SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મમમ શ્રીવલ્પસૂત્રમ્ ઉત્પન્ન થયું. શ્રીગૌતમસ્વામીને કેવી રીતે કેવળજ્ઞાન થયું ? તે વૃતાંત આ પ્રમાણે શ્રીમહાવીર પ્રભુએ ગૌતમનો પોતાની ઉપર પ્રશસ્ત સ્નેહરાગ જાણી તે સ્નેહરાગ નિર્વતન કરવા માટે પોતાના અંત વખતે અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં શ્રી ગૌતમ સ્વામીને નજીકના કોઈ ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણન પ્રતિબોધવા મોકલ્યા. ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા સ્વીકારી તુરત ત્યાં ગયા, અને દેવશર્માને પ્રતિબોધ કરી પ્રભાતે પાછા આવતાં તેઓ રસ્તામાં શ્રીમહાવીર પ્રભુનું નિર્વાણ સાંભળી જાણે વજ્રથી હણાયા હોય એમ ક્ષણવાર શૂન્ય બની ગયા, સ્તબ્ધ ઉભા રહ્યા, અને પછી બોલવા લાગ્યા કે-‘હે સ્વામી! આટલો વખત મેં આપની સેવા કરી, પણ અંત સમયે જ મને આપના દર્શનથી દૂર કર્યો? " प्रसरति मिथ्यात्वतमो, गर्जन्ति कुतीर्थिकौशिका अद्य । दुर्भिक्षड मरवैरादि- राक्षसाः प्रसरमेष्यन्त ॥ १ ॥” "राहुग्रस्तनिशाकार - मिव गगनं दीपहीनमिव भवनम् મરતમિદં પતશોમ, વા વિનાદ્ય પ્રમો! નન્ને o ૨૫'' ‘‘હે જગત્પતિ! આજે મિથ્યાત્વરૂપી અંધકાર ફેલાઇ રહ્યો છે, કુતીર્થારૂપી ઘુવડો ગર્જારવ કરી રહ્યા છે, અને દુષ્કાળ, યુદ્ધ, વૈર વિગેરે રાક્ષસોનો ફેલાવો થશે. ૧. હે પ્રભુ! તમારા વિના આજે આ ભરતક્ષેત્ર, રાહુગ્રસ્ત ચન્દ્રવાળા આકાશ જેવું અને દીવા વગરના મહેલ જેવું શોભા વિનાનું નિસ્તેજ બની ગયું છે.'' ૨. "कस्याद्रिपीठे प्रणतः पदार्थान् पुनः पुनः प्रश्नपदी करोमि ? | कं वा भदन्तेति वदामि ? को वा, मां गौतममेत्याप्तगिराऽथ वक्ता ? ॥ ३ ॥" ‘હે નાથ! હવે હું કોના ચરણકમળમાં નમી વારંવાર પદાર્થોના પ્રશ્નો પૂછીશ? હવે હું ‘હે ભગવન્!’એમ કોને કહીશ? અને હવે મને બીજો કોણ આપ્તવાણીથી ગૌતમ કહીને બોલાવશે? ૩.’’ “હા! હા!, હે વીર! હે વીર! આ આપે શું કર્યું કે આવે ખરે અવસરે જ મને દૂર કર્યો? હે વી૨! શું હું બાળકની પેઠે આડો પડીને આપનો છેડો પકડી રાખત? હે વીર! શું હું આપની પાસે કેવળજ્ઞાનનો ભાગ માગત? હે વી૨! શું મારા એકથી મોક્ષમાં સંકડાશ પડી જાત? હે વીર! શું આપને હું ભારે પડત કે આવી રીતે મને મૂકીને ચાલ્યા ગયા? ’’ આ પ્રમાણે વી૨! વીર! બોલતાં શ્રીગૌતમસ્વામીના મુખમાં ‘વીર’ નામ લાગી રહ્યું. ત્યાર પછી થોડી વારે મહાજ્ઞાની શ્રીગૌતમસ્વામી જ્ઞાનદૃષ્ટિથી વિચારવા લાગ્યા કે-“અહો! હું તો અત્યાર સુધી ભ્રમણામાં પડયો છું. હા! હવે જાણ્યું, વીતરાગ તો સ્નેહ વગરના હોય છે, આ તો મારો જ અપરાધ છે કે તે વખતે મેં શ્રુતનો ઉપયોગ ન દીધો. એ નિર્મોહીને વળી મારા ઉપર પણ મોહ શેનો હોય? ખરેખર હું જ મોહમાં પડ્યો છું. મારા આ એકપક્ષી સ્નેહને ધિક્કાર છે, માટે આવા સ્નેહથી સર્યું! હું એકલો છું, મારું કોઇ નથી તેમ હું કોઇનો નથી’’. આવી રીતે સમભાવના ભાવતાં શ્રીગૌતમસ્વામીને તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ‘‘મુવલમાપવળાળ, સિળેહો વજ્રસિંહના। વીરે નીવંત! નાગો, શૌયમો નં ન વતી ॥ 9 ॥’ મોક્ષમાર્ગમાં પ્રવર્તેલાઓને સ્નેહ એ વજની સાંકળ સમાન છે, કેમકે શ્રીવીર પ્રભુ જીવતા હતા ત્યાં સુધી તેમના પર સ્નેહ રાખતા શ્રીગૌતમસ્વામી કેવળી ન થયા’’૧. પ્રાતઃકાળમાં ઇન્દ્રાદિએ મહોત્સવ કર્યો. અહીં કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy