________________
श्रीकल्पसूत्रम्
પ્રતિમાધ્યાને રહ્યા છે.’’ તે સાંભળી વગ્ગર શેઠ તુરત પ્રભુ પાસે આવ્યો, અને અજ્ઞાનતાથી થયેલા અપરાધનું મિથ્યાદુષ્કૃત દઇ ભક્તિથી પ્રભુને વંદન કર્યું. ત્યાર પછી તે વગ્યુર શ્રાવક ઉદ્યાનમાં જઇ શ્રીમલ્લિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરી પોતાને ઘેર ગયો, ઇન્દ્ર પણ પોતાને સ્થાને ગયો.
ત્યાંથી વિહા૨ કરી પ્રભુ અનુક્રમે ઉન્નાગ નામના સન્નિવેશ તરફ જતા હતા, ત્યાં રસ્તામાં તરતના જ પરણેલા લાંબા લાંબા દાંતવાળા બહુ-વરને સન્મુખ આવતા જોઇ ગોશાળાએ મશ્કરી કરી કે'तत्तिल्लो विहिराया, जाणइ दूरे वि जो जहिं वस ।
जं जस्स होइ जुग्गं, तं तस्स विइज्जयं देइ ॥ १ ॥ "
‘અહો! વિધિરાજ કુશળ છે કે, જે જ્યાં દૂર પણ વસ્તુ હોય તેને ધ્યાનમાં રાખે છે, અને જેને જે યોગ્ય હોય તેને તે બીજું મેળવી આપે છે.૧, અહો જુઓ તો ખરા! આ બન્નેના દાંત અને પેટ કેવા મોટા છે! વાંસામાં તો ખૂંધ નીકળી છે, નાક પણ ચીબું છે!, વિધાતાએ સરખી જોડી ઠીક મેળવી દીધી છે આ પ્રમાણે વારંવાર મશ્કરી કરતા ગોશાળાને પકડીને તે વહુ-વર સાથેના માણસોએ ખુબ માર્યો, અને મજબૂત બંધનથી બાંધીને વાંસના જાળામાં ફેંકી દીધો. પરંતુ પાછળથી પ્રભુનો છત્રધર સમજી તેઓએ બંધન છોડી ગોશાળાને મુક્ત કર્યો. પછી પ્રભુ તેની સાથે ચાલતા ગોભૂમિમાં આવ્યા. ત્યાંથી રાજગૃહ નગરમાં પધારી પ્રભુએ આઠમું ચાતુર્માસ ચોમાસી તપ વડે પૂરું કર્યુ, અને તે ચોમાસી તપનું પારણું નગરની બહાર કર્યું. પ્રભુએ વિચાર્યું કે- ‘‘મારે હજા ઘણાં કર્મ નિર્જરવાનાં છે, તેથી ચીકણા કર્મનો ક્ષય ક૨વા માટે ઉપસર્ગ થાય તેવી ભૂમિમાં વિચરવાની જરૂર છે, અને ઘણા ઉપસર્ગ વજ્રજભૂમિમાં થશે. એમ વિચારી પ્રભુ ત્યાંથી વિહાર કરી વજભૂમિમાં ગયા. તે દેશમાં પરમાધાભી જેવા ક્રૂર મ્લેચ્છોએ પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, પરન્તુ ‘આ ઉપસર્ગોથી કર્મનો ધ્વંસ થાય છે' એમ વિચારતા પ્રભુ તે મ્લેચ્છોને બંધુથી પણ અધિક માનતા. પ્રભુ તે જ ભૂમિમાં નવમું ચાતુર્માસ ચોમાસી તપ વડે પૂરું કરી તે ઉપરાંત બીજા બે મહિના ત્યાં જ વિચર્યા. ત્યાં ચોમાસામાં નિયત સ્થાન ન મળવાથી પ્રભુએ નવમું ચોમાસું અનિયત કર્યું.
ત્યાંથી વિહા૨ ક૨ી પ્રભુ સિદ્ધાર્થપુરે આવ્યા, ત્યાંથી કૂર્મગામ તરફ જતાં રસ્તામાં ગોશાળાએ તલનો છોડવો જોઇ પ્રભુને પૂછ્યું કે- ‘હે પ્રભુ! આ છોડવો ફળશે કે નહિ? ’ પ્રભુએ કહ્યું કે-‘ફળશે, આ છોડવાને સાત ફૂલ લાગ્યા છે, તે સાતે ફૂલના જીવ મરીને આજ છોડવાની શીંગમાં સાત તલ થશે.' આ પ્રમાણે પ્રભુએ કહેલું વચન જુરૂં પાડવા ગોશાળાએ તે છોડવાને મૂળમાંથી ઉખેડી એક તરફ ફેંકી દીધો. તે વખતે નજીકમાં રહેલા વ્યંતરીએ ‘પ્રભુની વાણી અસત્ય ન થાઓ’ એવું ધારીને ત્યાં વૃષ્ટિ કરી. વરસાદથી ભીની થયેલી ભૂમિમાં પડેલા તે છોડનું મૂળિયું કોઇ ગાયની ખરીથી દવાઇ જમીનમાં પેસી ગયું, અને ધીરે ધીરે તે છોડવો હતો એવો થઇ ગયો.
પ્રભુ ત્યાંથી ચાલતા કૂર્મગામ પહોંચ્યા. તે ગામની બહાર વૈશ્યાયન નામનો તાપસ મધ્યાહ્ન સમયે બન્ને હાથ ઉંચા કરી, સૂર્ય સામે દૃષ્ટિ રાખી, જટા છૂટી મૂકી સૂર્યની આતાપના લઇ રહ્યો હતો, અને સૂર્યના સખ્ત તાપને લીધે તેની જટામાંથી જમીન પર ખરી પડતી યૂકાઓ એટલે જુઓને વીણી વીણીને તાપસ પાછો પોતાની જટામાં નાખતો હતો. આવું દુઃસહ અનુષ્ઠાન કરી રહેલા તે તાપસની જટામાં ઘણી જૂ દેખી ગોશાળો તે તાપસને ‘ચૂકાશય્યાતર’ એ પ્રમાણે કહી તેની વારંવાર મશ્કરી કરવા લાગ્યો. તેથી તાપસે ક્રોધાયમાન થઇ ગોશાળા ઉપર તેજોલેશ્યા મઠ્ઠી, તાપસે મૂકેલી તેજોલેશ્યાથી ગોશાળો ભસ્મીભૂત થઈ જાત, પણ કરુણાસાગર પ્રભુએ તુરત શીતલેશ્યા મૂકી, તેથી જળ વડે અગ્નિની જેમ તે તેજોલેશ્યા શમી ગઇ, આવી રીતે પ્રભુએ ગોશાળાને બચાવી લીધો. પ્રભુની અલૌકિક
140
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org