SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવસૂત્રમ્ પાંચસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા, મંડિત અને મૌર્યપુત્ર નામના બે ભાઈઓ પ્રત્યેક સાડા ત્રણસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા. અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામના ચાર પંડિતો ત્રણસો ત્રણસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા. આ અગિયારે પંડિતોમાં ઇન્દ્રભૂતિને ‘જીવ છે કે નહિ?” અગ્નિભૂતિને ‘કર્મ છે કે નહિ’૨, વાયુભૂતિને ‘શરીર એ જ જીવ છે કે શરીરથી ભિન્ન જીવ છે’૩, વ્યક્તને ‘પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂત છે કે નહિ?’ ૪, સુધર્માને ‘આ જીવ જેવો આ ભવમાં હોય છે તેવો જ પરભવમાં થાય છે કે ભિન્ન સ્વરૂપે થાય છે?’ ૫, મંડિતને ‘આ જીવને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ છે કે નહિ?’ ૬, મૌર્યપુત્રને ‘દેવો છે કે નહિ? " ૭, અકંપિતને ‘નારકી છે કે નહિ?” ૮, અચલભ્રાતાને ‘પુણ્ય અને પાપ છે કે નહિ?’ ૯, મેતાર્યને ‘પરલોક છે કે નહિ?’ ૧૦, અને પ્રભાસને ‘મોક્ષ છે કે નહિ?’ એવો સંશય હતો ૧૧. આવી રીતે તે અગિયાર પંડિતોને એક એક વિષયનો સંશય હોવા છતાં પોતે સર્વજ્ઞ હોવાનું ખોટું અભિમાન ધરાવતા હતા, તેઓ પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી પોતપોતાના સંદેહ વિષે માંહોમાંહે પૂછતા નહોત. આ પ્રમાણે તે અગિયારે પંડિતો તથા તેમના ચુમ્માલીસસો શિષ્યો યજ્ઞમંડપમાં આવ્યા હતા. તે સિવાય શંકર, ઈશ્વર, શિવજી, ગંગાધર, વિષ્ણુ, ગોવિંદ, પુરુષોત્તમ, નારાયણ, જયદેવ, મહાદેવ, હરિહર, રામજી, મધુસૂદન, નરસિંહ, શિવરામ વિગેરે ઘણા બ્રાહ્મણો યજ્ઞમંડપમાં એકઠા થયા હતા. આ અવસરે શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા આકાશમાંથી ઉતરતા દેવોને જોઇતે બ્રાહ્મણો પરસ્પર બોલવા લાગ્યા કે-‘અહો! આ યજ્ઞનો પ્રભાવ તો જુઓ? આપણે મંત્રોથી બોલાવેલા આ દેવો પ્રત્યક્ષ થઇ યજ્ઞમંડપમાં ચાલ્યા આવે છે’’. આવી રીતે યજ્ઞમંડપમાં દેવોના આગમનની રાહ જોઇ રહેલા બ્રાહ્મણો આકાશ તરફ દૃષ્ટિ કરી જોઇ રહ્યા હતા, તેવામાં તો દેવોને યજ્ઞમંડપ છોડી પ્રભુને પાસે જતા જોઇ બ્રાહ્મણો ખિન્ન થઇ ગયા. ત્યાર પછી લોકોના મુખથી તેઓએ સાંભળ્યું કે- આ દેવો સર્વજ્ઞ પ્રભુને વંદન ક૨વા જાય છે. ‘સર્વજ્ઞ’ એવો શબ્દ સાંભળતાં જ ઇન્દ્રભૂતિ કોપ કરીને વિચારવા લાગ્યો કે-“અરે! શું હું સર્વજ્ઞ હોવા છતાં વળી આ કોઈ બીજો પણ પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે? કાનને અસહ્ય આવું કડવું વચન કેમ સાંભળી શકાય!. કદાચ ધૂતારો આવી મૂર્ખાઓને ઠગી જાય, અને તેવા મૂર્ખ લોકો તેની પાસે જતા હોય તો ભલે જાઓ, પણ આ દેવો કેમ જાય છે? આશ્ચર્ય એ છે કે આ પાખંડીએ તો દેવોને પણ ઠગ્યા, કે જેઓ સર્વજ્ઞ એવા મને અને આ પવિત્ર યજ્ઞમંડપને છોડી તેની પાસે ચાલ્યા જાય છે! નિર્મળ જળને છોડી દેનારા કાગડા પેઠે, અગાધ જળથી ભરેલા સરોવરને છોડી દેનારા દેડકા પેઠે, સુગંધી ચંદનને છોડી દેનારી માખીઓ પેઠે, સ્વાદિષ્ટ ફળવાળા સુંદર વૃક્ષને છોડી દેનારા ઊંટ પેઠે, મિષ્ટ દૂધપાકને છોડી દેનારા ભુંડ પેઠે અને સૂર્યના ઝળહળતા પ્રકાશને છોડી દેનારા ઘૂવડ પેઠે, ભ્રાન્તિ પામેલા આ દેવતાઓ પવિત્ર યજ્ઞમંડપને છોડી એ પાખંડી પાસે કેમ ચાલ્યા જાય છે? અથવા જેવો એ સર્વજ્ઞ હશે તેવા જ આ દેવતાઓ પણ જણાય છે, સરખે સરખાનો મેળાપ ઠીક થયો! જેમ આંબાના સુગન્ધી મહોર ઉપર સુગન્ધને પિછાણનારા વિચક્ષણ ભમરાઓ જ ગુંજારવ કરતા એકઠા થાય, પણ કાગડા તો કડવા લીંમડા ઉ૫૨ જ એકઠા થાય, તેમ આ ઉત્તમોત્તમ અને પવિત્ર યજ્ઞમંડપમાં તો સમર્થ વિચક્ષણ અને સમજુ દેવો જ એકઠા થાય, પણ આવા હલકા અને અણસમજુ દેવો તો એવા આડંબરી પાખંડી પાસે જાય, આમાં કાંઇ નવાઇ નથી, કેમકે જેવા યક્ષ હોય તેવો જ એને બલિ મળે છે. તો પણ હું તેના સર્વજ્ઞપણાના આડંબરને સહન કરી શકું નહિ. કારણ કે व्योम्न सूर्यद्वयं किं स्याद् गुहायां केसरिद्वयम् प्रत्याकारे च खङ्गौ द्वौ किं सर्वज्ञवहं स च ? ॥ १ ॥” 2235154034 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy