SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર કાઢવા લાગ્યા, દેવીઓ પોતાના હાથની આંગળીઓ મરડતી આક્રોશ કરવા લાગી, સામાનિક દેવો હાંસી કરવા લાગ્યા. આવી રીતે ચોતરફથી તિરસ્કાર પામતો સંગમ ચોરની જેમ આમ-તેમ જોતો જોતો, ઠરી ગયેલા અંગારાની પેઠે નિસ્તેજ થઈ ગયેલો, અને પરિવાર વગરનો એકલો હડકાયા કૂતરાની પેઠે દેવલોકમાંથી કાઢી મૂકાયેલો. ત્યાંથી પ્લાનમુખે મેરુપર્વતની ચૂલા ઉપર ગયો. ત્યાર પછી તેની અગ્રમહિપી-દેવીઓએ દીનમુખ ઈન્દ્રને વિનંતિ કરી કે- હે સ્વામી! જો આપની આજ્ઞા હોય તો અમે અમારા પતિની પાછળ જઇએ'. ઇન્દ્ર તેમને જવા આજ્ઞા આપી, અને બીજા સર્વ પરિવારને તેની પાછળ જતો અટકાવ્યો. ત્યાં તે સંગમદેવ પોતાનું બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય સમાપ્ત કરશે. ચંદનબાળાનો ઉધ્ધાર: હવે ગોકુળ ગામથી વિહાર કરી પ્રભુ આલંભિકા નગરીએ આવ્યા, ત્યાં હરિકાંત નામનો વિદ્યુકુમારનો ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો. પ્રભુના ધર્મગુણની પ્રશંસા કરી અને વંદન કરીને પોતાને સ્થાને ગયો. ત્યાંથી પ્રભુ શ્વેતાંબિકા નગરીએ આવ્યા, ત્યાં હરિસહ નામનો વિદ્યુકુમારનો ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો, અને વંદન કરી પોતાને સ્થાને ગયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા. તે વખતે શક્રેન્દ્ર આવી કાર્તિક સ્વામિની મૂર્તિમાં પ્રવેશ કરી તે મૂર્તિદ્વારા પ્રભુને વંદન કર્યું, તેથી ત્યાં પ્રભુનો ઘણો મહિમા પ્રવર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશાંબી નગરીએ પધાર્યા, ત્યાં ચન્દ્ર અને સૂર્ય ઉતરીને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વારાણસીનગરીએ આવ્યા, ત્યાં શક્રેન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી રાજગૃહ પધાર્યા, ત્યાં ઈશાનેન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ મિથિલા નગરી પધાર્યા, ત્યાં જનકરાજાએ તથા ધરણેન્દ્ર પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વૈશાલી નગરી પધાર્યા, ત્યાં પ્રભુએ અગિયારમું ચાતુર્માસ કર્યું. ત્યાં ભૂતાનંદ નામના નાગકુમારના ઇન્દ્ર આવી, પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું, ચાતુર્માસ પૂરું થતાં ત્યાંથી વિહાર કરી પ્રભુ સુસુમારપુર પધાર્યા, અને ત્યાંના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. આ વખતે ચમરેન્દ્ર ગર્વ કરીને શકને જીતવા ઉંચો સૌધર્મલોકમાં ગયો, તેથી શકે કોપ કરી તેના પર વજ છોડયું. વજથી ભયભીત બનેલો ચમરેન્દ્ર તુરત પ્રભુના ચરણકમળમાં આવીને પડ્યો, અને બચી ગયો. ત્યાંથી અનુક્રમે વિહાર કરતાં પ્રભુ કૌશંબી નગરી પધાર્યા. ત્યાં શાતાનીક નામે રાજા હતો. તેને મૃગાવતી નામે રાણી, વાદી નામે ધર્મપાઠક, અને સુગુપ્ત નામે પ્રધાન હતો. સુગુપ્તને નંદા નામે પરમ શ્રાવિકા સ્ત્રી હતી, નંદા મૃગાવતીની સખી હતી. મૃગાવતીની વિજયા નામે પ્રતિહારી હતી. તે નગરીમાં ધનાવહ નામે શેઠ હતો, તેને મૂળા નામે સ્ત્રી હતી. હવે શ્રમણ ભગવાન મહાવીર આ નગરીમાં પધાર્યા ત્યારે પોષવદ એકમ હતી. તે દિવસે પ્રભુએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ ચારે પ્રકારે ઉગ્ર અભિગ્રહ લીધો. તે પ્રમાણે, “દ્રવ્યની-સૂપડાના ખૂણામાં રહેલ અડદ આપે તો વહોરવા. ક્ષેત્રથી-એક પગમાં ઉમરામાં અને એક પગ બહાર રાખીને આપે તો વહોરવું. કાળથી ભિક્ષાચરો ભિક્ષા લઇ ગયા પછીના સમયે મળે તો વહરોવું. ભાવથી-કોઈ રાજકુમારી દાસીપણાને પામી હોય, મસ્તક મુંડાવ્યું હોય, પગમાં બેડી હોય, રોતી હોય, અને અઠ્ઠમ તપ કર્યો હોય, આવા પ્રકારની સતી સ્ત્રી જો વહોરાવે તો વહોરવું. આ પ્રમાણે પરીષહ સહન કરવા કઠણ અભિગ્રહ સ્વીકારી પ્રભુ તે નગરીની અંદર ભિક્ષા માટે ફરે છે, તે નગરીનો રાજા પ્રધાન વિગેરે ઘણા ઉપાય કરે છે, પણ ચાર મહિના વ્યતીત થવા છતાં પ્રભુનો અભિગ્રહપૂરો થયો નહિ. આ અરસામાં શતાનીક રાજાએ ચંપાનગરી ઉપર ચઢાઇ કરી લશ્કરથી ઘેરી લીધી, તેથી ચંપાપતિ દધિવાહન રાજા નાઠો. પાછળથી ધણી વગરની થઇ પડેલી ચંપાનગરીને શતાનીક રાજાના સુભટોએ લૂંટવા માંડી. તેઓમાં એક સુભટે દધિવાહન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy