________________
********
***(શ્રવણસ્વકૂણમ
ક
રે
રાજાની રાણી ધારિણીને અને તેની પુત્રી વસુમતીને પકડી પોતાના કબજામાં રાખી. તે સુભટે ધારિણીને સ્ત્રી તરીકે રાખવાનું કહેવાથી ધારિણી તુરત પોતાની જીભ કચરીને મરી ગઈ. ત્યાર પછી તે સુભટે વસુમતીને આશ્વાસન આપી પુત્રી તરીકે રાખવાનું સમજાવી કૌશાંબીમાં લાવી બજારમાં વેચવાને રાખી. તે વખતે તે રસ્તેથી જતા ધનાવહ શેઠે સુભટને ધન આપી વસુમતીને પોતાના ઘેર લઇ જઇ પુત્રી તરીકે રાખી. તે બાળાના વિનયાદિ ગુણોથી અને ચંદન જેવી શીતલ વાણીથી રંજિત થયેલા શેઠ પરિવાર સાથે મળીને તેણીનું ચંદના એવું નામ પાડયું. એક વખતે શેઠ મધ્યાહ્ન સમયે દુકાનેથી ઘેર આવ્યો, ત્યારે દેવયોગે કોઇ નોકર હાજર નહોતો, તેથી વિનીત ચંદના ઉભી થઇ, અને શેઠે વારવા છતાં પિતૃભક્તિથી શેઠના પગ ધોવા પ્રવર્તી. તે વખતે ચંદનાનો ચોટલો છૂટી જવાથી તેણીના કેશ જળથી ભીની થયેલી ભૂમિમાં પડ્યા, ત્યારે “આ પુત્રીના કેશભૂમિના કાદવથી મેલા ન થાઓ' એમ ધારી શેઠે સહજ સ્વભાવે તે કેશને યષ્ટિથી ઉંચા કર્યા, અને પછી આદરથી બાંધી દીધા. ગોખમાં બેઠેલી શેઠની પત્ની મૂળાએ આવી ચેષ્ટા જોઇ વિચાર્યું કે-“આ યુવતિ બાલાનો કેશપાશ શેઠે પોતે બાંધ્યો!, જેમનો પિતા-પુત્રી તરીકે સંબંધ હોય તેમની આવી ચેષ્ટા હોય જ નહિ, તેથી શેઠની બુદ્ધિ આ સુંદર બાળાને પોતાની પત્ની તરીકે રાખવાની જણાય છે! વળી આ બાળા ઉપર શેઠનો સ્નેહ ઘણો છે, તેથી ઘરની ધણિયાણી આ જ થશે, અને હું તો નકામી થઇ અપમાન પામી તો આ બાળાનો મૂળમાંથી જ ઉચ્છેદ કરવો ઉચિત છે.” એમ વિચારી મૂળાએ શેઠ બહાર ગયા ત્યારે હજામ બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું, પછી બેડી પહેરાવી ખૂબ માર મારી દૂરના એક ઘરમાં પૂરી બારણે તાળું દઇ મૂળા પોતાના પિયર ચાલી ગઇ. સાંજના શેઠ ઘેર આવ્યો ત્યારે ચંદનાની ખબર પૂછી, મૂળાથી ભય પામતા કોઇપણ માણસે કહ્યું નહિ, આવી રીતે ત્રણ દિવસ વ્યતીત થઇ ગયા, ચોથે દિવસે શેઠે ઘરના માણસોને આગ્રહથી પૂછ્યું તેથી એક ઘરડી દાસીએ ચંદનાને જ્યાં પૂરી હતી તે ઘર બતાવ્યું. શેઠે બારણાંનું તાળું ખોલી તે ઘર ઉઘાડીને જોયું ચંદનાને બેહાલ સ્થિતિમાં જોઇ શેઠને ઘણો જ ખેદ થયો, અને ચંદનાને એક સૂપડાના ખૂણામાં અડદના બાકળા આપી કહાં કે- “હે પુત્રી! તું હમણાં આ અડદ વાપર, હું બેડી ભંગાવી નાખવા લુહારને બોલાવવા જાઉં છું” એમ કહી શેઠ લુહારને ઘેર ગયો. ચંદનાએ વિચાર કર્યો કે- જો કોઇ ભિક્ષુ આવે તો તેને આપીને અડદ વાપરું” આ પ્રમાણે વિચારે છે તેવામાં, છ મહિનામાં પાંચ દિવસ ઉણા ઉપવાસવાળા શ્રીમહાવીર પ્રભુ ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને દેખી ચંદના ઘણી ખુશી થઇ, અને લોઢાની બેડીથી સખ્ત જકડાયેલી હોવાથી ઉમરો ઉલ્લંઘવાને અશક્ત એવી તે ચંદના એક પગ ઉમરામાં એને એક પગ બહાર રાખી “હે પ્રભુ! આ અડદ ગ્રહણ કરો' એમ બોલી પરંતુ પ્રભુ તો ધારેલા અભિગ્રહમાં એક રુદન ન્યૂન દેખી પાછા ફર્યા. તેથી ચંદનાને ખેદ થયો કે- “અરે! હું કેવી અભાગણી કે આ અવસરે પધારેલા પ્રભુ કાંઇ પણ લીધા વગર પાછા ફર્યા, આ પ્રમાણે ખિન્ન થયેલી ચંદના દુઃખથી રોવા લાગી, તેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એમ ચાર પ્રકારે અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રભુએ તે અડદના બાકળા ગ્રહણ કર્યા. પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રસન્ન થયેલા દેવોએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યા. તત્કાળ શકેન્દ્ર ત્યાં આવ્યો, દેવો નાચવા લાગ્યા, ચંદનાની બેડી તૂટીને તેને ઠેકાણે સુવર્ણના ઝાંઝર થઇ ગયાં, પૂર્વની પેઠે સુશોભિત કેશપાશ થઈ ગયો, અને દેવોએ ચંદનાને વસ્ત્રાલંકારથી સુશોભિત કરી દીધી. દુંદુભિના શબ્દ સાંભળી તત્કાળ ત્યાં શતાનીકરાના મૃગાવતી રાણી વિગેરે આવ્યાં. મૃગાવતી ધારણીની બેન હતી, તેણીએ ચંદનાને ઓળખી. આવી રીતે ચંદનાને પોતાની માશીનો મેળાપ થયો, ચંદના પોતાની સાળીની પુત્રી હોવાથી રાજા શતાનીક વસુધારા લઇ જવા તત્પર થયો, ત્યારે ઇન્દ્ર કહ્યું કે –“રાજ! આ ધન ચંદના જેને આપે તે જ લઇ શકે'. ચંદનાએ કહ્યું કે-“મારું પુત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org