SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૨*** * **( વટવખૂણમ કwwઅ*** ** “આકાશમાં શું બે સૂર્ય હોઇ શકે! એક ગુફામાં શું બે સિંહ રહી શકે! એક મ્યાનમાં શું બે તલવાર રહી શકે! તેવી રીતે હું અને તે એમ બે સર્વજ્ઞ શી રીતે થઇ શકીએ! ૧. ખરેખર આ કોઈ પરદેશી આવી સર્વજ્ઞપણાનો આડંબર કરી લોકોને અને દેવોને ઠગનારો ઇન્દ્રજાળિયો છે!.” હવે પ્રભુને વંદન કરી પાછા ફરતા લોકોને ઇન્દ્રભૂતિએ હાંસીપૂર્વક પૂછ્યું કે-“હે મનુષ્યો! તમોએ તે સર્વજ્ઞ જોયો? કહો તો ખરા, તે સર્વજ્ઞ કેવો છે? તેનું રૂપ કેવું છે?” તેઓએ કહ્યું કે "यदि त्रिलोकी गणनापरा स्यात्, तस्याः समाप्तिर्यदि नाऽऽयढसः स्यात्। पारेपरार्द्ध गणितं यदि स्याद्, गणयेन्निः शेषगुणोऽपि स स्यात् ॥१॥" જો ત્રણે જગતના લોકો એકઠા થાય, તેમના આયુષ્યની સમાપ્તિ ન થાય, અને પરાર્ધથી ઉપર ગણિત હોય તો કદાચ તે સર્વજ્ઞ પ્રભુના ગુણો ગણી શકાય. ૧.” ઇત્યાદિ પ્રકારે લોકોએ પ્રભુની સ્તુતિ કરી. તે સાંભળી ઇન્દ્રભૂતિ વધારે વિચારમાં પડી ગયો, અને ચિંતવવા લાગ્યો કે-“ખરેખર આ મહાધૂર્ત તો માયાનું ઘર જણાય છે! અરે! તેણે આ સમગ્ર લોકોને કેવી રીતે બ્રાન્તિમાં નાંખી દીધાં! પરંતુ જેમ હાથી કમળને ઉખેડી નાખે, કુહાડો ઘાસને કાપી નાખે, અને સિંહ હરણિયાંને હણી નાખે તો તેમાં તેણે શી બહાદુરી કરી! તેમ આ ઇન્દ્રજાળીઓ આવા ભોળા અને મૂર્ખ લોકો પાસે પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે તો તેમાં તેની શી મોટાઈ! તેનું એ મિથ્યાભિમાન ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી મારી સાથે વાદવિવાદમાં ઉતર્યો નથી. પરંતુ હવે તો હું સર્વજ્ઞને ક્ષણમાત્ર પણ સહન કરી શકું નહિ. અંધકારના સમૂહને દૂર કરવા સૂર્ય જરા પણ વિલંબ કરતો નથી. જેમ અગ્નિ હાથના સ્પર્શને, સિંહ પોતાની કેશવાળીના ખેંચવાને અને ક્ષત્રિય શત્રુથી થતા પરાભવને કદી પણ સહન કરી શકતો નથી તેમ સર્વજ્ઞ એવો હું આવા સર્વજ્ઞ પણાનો આડંબર કરનારા પાખંડીને કદી પણ સહન કરી શકું નહિ. જેણે પ્રખર પંડિતોની સભામાં મોટા મોટા વાદીઓને વાદવિવાદમાં બોલતા બંધ કરી દીધા છે એવા મારી પાસે ઘરમાં જ શૂરવીર બનેલો આ સર્વજ્ઞ કોણ છે! જે અગ્નિએ મોટા પર્વતોને પણ બાળી નાખ્યા છે તેની આગળ વૃક્ષો કોણ માત્ર છે? જે વાયુએ મદોન્મત્ત હાથીઓને પણ ઉડાડી મૂક્યા છે તેની આગળ રૂની પૂણીનું શું જોર ચાલે? “गता गौडदेशोभाव दूरदेश, भयाद् जर्जरा गौर्जरास्त्रासमीयुः। मृता मालवीयास्तिलाङ्गास्तिलगो-द्भवो जज्ञिरे पण्डिता मदभयेन ॥१॥ अरे लाटजाताः क्क याताः प्रनष्टाः,पटिष्ठा अपि द्राविडा वीडयाऽऽर्ताः। अहो! वादिलिप्सातुरे मय्यमुष्मिन्, जगत्युत्कटं वादिदुर्भिक्षमेतत् ॥२॥" “ગૌડ દેશમાં જન્મેલા પંડિતો તો મારા ભયથી ડરીને દૂર દેશમાં ચાલ્યા ગયા છે. ગુજરાતના પંડિતો જર્જરિત થઈને ત્રાસ પામ્યા છે. મારા ભયથી માળવાના પંડિતો મરી ગયા છે. તિલંગ દેશના પંડિતો દૂબળા થઈ ગયા છે. ૧. અરે! લાટદેશના પંડિતો તો મારાથી ડરીને ક્યાં નાસી ગયા છે, દ્રવિડ દેશના વિચક્ષણ પણ પંડિતો લજ્જાથી દુઃખી થઈ ગયા છે. અહો! વાદીઓ મેળવવાને હું ઇચ્છાધુર હોવા છતાં અત્યારે આ જગતમાં વાદીઓનો મોટો દુકાળ પડ્યો છે. ૨. આવી રીતે દરેક દેશના પંડિતોને જીતી જગતનાં વિજયપતાકા ફરકાવનારા મારી આગળ વળી સર્વજ્ઞ તરીકે અભિમાન કરનાર આ વાદી કોણ છે?”. આ પ્રમાણે વિચાર કરતાં ઇન્દ્રભૂતિએ પોતાના ભાઈ અગ્નિભૂતિને કહ્યું કે-“હે અગ્નિભૂતિ! મગ પકવતાં કોઈ કોરડુ મગનો દાણો રહી જાય તેમ દરેક વાદીઓને જીતવા છતાં આ વાદી હજુ રહી ગયો છે, માટે હું તેને વાદમાં પરાસ્ત કરવા જાઉં છું.” અગ્નિભૂતિ બોલ્યો કે-“હે વડીલ બંધુ કીડા સરખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy