SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅઅઅઅ*(શ્રીeqહૂણ અકસ્મwઅઅઅક્ષર દેવ, તિર્યંચ, પર્વત, પૃથ્વી વિગેરે જે જે વસ્તુઓ દેખાય છે તે સર્વ આત્મા જ છે, આત્મા સિવાયની એક પણ વસ્તુ નથી. આ વચન વડે “સર્વ વસ્તુઓ આત્માની છે એમ જણાવેલું હોવાથી “કર્મ નથી' એમ તને ફુટ રીતે જણાય છે. હે અગ્નિભૂતિ!વળી તું માને છે કે, ઉપર પ્રમાણે વેદપદોનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે, કેમકે આત્મા અમૂર્ત છે, તેને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત એટલે લાભ કે હાનિ શી રીતે સંભવે?જેમ અમૂર્તિ એવા ચંદનથી વિલેપન થતું નથી, તેમ શસ્ત્રથી ખંડન પણ થતું નથી, તેમ અમૂર્ત એવા આત્માને કર્મથી અનુગ્રહ કે ઉપઘાત કેમ થઈ શકે? માટે કર્મ નામનો પદાર્થ નથી. પણ વળી કર્મની સત્તા જણાવનારાં બીજાં વેદપદો દેખીને તથા લોકોમાં પણ કર્મની પ્રસિદ્ધિ જોઇને તું સંશયમાં પડયા છે કે કર્મ છે કે નથી?” “પરંતુ હે ગૌતમ અગ્નિભૂતિ! તારો આ સંશય અયુક્ત છે, કારણ કે-“પુરૂષ વેવંનં સર્વ ય મૂતં યg માધ્યમ'. એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી, તેથી તું એ વેદપદોનો અર્થ જે ઉપર મુજબ કરે છે, તેવો તેનો અર્થ નથી. તેનો અર્થ આ પ્રમાણે છે : સાંભળ પુરુષ (પુરૂષ વેદ્ર નં ૫ર્વ પદ્મૂત યg માધ્યમ) એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન- અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, તે સર્વ આત્મા જ છે. આ વેદપદોમાં આત્માની સ્તુતિ કરી છે, પણ આત્માની સ્તુતિ કરવાથી કર્મ નથી' એમ સમજવાનું નથી. વેદવાક્યો ત્રણ પ્રકારનાં હો છે-કેટલાંક વિધિદર્શક હો છે, કેટલાંક અનુવાદદર્શક હોય છે, અને કેટલાંક સ્તુતિરૂપ હોય છે. જેમ- Wવાનો નહોત્ર ગુવત, એટલે સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિ હોત્ર હોમ કરે, ઇત્યાદિ વાક્યો વિધિ પ્રતિપાદન કરે છે. “હાવા માસા: સંવત્સ: 'એટલે બાર મહિનાનું એક વરત થાય તથા “નિષ્ઠ:' એટલે અગ્નિ ગરમ હોય”. ઇત્યાદિ પદો લોકમાં પ્રસિદ્ધ એવા પદાર્થોનો અનુવાદ કરે છે. કેટલાંક વેદવાક્યો સ્તુતિ સૂચવે છે, જેમ નને વિષ્ણુ:થને વિષ્ણુ–વિષ્ણુ પર્વતમસ્તા સર્વભૂતમથોવિષ્ણુ–સ્તત્વ માં નત્િ II 9 P' “જળમાં વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે, અને સર્વ ભૂતમય વિષ્ણુ છે, તેથી સમગ્ર જગત્ વિષ્ણમય છે.૧.” “આ વાક્યથી વિષ્ણુનો મહિમા જણાવ્યો છે, પણ તેથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુઓનો અભાવ નથી. જેમ આ વાક્યથી આખા જગતને વિષ્ણુમય કહેવા છતાં, આ વાક્ય વિષ્ણુનો મહિમા જણાવનાર હોવાથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુઓનો અભાવ સમજવાનો નથી, તેમ “જે થયું અને જે થશે તે સર્વ આત્મા જ છે” એ વેદપદોથી આત્માનો મહિમા જણાવ્યો છે, પણ તેથી ‘આત્મા સિવાય કર્મ નથી' એમ સમજવાનું નથી. વળી જે તું માને છે કે “અમૂર્ત એવા આત્માને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે? એ પણ તારું માનવું અયુક્ત છે, કેમકે- જ્ઞાન અમૂર્તિ છે, તેને મૂર્તિ એવા બ્રાહ્મી વિગેરે ઔષધો વડે તથા ઘી, દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વડે અનુગ્રહ થતો દેખીએ છીએ. વળી મદિરા, ઝેર વિગેરે પદાર્થો વડે જ્ઞાનને ઉપઘાત થતો દેખીએ છીએ; માટે અમૂર્તને પણ મૂર્ત વડે અનુગ્રહ અને ઉપઘાત સંભવે છે એમ માનવું જોઈએ. વળી જો કર્મ ન હોય તો એક સુખી બીજો દુઃખી, એક શેઠ બીજો ચાકર, ઇત્યાદિ પ્રકારે પ્રત્યક્ષ જણાતી જગતની વિચિત્રતા કેમ સંભવે છે? રાજા અને રંક એવા ઉચ્ચ નીચના જે ભેદ જોવામાં આવે છે તેનું કાંઇ પણ કારણ હોવું જોઇએ, અને તે કારણ શુભ-અશુભ કર્મ છે. વળી જે જે ક્રિયા કરાય છે તેનું ફળ અવશ્ય મળે છે. દાન વિગેરે શુભ ક્રિયાઓ છે, અને હિંસા વિગેરે અશુભ ક્રિયાઓ છે; તે શુભ અને અશુભ ક્રિયાઓનું કાંઈ પણ ફળ અવશ્ય મળવું જોઈએ, અને તે ફળ શુભ-અશુભ કર્મ છે”. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy