SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પામદનીતિ રે, સર્વ શર્માતૃભાડરાઃાતાં શીષકુતીયાં, વિનિત્તરે વિર? | 9 .” “દયારૂપી મોટી નદીને કાંઠે ઉગેલા તૃણના અંકુરા સરખા બધા ધર્મ છે; જો તે દયારૂપી નદી સુકાઈ જાય, તો તે તૃણાંકુર સમાન ધર્મે કેટલી વાર સુધી ટકી શકે? ૧. માટે હે તપસ્વી! દયા વિના વૃથા ક્લેશકારક કષ્ટ શા માટે કરે છે?” તે સાંભળી કમઠ ક્રોધ કરીને બોલ્યો કે “હે ક્ષત્રિય! રાજપુત્રો તો હાથી, ઘોડા વિગેરે ખેલાવી જાણે, મોજશોખમાં મશગૂલ રહેતા રાજકુમારો ધર્મ શું કહેવાય?” એ ન જ જાણે. ધર્મને તો અમે તપોધનો જ જાણીએ.” આ પ્રમાણે કમઠનાં વચનો સાંભળી, ક્ષમાસાગર પ્રભુએ નોકર પાસે અગ્નિકુંડમાંથી બળતું કાષ્ઠ બહાર કઢાવી, તેને કુહાડા વડે યતનાપૂર્વક ફડાવ્યું, એટલે તેમાંથી તુરત જ તાપ વડે આકુળ-વ્યાકુળ બનેલો અને મરણપ્રાય થઈ ગયેલો સર્પ નીકળ્યો. પ્રભુએ આજ્ઞા કરેલા નોકરે તે સર્પને નવકારમંત્ર તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યું. તે સાંભળી સર્પ તે જ ક્ષણે સમાધિપૂર્વક મરણ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયો. પછી ‘અહો! જ્ઞાની, અહો જ્ઞાની' એ પ્રમાણે લોકો વડે સ્તુતિ કરાતાં પ્રભુ પોતાને મહેલે પધાર્યા, અને કમઠ તાપસ લોકોથી હેલના પામી ભગવંત ઉપર દ્વેષ કરતો બીજે સ્થળે ચાલ્યો ગયો, અને તપ તપી મરણ પામીને ભવનવાસી મેઘકુમારદેવોમાં મેઘમાલી દેવ થયો. ૧૫૪. पासे णं अरहा पुरिसादाणीए दक्खे दक्खपइण्णे, पडिरूवे, अल्लीणे भद्दए विणीए तीसं वासाई अगारवासमझे वसित्ता, पुणरवि, लोअंतिएहि जीअकप्पिएहि देवेहिं ताहि इटाहि जाव एवं वयासी ॥७॥१५५॥ (ારે ને મહા પુરિસાવાળીણ) પુરુષપ્રધાન અર્હમ્ શ્રી પાર્શ્વનાથ (કવવે) દક્ષ એટલે સર્વકળાઓમાં કુશળ હતા, વળી કેવા?- ( ) કરેલી હિતકર પ્રતિજ્ઞાનો સમ્યકપ્રકારે નિર્વાહ કરનારા, ( વે) અત્યંત સુંદર રૂપવાળા, (અત્નીને) સર્વ પ્રકારના ગુણોથી યુક્ત બનેલા, (મ) સરળ પ્રકૃતિવાળા, (વિળીણ) અને વડિલોનો વિનય કરનારા પ્રભુ (તીરંવાડું) ત્રીશ વરસ સુધી (IRવીસમોવસતા) ગૃહસ્થાવાસની મધ્યમાં રહીને દીક્ષા લેવાને તત્પર થયા. વળી પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, ત્યારે લોકાંતિક દેવોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતિ કરી. સૂત્રકાર કહે છે- (પુપરવિ, તોતિë નીખવટfufé વેવેé) વળી જીત એટલે અવશ્યપણે તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા બ્રહ્મલોક નિવાસી નવ પ્રકારના લોકાન્તિક દેવો (તfÉæá) તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લગે એવી, (નવ-) યાવત્ હૃદયને આહ્વાદ ઉપજાવનારી વાણી વડે પ્રભુને અભિનંદતા હતા તથા પ્રભુની સ્તુતિ કરવા (વં વવાણી) આ પ્રમાણે બોલ્યા કે, ૧૫૫. जय जय नंदा! जय जय भद्दा! जाव-जयजयसई पउंजन्ति ॥६।८।१५६॥ (ગનંવા!) હે સમૃદ્ધશાળી! આપ જય પામો, જય પામો, (ગાંગવ મવા!) હે કલ્યાણવંત ! આપ જય પામો, જય પામો, (ગાd-) યાવત્-હે પ્રભુ! આપનું કલ્યાણ થાઓ, હે ભગવાન! આપ બોધ પામો-દીક્ષા સ્વીકારો, હે લોકોના નાથ! સકળ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો, કારણ કે આ ધર્મતીર્થ સકળ લોકને વિષે સર્વ જીવોને હિત કરનારું, સુખ કરનારું થશે; એ પ્રમાણે કહીને તે લોકાંતિક દેવો, (નવનવ૬ પjજ્ઞા ) જય જય શબ્દ બોલે છે. ૧૫૬. पुट्विं पिणं पासस्स अरहआ पुरिसादाणीयस्स माणुस्सगाओ गिहत्थधम्माओ अणुत्तरे आहोइए, तं चेव सव्वं; जाव-दाणं दाइयाणं परिभाइत्ता, जे से हेमंताणं दुचे मासे तच्चे पक्खे-पोसबहुले, तस्स णं ફરજસ્તક ફરજર્જરિ {* * 187 *************ક્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy