SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ * श्रीकल्पसूत्रम् તેમ દેવો પણ વસ્તુગતે કાંઇ નથી. વળી તું વિચારે છે કે- ના૨કીઓ તો પરતંત્ર અને દુઃખથી વિહ્નલ હોવાથી અહીં આવી શકતા નથી, તેથી તેઓને પ્રત્યક્ષ દેખવાનો કોઇ પણ ઉપાય ન હોવાથી શાસ્ત્રોમાં કહેવા મુજબ ‘નારકીઓ છે' એમ શ્રદ્ધા રાખવી જોઇએ. પણ દેવો તો સ્વતંત્ર અને પ્રભાવશાળી હોવાથી અહીં આવવાને સમર્થ છે, છતાં તે દેવો દૃષ્ટિગોચર ન થતાં હોવાથી જણાય છે કે દેવો નથી. પણ વળી દેવની સત્તા જણાવનારાં બીજાં વેદપદો દેખીને તું સંશયમાં પડયો કે, દેવો છે કે નથી? દેવની સત્તા જણાવનારાં આ વેદપદો-‘ઞ ષ યજ્ઞાનુધી વનમાનોડાસા સ્વર્જોગતિ’એટલે યજ્ઞરૂપ હથિયારવાળો આ યજમાન જળદી દેવલોકમાં જાય છે. આ વેદપદોથી સ્પષ્ટ જણાય છે કે દેવો છે, કેમકે જો દેવ ન હોય તો દેવલોક ક્યાંથી હોય? આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે કે દેવ છે કે નથી? પરંતુ હે મૌર્યપુત્ર! આ તારો સંશય અયુક્ત છે, કેમકે અહીં સમવસરણમાં આવેલાં આ દેવોને તું અને હું પ્રત્યક્ષ દેખીએ છીએ. વળી ચન્દ્ર-સૂર્યાદિ જ્યોતિ દેવોનાં વિમાનોને તો દરેક લોકો પ્રત્યક્ષ દેખે છે, જો દેવો ન હોય તો એ વિમાનો કેમ દેખાય ? વેદપદોમાં દેવોને જે માયાસદશ કહ્યા છે તે દેવોનું અનિત્યપણું સૂચવ્યું છે. અર્થાત્ મોટા આયુષ્યવાળા દેવો પણ આયુષ્ય પૂરું થતાં ચ્યવે છે, તેથી બીજા પદાર્થોની જેમ તેઓ પણ અનિત્ય છે. માટે દેવપણાની આકાંક્ષા ન રાખતાં શાશ્વત એવા મોક્ષનો જ વિચાર રાખો, અને મોક્ષ માટે જ પ્રયત્ન કરવો. એ પ્રમાણે દેવોનું અનિત્યપણું સૂચવીને પ્રાણીઓને બોધ આપ્યો છે, પણ એ વેદપદો ‘દેવો નથી’ એમ જણાવતાં નથી. દેવો સ્વતંત્ર અને પ્રભાવાળી હોવા છતાં સંગીતકાર્યાદિમાં વ્યગ્રતા, દિવ્ય પ્રેમ, વિષયમાં આસક્તિ વિગેરે કારણોથી તથા મનુષ્યલોકના દુર્ગંધથી તેઓ અહીં આવતા નથી. પણ તીર્થંકરોના કલ્યાણ વખતે, ભક્તિથી, પૂર્વભવની પ્રીતિથી, પૂર્વભવના દ્વેષથી વિગેરે કારણોથી દેવતાઓ અહીં આવે છે’’. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મૌર્યપુત્રનો સંશય નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે દેવો છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. इति सप्तमो गणधरः ॥ ७ ॥ ૮- નારકી છે કે નહિ ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે સાતે જણને દીક્ષિત થયેલા સાંભળી આઠમા અકંપિત નામના પંડિતે વિચાર્યું કે-‘જેના ઇન્દ્રભૂતિ વિગેરે સાતે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું.’ આ પ્રમાણે વિચારી અકંપિત પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ કહ્યું કે -“હે અકંપિત! તને એવો સંશય છે કે-નારકી છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છેન હૈં વે પ્રેત્ય નર નારાઃ સન્તિ ॥ "" ‘‘ઉપ૨ના વેદપદોથી તું જાણે છે કે-નારકી નથી. તે વેદપદોનો અર્થતું આ પ્રમાણે કરે છે-પ્રેત્ય એટલે પરલોકમાં નરકને વિષે નારકી નથી, અર્થાત્ કોઇ પણ પ્રાણી મરીને પરભવામાં નારકી થતા નથી. વળી તું માને છે કે- દેવા તો ચન્દ્રસૂર્યાદિ પ્રત્યક્ષ જણાય છે. વળી મનુષ્યો કોઇ દેવની માનતા માને છે, તો કેટલાંકને તે માનેલી માનતાનું ફળ મળતું દેખીએ છીએ, આ પ્રમાણે માનતા વિગેરેનું ફળ દેખવાથી અનુમાનથી પણ જણાય છે કે દેવો છે. પણ નારકી તો પ્રત્યક્ષ કે અનુમાનથી પણ જણાતા નથી, તેથી નારકી નથી. પણ વળી નારકી હૈ ષ નાયતે યઃ શૂદ્રાનમવનાતિ એટલે જે બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે' એ વેદપદોથી નારકીની સત્તા જણાય છે, કેમકે જો નારકી ન હોય તો ‘શૂદ્રનું અન્ન ખાનારો બ્રહ્મણ નારકી થાય' એવી રીતે કેમ કહે! આવી રીતે પરસ્પર +168 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy