा - दिव्या वा माणुसा वा तिरिक्खजोणिया वा अणुलोमा वा पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ, खमइ, તિતિવિસ્વરૂ, અહિયાસેફ ૭૪ ૧૦૫ ૧૧૮ ॥ (પાસે ખં અરા પુરિસાવાળીe ) પુરુષપ્રધાન અર્જુન્ શ્રીપાર્શ્વનાથે (તેસીમાં રાÍવિદ્યાડું) દીક્ષા લીધા પછી ત્ર્યાશી દિવસ સુધી (નિĒ ) હમેશાં (વોદિગ) કાયાની શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસરાવી છે કાયા જેમણે એવા, (પિયત્ત પેઠે ઝે) પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતાં (ફ વસા પ્પન્ગન્તિ) જે કોઇ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. પ્રભુને કેવા કેવા ઉપસર્ગો થયા? તે કહે છે(તં ન।-) તે આ પ્રમાણે- (વિવ્વા વા) દેવોએ કરેલા, (માળુના વા ) મનુષ્યોએ કરેલા, (તિવિવનોળિયા વા) અને તિર્યંચોએ કરેલા; (બગુલોમા વા ) અનુલોમ એટલે દેવ-દેવીઓએ નાટક દેખાડવાં; દેવીઓ અને સ્ત્રીઓએ આલિંગન કરવાં, ભોગની પ્રાર્થના કરવી, અનુકૂળ ઉપસર્ગો; (પડિતોના વા) પ્રતિલોમ એટલે દેવ, મનુષ્ય વિગેરેએ ભય બતાવવા, પ્રહાર કરવા, વિગેરે પ્રતિકૂળ ઉપસર્ગો; (તે ટપ્પો સમાં સફ) દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી આવા પ્રકારના ઉત્પન્ન થયેલા તે અનુકૂળ ઉપસર્ગોને પ્રભુએ સમ્યક ્ એટલે નિર્ભયપણે સહન કર્યા. (વમફ) ક્રોધ રહિતપણે ખમ્યા (તિતિવિરવ) દીનતા રહિતપણે સહન કર્યા, (વિસેફ) અને કાયાની નિશ્ચળતા રાખી સહન કર્યા. શ્રીપાર્શ્વનાથ પ્રભુને તે ઉપસર્ગોમાં દેવે કરેલ ઉપસર્ગ કમઠ સંબંધી આ પ્રમાણે થયો. શ્રીપાર્શ્વનાથ પ્રભુ દીક્ષા સ્વીકાર વિચરતા છતા એક વખતે કોઇ તાપસના આશ્રમમાં પધાર્યા, અને ત્યાં રાત્રિએ કૂવાની નજીકમાં વડવૃક્ષ નીચે પ્રતિમાધ્યાને સ્થિત થયા. હવે પેલો કમઠ તાપસ મરીને મેઘમાલી દેવ થયો હતો, તેણે આ અવસરે પ્રભુને ધ્યાનમગ્ન જોયા. તે નીચ દેવ પૂર્વભવનું વૈર સંભારી પ્રભુને ઉપદ્રવ ક૨વા તત્કાળ ત્યાં આવ્યો. ક્રોધથી ધમધમી રહેલા તે મેઘમાલીએ વેતાલ, સિંહ, વીંછી, સર્પ વિગેરે જુદાં જુદાં રૂપ વિકુર્તી, તેઓ વડે પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, છતાં ધ્યાનમાં લીન રહેલા પ્રભુ તે ઉપસર્ગોથી જરા પણ ક્ષોભ પામ્યા નહિ. પ્રભુની આવી દૃઢતા જોઇ મેઘમાલીને ઉલટો વધારે ક્રોધ ચડ્યો, તેથી તેણે આકાશમાં કાળરાત્રિ જેવો ભયંક૨ મેઘ વિફુર્યો, તેમાં યમદેવની જિલ્લા સમાન વીજળીઓ ચારે દિશામાં ચમકવા લાગી. બ્રહ્માંડ ફાટી જાય એવી ઘોર ગર્જના થવા લાગી, અને તે મેઘ કલ્પાંતકાળના મેઘની પેઠે મૂશળાધારએ વરસવા લાગ્યો. આકાશ અને પૃથ્વી જળમય થઇ ગઇ, અને પૂરવેગથી ચાલતા પ્રવાહોમાં મોટા મોટા વૃક્ષો પણ ઉખડી તણાવા લાગ્યા. તે જળ ક્ષણવારમાં પ્રભુના ઘૂંટણ સુધી પહોંચ્યું, ક્ષણવારમાં કટિસુધી આવ્યું, ક્ષણવારમાં કંઠ સુધી આવ્યું, અને ક્ષણવારમાં તો પ્રભુની નાસિકાના અગ્રભાગ સુધી પહોંચી ગયું, છતાં ધ્યાનમગ્ન પ્રભુ જરા પણ ચલિત થયા નહિ. આ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું, તેથી તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જોયું તો પરમોપકારી ભગવંતને ઉપસર્ગ થતો જોયો. તત્કાળ ધરણેન્દ્ર પોતાની પટ્ટરાણીઓ સહિત • પ્રભુ પાસે આવ્યો, અને પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરી, પ્રભુના ચરણ નીચે કમળ સ્થાપન કરી,પ્રભુના મસ્તક પર ફણાઓ રૂપ છત્ર ધર્યું. આવી ભક્તિ કરનાર ધરણેન્દ્ર ઉપર અને ઘોર ઉપસર્ગ કરનાર કમઠના જીવ મેઘમાલી ઉ૫૨ સમભાવમાં લીન બનેલા પ્રભુની મનોવૃત્તિ તુલ્ય હતી. પછી અમર્ષ સહિત વરસતા મેઘમાલીને ધરણેન્દ્ર કોપથી આક્ષેપપૂર્વક કહ્યું કે-“અરે દુર્મતિ! પોતાના અનર્થને માટે આ તેં શું આરણ્યું છે? હું ભગવંતનો સેવક છું, તેથી રે મૂઢ ! તારા આવા નીચ કૃત્યને સહન કરવાનો નથી. એ પરમ કૃપાળુએ કાષ્ટમાં બળતા એવા મને 189 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy