SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે જરા પણ પીડારહિત એવાં તે વામાદેવીએ (બરો આ મારોહારવં પાવ) આરોગ્ય એટલે અબાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો. ૧૫૨. जं रयणिं च णं पासे अरहा पुरिसादाणीए जाए, तं रयणिं च णं बहूहिं देवेहिं देवीहिं य जाव उप्पिंजलगभूया कहकहगभूया आवि हुत्था ॥७।५।१५३॥ | (ifici) જે રાત્રિને વિષે (ારે મહાપુરિસાવાળી ઝીણ) પુરુષોમાં પ્રધાન એવા અહમ્ શ્રી પાર્શ્વનાથ જમ્યા (સંfia) તે રાત્રિ ( વહૂëિ વહિં તેવી ઠં) પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઊંચે ચડતા એવા ઘણા દેવો અને દેવીઓ કરીને (નાવડબિંગલમૂવા હવામૂવી વિહત્યા) યાવત્ જાણે કોલાહલમય બની ગઇ હોયની! એવી થઇ. ૧૫૩. सेसं तहेव, नवरं पासाभिलावेणं भाणियव्वं, जाव-तं होउ णं कुमारे पासे नामेणं ॥७।६।१५४॥ (ાં તહેવ) શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મોત્સવ વિગેરે બાકીનો સર્વ વૃત્તાંત તે જ પ્રમાણે એટલે પૂર્વે કહી ગયેલા શ્રી મહાવીર પ્રભુ પેઠે જાણી લેવો. (નવરં પક્ષમતાનો ) વિશેષ એટલો કે- તે જન્મોત્સવ વિગેરેમાં શ્રી મહાવીર પ્રભુને બદલે શ્રીપાર્શ્વનાથ પ્રભુનું નામ કહેવું. (નીવ-) યાવત્ અશ્વસેન રાજાએ પુત્રજન્મની ખુશાલીમાં દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુળમર્યાદા કરી, અને પુત્રજન્મને બારમે દિવસ સગાં-સંબંધી તથા જ્ઞાતિજનોને આમંત્રણ કરી ભોજન કરાવ્યું અને કહ્યું કે- “દેવાનુપ્રિયો! અમારો આ બાળક ગર્ભમાં હતો ત્યારે શયામાં રહેલી તેની માતાએ રાત્રે અંધકાર પણ પાર્થ એટલે પડખેથી જતા કાળસર્પને દેખ્યો હતો, (તે કોડ મારે પાને નામે VT) તેથી અમારો આ કુમાર નામ વડે “પાર્થ હો, એટલે અમારા આ કુમારનું નામ “પાર્થ” પાડીએ છીએ”. હવે ઇન્દ્ર આજ્ઞા કરેલી ધાત્રીઓ વડે લાલન-પાલન કરાતા જગત્પતિ શ્રી પાર્શ્વનાથ બીજના ચન્દ્રમાં પેઠે દિવસે દિવસે વધતા હતા. નવ હાથ ઊંચી કાયાવાળા અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પછી કુશસ્થલ નગરના પ્રસેનજિત રાજાની પ્રભાવતી નામની કન્યા સાથે માતા-પિતાએ આગ્રહથી પ્રભુનો વિવાહ કર્યો. એક વખતે ભગવાન્ શ્રી પાર્શ્વનાથ મહેલ ઉપર ઝરૂખામાં બેસી વારાણસી નગરીનું અવલોકન કરી રહ્યા હતા. તેવામાં પુષ્પ વિગેરે પૂજાની સામગ્રી યુક્ત નગરના પુરુષો અને સ્ત્રીઓને એક દિશા તરફ જતા દેખી પાસે ઉભેલા સેવકને પૂછ્યું કે “આ લોકો ક્યાં જાય છે?” તેણે કહ્યું કે-“હે પ્રભુ કોઇક ગામડામાં રહેનારો કમઠ નામનો બ્રાહ્મણનો પુત્ર હતો. નાનપણમાં જેના માતા-પિતા મરી ગયા હતા. દરિદ્ર અને નિરાધાર થઈ ગયેલા કમઠ ઉપર દયા લાવી લોકો તેની આજીવિકા ચલાવતા હતા. એક વખતે રત્નજડિત ઘરેણાંથી વિભૂષિત થયેલા નગરના લોકોને દેખી કમઠે વિચાર્યું કે- “અહો! આ સઘળી ઋદ્ધિ પુર્નજન્મના તપનું ફળ છે, માટે હું તાપસ થઈ તપ કરું'. એમ વિચારી કમઠ પંચાગ્નિતપ વિગેરે કષ્ટ ક્રિયા કરનાર તાપસ થયો. હે સ્વામી! તે જ કમઠ તાપસ ફરતો ફરતો નગરી બાહર આવ્યો છે, તેની પૂજા કરવાને આ લોકો જાય છે.” આ પ્રમાણે સાંભળી પ્રભુ પણ તેને દેખવા પરિવાર સહિત ગયા. ત્યાં તીવ્ર પંચાગ્નિના તાપથી તપ કરી રહેલો કમઠ પ્રભુના જોવામાં આવ્યો. તે સ્થળે અગ્નિકુંડમાં નાખેલા કાષ્ટની અંદર બળતા એક મોટા સર્પને ત્રણ જ્ઞાનધારી શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પોતાના જ્ઞાનથી જોયો, તેથી કરુણાસમુદ્ર પ્રભુ બોલ્યા કે-“અહો અજ્ઞાન! અહો અજ્ઞાન! હે તાપસ! તું દયા વગરનું આ ફોગટ કષ્ટ શા માટે કરે છે? જે ધર્મમાં દયા નથી તે ધર્મ આત્માને અહિતકર થાય છે, કહ્યું છે કેફેક ફકર કર કર કર કર રરરર 186 રફ ફર કરે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy