SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે પાલન કરનાર ધનાવહ શેઠ ગ્રહણ કરે. આ પ્રમાણે ચંદનાની આજ્ઞાથી ઇન્દ્ર તે ધન ધનાવહ શેઠને આપી કહ્યું કે-“આ ચંદના શ્રીવીર પ્રભુની પ્રથમ સાધ્વી થશે'. એમ કહી ઇન્દ્ર પ્રભુને ભક્તિપૂર્વક નમન કરી પોતાને સ્થાને ગયો. પછી રાજા શતાનીકે ચંદનાને આદરપૂર્વક પોતનાને ઘેર લઇ જઇ કન્યાઓના અંતઃપુરમાં રાખી. કૌશંબીથી વિહાર કરી પ્રભુ સુમંગળ નામના ગામે પધાર્યા, ત્યાં સનસ્કુમાર ઇન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી વિહાર કરતાં કરતા પ્રભુ અનુક્રમે ચંપાનગરી પધાર્યા, ત્યાં સ્વાતિદત્ત નામના બ્રાહ્મણની અગ્નિહોત્ર શાળામાં ચોમાસી તપ સ્વીકારી પ્રભુ બારમું ચાતુર્માસ રહ્યા. તે ચાર મહિના રાત્રિએ પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે યક્ષો ભક્તિથી પ્રભુની સેવા કરવા આવતા. ત્યાંથી વિહાર કરી પ્રભુ જંભિકા ગામે પધાર્યા. ત્યાં શકેન્દ્ર આવી પ્રભુ પાસે ભક્તિપૂર્વક નાટારંભ કર્યો. પછી તે બોલ્યો કે-“હે જગદ્ગુરુ! હવે આટલા દિવસમાં આપને કેવળજ્ઞાન થશે'. આ પ્રમાણે કહી પ્રભુને નમન કરી ઈન્દ્ર પોતાને સ્થાને ગયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ મિંઢિક ગામ ગયા, ત્યાં અમરેન્દ્ર આવી વંદન કર્યું, અને સુખશાતા પૂછી પોતાને સ્થાને ગયો. | મિંઢિક ગામથી વિહાર કરી પ્રભુ પરમાનિ ગામે પધાર્યા, ત્યાં ગામની બહાર પ્રતિમા ધરીને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવે શવ્યાપાલના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવી ઉપાર્જન કરેલું અશાતાદનીય કર્મ પ્રભુને આ સમયે ઉદયમાં આવ્યું તે શવ્યાપાલનનો જીવ ઘણા ભવભ્રમણ કરી આ ગામમાં ગોવાળિયો થયો હતો. તે ગોવાળીઓ રાત્રિએ પ્રભુને ગામની બહાર રહેલા જોઇ પોતાના બળદોને પ્રભુ પાસે મૂકી ગાયો દોવા ગામમાં ગયો. ગોવાળ ગયા પછી બળદો તો ચરવા માટે અટવીમાં દૂર ચાલ્યા ગયા. હવે પેલો ગોવાળિયો ગાયો દોઇને પાછો પ્રભુ પાસે આવ્યો, પણ બળદોને ન જોવાથી પ્રભુને પૂછવા લાગ્યો કે-“હે દેવાર્ય! મારા બળદ કયાં છે?” આવી રીતે બે ત્રણ વખત પૂછયું, પરંતુ મૌન રહેલા પ્રભુ તરફથી કાંઇ પણ ઉત્તર ન મળ્યો, ત્યારે તે ગોવાળે પ્રભુ ઉપર ક્રોધ કરીને જેનાં તીર થાય છે તે શરકટ-વૃક્ષના કાષ્ટના બે ખીલા બનાવી પ્રભુના બન્ને કાનમાં નાખ્યા, પછી તે બન્ને ખીલાને તેણે તાડન કરી પ્રભુના કાનમાં એટલા તો ઉંડા પેસાડી દીધા કે કાનની અંદર ગયેલા તે બન્ને ખીલાઓના અગ્રભાગ એક બીજાને મળી ગયા. ત્યાર પછી તે ખીલાઓને કોઇ ખેચીને કાઢી શકે નહિ, એવા નિર્દય ઇરાદાથી તે દુષ્ટ ગોવાળ બન્ને ખીલાઓના બહાર દેખાતા ભાગને કાપી ચાલ્યો ગયો. આ પ્રમાણે ઘોર ઉપસર્ગ થવા છતાં ધ્યાનમગ્ન પ્રભુ સમભાવથી જરા પણ ડગ્યા નહિ. ત્યાંથી વિહાર કરી પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં આવ્યા, અને ત્યાં પારણાને માટે સિદ્ધાર્થ નામના વૈશ્યના ઘેર પધાર્યા. પ્રભુને દેખી સિદ્ધાર્થે વંદન તથા નમસ્કાર કર્યો, પછી તેણે ભક્તિથી પ્રભુને પારણું કરાવ્યું. પ્રભુ સિદ્ધાર્થ ઘેર પધાર્યા તે વખતે ત્યાં સિદ્ધાર્થનો મિત્ર ખરક નામનો વૈદ્ય બેઠો હતો. તે પ્રભુને દેખી બોલ્યો કે-“અહો! આ ભગવંતનું શરીર સર્વલક્ષણે સંપૂર્ણ છે, પણ કાંઇક પ્લાન જણાતું હોવાથી શલ્યવાળું હોય એમ લાગે છે સિદ્ધાર્થે સંભ્રમથી કહ્યું કે- ‘જો એમ હોયતો બરાબર તપાસ કરીને કહે કે ભગવંતના શરીરમાં યે ઠેકાણે શલ્ય છે?” પછી તે નિપુણ વૈદ્ય પ્રભુના બધા શરીરની તપાસ કરી, તો બન્ને કાનમાં ખીલા નાખેલા જોયા એટલે તે સિદ્ધાર્થને પણ બતાવ્યા. સિદ્ધાર્થે કહ્યું કે-“હે મિત્ર! મહાતપસ્વી પ્રભુનું આ શલ્ય તુરતમાં દૂર કરવું જોઇએ, આ શુભ કાર્ય કરવાથી આપણે બન્નેને પુણ્ય થશે, માટે બીજા કાર્ય પડતાં મૂકી સત્વર તું પ્રભુની ચિકિત્સા કર'. આ પ્રમાણે તેઓ બન્ને વાતચીત કરે છે તેવામાં તો, પોતાના શરીરમાં પણ નિરપેક્ષ પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા, અને બહાર ઉદ્યાનમાં આવી શુભધ્યાનમાં પરાયણ થયા. ત્યારપછી સિદ્ધાર્થ શેઠ અને ખરક વૈદ્ય ઔષધ વિગેરે લઇ સત્વર ઉદ્યાનમાં ગયા. વૈદ્યકળામાં કુશળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy