________________
** श्रीकल्पसूत्रम्
જેટલાથી તથા ચૌદમું આઠ હજાર એક સો અને બાણું હાથી જેટલા મષીના ઢગલાથી લખી શકાય. ચૌદે પૂર્વ-સોળ હજાર ત્રણસો અને ત્ર્યાસી હાથી પ્રમાણ મષીના ઢગલાથી લખી શકાય. તે ચૌદે પૂર્વના નામ અનુક્રમે આ પ્રમાણે છે- ઉત્પાદ ૧, અગ્રાયણીય, વીર્યપ્રવાદ, અસ્તિપ્રવાદ ૪, જ્ઞાન પ્રવાદ ', સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ “, વિદ્યાપ્રવાદ ૧૦, કલ્યાણ ૧૧, પ્રાણાયામ ૧૨, ક્રિયાવિશાલ ૧૩, અને લોકબિંદુસાર ૧૪ પૂર્વ.
કલ્પસૂત્ર ચૌદપૂર્વધારી મહાપુરુષ શ્રી ભદ્રબાહુસ્વામી એ બનાવેલું હોવાથી પરમ માનનીય છે. વળી કલ્પસૂત્રનો સંપૂર્ણ અર્થ તથા તેનું માહાત્મ્ય કોઈ કહેવાને સમર્થ નથી. કહ્યું છે કે
"1
'सव्वनईणं जा हुज्ज, वालुआ सव्वोदहीण जं उदयं । तत्तो अनंतगुणिओ, अत्थो इक्कस्स सुत्तस्सं ॥” “મુલે નિહ્રાસસહસ્ત્ર સ્વાત્, હવે જેવાં પતિ તથાપિ ૫માદાત્મ્ય; વવતું શવયં ન માનવૈ:' । ર્॥ ‘‘સર્વ નદીની વેળું ભેગી કરીએ, અને સર્વ સમુદ્રનું પાણી ભેગું કરીએ, તેના કરતાં પણ એક સૂત્રનો અર્થ અનંતગણો છે. જો મુખમાં હજાર જીભ હોય, અને હૃદયમાં કેવળજ્ઞાન હોય, તો પણ મનુષ્યો કલ્પસૂત્રનું માહાત્મ્ય કહી શકે નહીં, કલ્પસૂત્ર મહાપુરુષે કર્યું છે, તો પ્રાકૃત ભાષામાં શા માટે કર્યું? એવી શંકા ન કરવી, કારણ કે-મહાપુરુષો પરોપકારી હોય છે; બાળક, સ્ત્રી, થોડી બુદ્ધિવાળા, અને વૃદ્ધ પણ ભણી શકે માટે તીર્થંકર પ્રભુએ સિદ્ધાંત પ્રાકૃતમાં કર્યાં છે.’’
કલ્પસૂત્રને વાંચવામાં તથા સાંભળવામાં મુખ્ય રીતે સાધુ-સાધ્વીઓ જ અધિકારી છે. તેમાં પણ યોગ વહન કરેલ સાધુઓને રાત્રે વાંચવા-સાંભળવાનો અધિકાર છે, અને સાધ્વીઓને નિશીથચૂર્ણિ વિગેરેમાં કહેલ વિધિ પ્રમાણે દિવસે સાંભળવાનો અધિકાર છે. પણ શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી નવસો એંશી વર્ષ ગયા બાદ, મતાંતરે નવસો ત્રાણું વર્ષ ગયા બાદ, ધ્રુવસેન રાજાનો દીકરો મરણ પામવાથી શોકગ્રસ્ત થયેલા તે રાજાને સમાધિમાં લાવવાં માટે આનન્દપુરમાં સભા સમક્ષ મહોત્સવપૂર્વક કલ્પસૂત્ર વાંચવાનું શરૂ થયું. ત્યારથી માંડીને ચતુર્વિધ સંઘ શ્રીકલ્પસૂત્ર સાંભળવાને અધિકારી થયો, પણ વાંચવાને તો યોગ વહન કરેલ સાધુ જ અધિકારી છે.
હવે આ પર્યુષણ પર્વમાં નીચે જણાવેલાં પાંચ કાર્યો તો અવશ્ય કરવાં-ચૈત્ય પરિપાટી, સમસ્ત સાધુઓને વંદન, સાંવત્સરિક પ્રતિક્રમણ, પરસ્પર સાધર્મિકને ખમાવવા અને અક્રમનો તપ કરો. તેમાં અક્રમનો તપ મહાફળને દેનારો છે. માટે મુક્તિની સંપદાને ઈચ્છતા લોકોએ નાગકેતુની પેઠે તે તપ અવશ્ય કરવો.
નાગકેતુની થા
ચંદ્રકાન્તા નામની નગરીમાં વિજયસેન નામે રાજા હતો. તે નગરીમાં શ્રીકાંત નામનો વેપારી રહેતો હતો,તેને શ્રીસસ્વી નામે સ્ત્રી હતી, તેણીને ઘણે ઉપાયે એક પુત્ર થયો. હવે પર્યુષણ પર્વ નજીક આવતાં કુટુંબમાં સઘળાં બાત કરે છે કે ‘અમે અટ્ઠમ તપ કરીશું’. એવું વચન સાંભળી બાળકને જાતિસ્મરણ ઉત્પન્ન થયું, તેથી ધાવણો છતાં તે બાળકે અક્રમનો તપ કર્યો. બાળકે ધાવવાનો ત્યાગ કર્યો. તે બાળક નહીં ધાવવાથી આસુંડાં પાડતી માતા શ્રીસખીએ પોતાના પતિ શ્રીકાંત આગળ વાત નિવેદન કરી. શેઠે વૈદ્યો તેડાવી ઘણા ઉપચાર કરાવ્યા, પણ બાળક ધાવતો નથી. કરમાઇ ગયેલા માલતીના પુષ્પની જેમ, તે બાળક નહીં ધાવવાથી મ્લાન થઈ ગયો. અનુક્રમે તે બાળકને મૂર્છા આવી, તેથી તેને મૃત્યુ પામેલો જાણી સગા-સંબંધીઓએ તેને જમીનમાં દાટ્યો. ત્યાર પછી પુત્રના દુઃખથી તેનો બાપ શ્રીકાંત
Jain Education International
8
For Private & Personal Use Only
www.jainelibrary.org