SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् થાય તો પણ અસમર્થ છે.’’ આવાં ઇન્દ્રનાં વચન સાંભળી તે સભામાં બેઠેલો ઇન્દ્રનો સામાનિક સંગમ નામનો દેવ પ્રભુની પ્રશંસા સહન ન કરી શકવાથી ભ્રૂકુટી ચડાવી અધર કંપાવતો બોલ્યો કે- “હે દેવેન્દ્ર! આવા ભોળપણના વિચારો દેવસભામાં બોલી, એક સાધુને દેવો કરતાં પણ મોટી શક્તિવાળો જણાવી, દેવોની અવગણના કરવી આપને ન શોભે. હે સુરેન્દ્ર! જેઓ મેરુ પર્વતને પણ ઢેફાની જેમ ફેંકી દેવા સમર્થ છે, જેઓ સમુદ્રનું પણ અંજલિના પાણી પેઠે પાન કરી જવા શક્તિવાળા છે, જેઓ આખી પૃથ્વીને પણ છત્રીની જેમ એક ભુજાથી તોળી રાખવા પ્રભાવશાળી છે, એવા અતુલ પરાક્રમી દેવો આગળ વળી એ મનુષ્યમાત્ર સાધુ કોણ છે? હું પોતે જ હમણાં ત્યાં જઇ તે સાધુને ક્ષણવારમાં ચલાયમાન કરી નાખું છું”. તે વખતે ઇન્દ્રે વિચાર્યું કે-‘જો હું અત્યારે આ સંગમને હુકમ કરી જતો અટકાવીશ તો એ દુર્બુદ્ધિ જાણશે કે, તીર્થંકરો તો પારકાની સહાયથી જ તપ કરે છે, વળી આવો ઉલટો ભાસ ઘણા દેવોના મનમાં ઠસી જશે, માટે અત્યારે આ દુષ્ટને જતો અટકાવવો ઠીક નથી''. એમ વિચારી સમયને માન આપી ઇન્દ્ર મૌન રહ્યો. હવે પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી ક્રોધથી ધમધમી રહેલો તે સંગમ દેવ તુરત સભામાંથી ઉઠી ધ્યાનમાં સ્થિર રહેલાં પ્રભુની પાસે આવ્યો. પ્રભુની શાંત મુદ્રા દેખવા છતાં તે પાપી દેવ શાંતિને બદલે અધિક દ્વેષ પામ્યો, અને તેણે તત્કાળ ધૂળની વૃષ્ટિ કરી. તે ધૂળથી પ્રભુનું આખું શરીર ઢાંકી દીધું, અને નાસિકા, આંખ, કાન વિગેર શરીરનાં દ્વાર એવાં તો પૂરી દીધાં કે પ્રભુનો શ્વાસોશ્વાસ પણ રુંધાઇ ગયો૧. છતાં પ્રભુ જરા પણ ચલાયમાન થયા નહિ, ત્યારે ધૂળને દૂર ખસેડી તે દુષ્ટે વજ્ર જેવા કઠોર મુખવાળી કીડીઓ ઉત્પન્ન કરી. તે કીડીઓએ પ્રભુના શરીરને વીંધી વસ્ત્રમાંથી સોય નીકળે તેમ એક બાજુથી પેસી બીજી બાજુ આરપાર નીકળી આખું શરીર ચાલણી જેવું કરી નાખ્યું ૨. આ પ્રમાણે કીડીઓનો ઉપસર્ગ કરવા છતાં ક્ષમાસાગર પ્રભુ ચલિત થયા નહિ, ત્યારે તે સંગમ દેવે પ્રચંડ ડાંસ વિકુર્યા. તેઓના પ્રહારથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું સફેદ રુધિર ઝરવા લાગ્યું ૩. છતાં જ્યારે તેઓથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, ત્યારે તેણે તીક્ષ્ણ મુખવાળી ઘીમેલો વિકુર્તી. તે ધીમેલો પ્રભુના શરીરે એવી તો સજ્જડ ચોંટીને વીંધવા લાગી કે આખું શરીર ધીમેલમય દેખાવા લાગ્યું ૪. ઘીમેલોથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે તેણે વીંછીઓ વિકુર્વ્યા. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા વીંછીઓ પુચ્છના કાંટાઓથી ભગવંતના શરીને ભેદવા લાગ્યા ૫. તેઓથી પણ પ્રભુ વ્યાકુળ થયા નહિ, ત્યારે તેણે નોળિયા વિકુí. ‘ખીં! ખીં, એવા શબ્દો કરતા તેઓ દોડીને ઉગ્ર દાઢો વડે ભગવંતના શરીરમાંથી તોડી તોડીને માંસના ટુકડા જુદા પાડવા લાગ્યા ૬. તેઓથી પણ પ્રભુને ચલાયમાન ન થયેલા દેખી તે દેવે ભયંકર સર્પો વિષુર્વ્યા. તે સર્વોએ શ્રીમહાવીર પરમાત્માને પગથી માથા સુધી વીંટી લીધા, અને ફણાઓ ફાટી જાય તેવો જો૨થી પ્રભુ ઉપર ફણાઓના પ્રહાર કરવા લાગ્યા, તથા દાઢો ભાંગી જાય તેટલા બળથી ડસવા લાગ્યા ૭. જ્યારે બધું ઝેર વમન કરી નિર્બળ બની તે સર્પો દોરડાની જેમ લટકી રહ્યા, ત્યારે તે દેવે ઉંદરો ઉત્પન્ન કર્યા. તેઓ નખ અને દાંતથી પ્રભુના અંગને ખણવા લાગ્યા, અને તેની ઉપર મૂત્ર કરીને પડેલા ઘા ઉપર ખાર નાખવા લાગ્યા ૮. ઉંદરોથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે તે દેવે અધિક ક્રોધ કરી મદોન્મત્ત હાથી વિકુર્યો. તે હાથી પ્રભુના શરીરને સૂંઢથી પકડી આકાશમાં ઉછાળી દંતશૂળથી ઝીલી લઇ દાંત વડે પ્રહાર કરવા લાગ્યો, અને પગથી કચરવા માંડ્યો ૯. છેવટે હાથી પણ પ્રભુને ક્ષોભ ન પમાડી શક્યો; ત્યારે તે દેવે હાથણી વિકુર્યાં. તે હાથણીએ પ્રભુને તીક્ષ્ણ દાંતથી ઘણા પ્રહાર કર્યા અને પ્રભુના શરીરને પગથી કચરી નાખ્યું ૧૦, જ્યારે હાથણીથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તે અધમ દેવે ભયંકર પિશાચ વિધુર્યો. તે પિશાચ અગ્નિ જ્વાળાઓથી વિકરાળ બનેલા પોતાના મુખને ફાડી, હાથમાં તલવાર પકડી, પ્રભુ સન્મુખ દોડી આવ્યો, અને 1422 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy