SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ *********** શ્રીવPપૂનૂન અઅઅઅઅઅઅઅઅઅક્ષર દમ વગરના એ વાદીને જીતવા માટે આપને પ્રયાસ લેવાની શી જરૂર છે? અરે કમળને ઉખેડવા ઐરાવણ હાથીની જરૂર હોય જ નહિ. માટે મને જ આજ્ઞા આપો, હું હમણાં જઇ તેને પરાસ્ત કરી નાખું છું”. ઇન્દ્રભૂતિએ કહ્યું કે“જો કે તે તો મારા એક વિદ્યાર્થીથી પણ જીતી શકાય તેવો છે, પણ તે વાદીનું નામ સાંભળી મારાથી અહીં રહી શકાતું નથી. જેમ ઘાણીમાં તલ પીલતાં કોઇ તલ રહી જાય, ઘંટીમાં અનાજ દળતાં કોઈ દાણો રહી જાય, ખેતરમાં ઘાસ કાપતાં કોઇ તરણું રહી જાય, અને અગત્સ્યઋદ્ધિને સમુદ્ર પીતાં કોઇ સરોવર રહી જાય, તેમ જગતના સર્વ વાદીઓને જીતતાં આ વાદી રહી ગયો છે! તો પણ સર્વજ્ઞ હોવાનો ખોટો ડોળ રાખનારા આને હું સહન કરી શકતો નથી જોકે આ એક પણ જીવતો બાકી રહી જાય તો સમગ્ર વાદીઓને જીત્યા જ કહેવાય. સ્ત્રી એક વાર પણ સતીવ્રતથી ભ્રષ્ટ થાય તો તે હંમેશાં અસતી જ કહેવાય. વળી જો આ એક પણ જીતવો બાકી રહી જાય તો સમગ્ર જગતમાં વિજય પતાકા ફરકાવી મેળવેલો મારો યશ નષ્ટ થાય, કારણકે શરીરમાં રહેલું નાનું પણ શલ્ય પ્રાણઘાતક થાય છે, વહાણમાં પડી ગયેલું નાનું પણ કાણું આખા વહાણને ડુબાવી દે છે, જીતી ન શકાય એવા મજબૂત કિલ્લાની એક જ ઈટ ખસેડવાથી આખો કિલ્લો પાડી શકાય છે. માટે તે અગ્નિભૂતિ! જગતના વાદીઓને જીતી અત્યાર સુધી મેળવેલી કીર્તિના રક્ષણ માટે આજે તો આ વાદીને જીતવા માટે જ જવું ઉચિત છે''. આ પ્રમાણે કહીને બાર તિલકવાળો સુવર્ણની જનોઇથી વિભૂષિત થયેલો, અને ઉત્તમોત્તમ પીળાં વસ્ત્રોના આડંબરયુક્ત બનેલો ઇન્દ્રભૂતિ પાંચસો શિષ્યોથી પરિવરેલો હતો તો પણ શ્રી મહાવીર પ્રભુ સાથે વાદ કરવા ત્યાંથી ચાલ્યો. તેના કેટલાક શિષ્યોના હાથમાં પુસ્તકો શોભી રહ્યાં હતાં, કેટલાકે હાથમાં કમંડલુ રાખ્યાં હતાં, અને કેટલાએક હાથમાં દર્ભ રાખ્યા હતા. આવા પ્રકારના પાંચસો શિષ્યો તેની સાથે ચાલતા ચાલતા તેની આ પ્રમાણે બિરુદ્ધવલી બોલી રહ્યા હતા- “હે સરસ્વતી કઠાભરણ! હે વાદિમતભજન! હે વાદિતરૂન્યૂળનહસ્તિન્! હે વાદિગજસિંહ! હે વિજિતાકવાદ! હે વિજ્ઞાતાખિલપુરાણ! હે કુમતાન્ધકારનભોમણે! હેવિનતાનેકનરપતે! હે શિષ્યીકૃતબૃહસ્પતે! હે સરસ્વતીલબ્ધપ્રસાદ!એવી રીતે બિરુદ્ધાવલીથી દિશાઓને ગજાવી દેનારા પાંચસો શિષ્યોથી પરિવરેલો ઇન્દ્રભૂતિ ચાલતો ચાલતો વિચારવા લાગ્યો કે-“અરે! આ ધીઢા માણસને આવું તે શું સૂછ્યું કે તેણે સર્વજ્ઞ હોવાનો આડંબર કરી મને છંછેડ્યો! જેમ સર્પને લાત મારવા દેડકો તૈયાર થાય, બિલાડીની દાઢ પાડવા ઉંદર આદર કરે, ઐરાવણને પ્રહાર કરવા બળદ ઇચ્છે, પર્વતને તોડી નાખવા હાથી યત્ન કરે, અને કેસરીની કેશવાળી ખેંચવા સસલો તૈયાર થાય, તેમ મારા દેખતાં વળી આ લોકો આગળ પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરે છે! અહો! આણે તો વાયરા સામો ઉભો રહી અગ્નિ સળગાવ્યો, અને શરીરના સુખ માટે કૌવચને આલિંગન કર્યું! ઠીક છે, પણ એથી શું થયું? તેનો આવો ઘમંડ ક્યાં સુધી ટકવાનો છે? હું હમણાં જ જઈ તેને વાદમાં નિરુત્તર કરી નાખું છું. આગિયો ત્યાં સુધી જ ચળકાટ મારે, અને ચન્દ્રમાં પણ ત્યાં જ સુધી જ પ્રકાશને ફેલાવે છે કે જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય, પણ સૂર્યનો ઉદય થતાં તો ક્યાં આગિયો અને ક્યાં ચન્દ્રમા? મદોન્મત્ત હાથી વનમાં ત્યાં સુધી જ ગર્જના કર્યા કરે કે જ્યાં સુધી કેસરીની ગર્જના ન સાંભળે. અથવા મારા ભાગ્યથી જ આ વાદી આવી પહોચ્યો છે, મારાથી વાદીઓ દૂર દૂર નાસતા હોવાથી ઘણા વખતથી વાદી મળ્યો નહોતો, તેથી મને વાદી મેળવવાની તાલાવેલી લાગી રહી હતી; તે ઇચ્છા આજે પૂરી થઈ છે. ભૂખ્યાને ભોજન મળે તેમ મને આ વાદી ૧. જેમ જેમ સ્પર્શ થાય તેમ તેમ ખરજ વધારનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy