SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ - ~ ***(શીવBqQHD + ********** અને ત્યાં એક શૂન્ય ઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે ગામના જાગીરદારનો સિંહ નામનો યુવાન પુત્ર વિદ્યુમ્નતી નામની દાસી સાથે રતિક્રીડા કરવા રાત્રિએ એ જ શૂન્ય ઘરમાં આવ્યો. ગાઢ અંધારામાં કોઇ ન જણાવાથી તેણે દાસી સાથે રતિક્રીડા કરી, તે જોઈ ગોશાળો હસવા લાગ્યો, પોતાનો અનાચાર છુપાઇને જોઇ હસતા ગોશાળા પર ક્રોધ કરી સિંહ તેને મારવા લાગ્યો, ગોશાળો રાડો પાડવા લાગ્યો, ત્યારે સિંહે તેને છોડયો. ત્યાર પછી ગોશાળાએ પ્રભુને કહ્યું કે “હે સ્વામી! મને એકલાને તેણે આટલો બધો માર માર્યો! છતાં આપે તેને કેમ વાર્યો નહિ?”. પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યું કે-“તારે કોઈની મશ્કરી ન કરવી જોઇએ, ગંભીરતા રાખવી જોઇએ, હવે કોઇની મશ્કરી કરીશ નહિ. ત્યાંથી વિહાર કરી પ્રભુ પાત્રાલક ગામમાં જઇ કોઈ શૂન્ય ઘરમાં કાઉસધ્યાને રહ્યા. ત્યાં પણ રાત્રિ સ્કંદ નામના યુવકને સ્કંદિલા નામની દાસી સાથે રતિક્રીડા કરતો જોઈ ગોશાળ હાંસી કરી, તેથી તેણે ત્યાં પણ પ્રથમની પેઠે ઘણો માર ખાધો. ત્યાંથી વિહાર કરી પ્રભુ કુમારક સન્નિવેશ ગયા, ત્યાં ચંપકરણીય નામના ઉદ્યાનમાં કાઉસગ્ગધ્યાને રહ્યા. હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શિષ્ય મુનિચંદ્ર નામના આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર સહિત વિચરતા તે જ ગામમાં કૂપનય નામના કુંભારની શાળામાં રહેતા હતા. ગોશાળાએ ગામમાં તે સાધુઓને જોઇ પૂછયું કે- ‘તમે કોણ છો?” તેઓ બોલ્યા કે, “અમે નિગ્રંથ છીએ.” ગોશાળાએ કહ્યું કે- “અરે!! તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં? મારા ધર્માચાર્યમાં અને તમારામાં મેરુ સરસવ જેટલો તફાવત છે'. તે સાધુઓ શ્રી મહાવીર જિનેશ્વરને જાણતા નહોતા. તેથી બોલ્યા કે, “જેવો તું છે તેવા જ તારા ધર્માચાર્યનું તપતેજ હોય, તો તેના પ્રભાવથી તમારો આશ્રમ બળી જાઓ”. તે સાધુઓએ કહ્યું કે-અમે શાપથી ડરતા નથી, તારા વચનથી અમારું આશ્રય સ્થાન બળવાનું નથી, પ્રભુનું નામ લઇ પોતે શાપ આપવા છતાં જ્યારે સાધુઓનું આશ્રયસ્થાન નબળ્યું, ત્યારે વીલખો થઇ ગોશાળો પ્રભુ પાસે આવીને સર્વ વૃત્તાંત નિવેદન કરી બોલ્યો કે-“હે સ્વામી! મેં આપના નામથી શાપ આપવા છતાં તે સાધુઓનો ઉપાશ્રય ન બળ્યો તેનું શું કારણ?” સિદ્ધાર્થે કહ્યું કે-“અરે મૂર્ખ! તેઓ તો પાર્શ્વનાથ પ્રભુના શિષ્યો છે, તે સાધુઓ કે તેમનું સ્થાન શાપથી ન બળે'. હવે રાત્રિએ મુનિચંદ્ર સૂરિ જિનકલ્પની તુલના કરતા ઉપાશ્રયની બહાર પ્રતિમા ધરી રહ્યા. પેલો કૂપનય કુંભાર મદિરાપાન કરી ધૂમતો ઘૂમતો ત્યાં આવ્યો, તેણે મદિરાના કેફમાં આચાર્ય મહારાજને ઓળખ્યા નહિ. તેણે જાણ્યું કે આ કોઈ ચોર ઉભો છે, તેથી તે કુંભારે આચાર્યને ગળેથી પકડી શ્વાસ વગરના કરી દીધા, છતાં તેઓ શુભ ધ્યાનથી ચલિત થયા નહિ. તે વેદનાને સહન કરતાં તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને કાળધર્મ પામી દેવલોકે ગયા.દેવોએ તે મુનિરાજના મહિમા માટે પ્રકાશ કર્યો, તે જોઈ ગોશાળો બોલ્યો કે-“અહો! તે સાધુઓનાં ઉપાશ્રય બળી રહ્યો છે! પણ સિદ્ધાર્થે સત્ય હકીકત નિવેદન કરી ત્યારે ગોશાળો ત્યાં જઈ સૂઈ રહેલા તે સાધુઓને તિરસ્કારી પાછો આવ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ ચૌરા નામના ગામમાં આવ્યા, ગોશાળો પણ સાથે હતો. ત્યાં પ્રભુને અને ગોશાળાને રાજ્યની છૂપી બાતમી લઇ જનારા જાસૂસ જાણી તેમને કોટવાળો હેડમાં નાખવા લાગ્યા. પહેલાં ગોશાળાને હેડમાં નાખ્યો, પ્રભુને હજુ હેડમાં નાખ્યા નહોતા, તેવામાં ત્યાં ઉત્પલ નિમિત્તિયાની સોમા અને જયંતી નામની બે બહેનો કે જોઓ સંયમ પાળવાને અસમર્થ થઈ છતાં પાછળથી સંન્યાસિની થઈ હતી તેઓએ પ્રભુને જોઇને તથા ઓળખીને કોટવાળો પ્રત્યે કહ્યું કે- “અરે મૂર્ખા! તમે શું કરવાને ઇચ્છો છો? તમે શુ આ સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર પ્રભુ છે એમ જાણતા નથી?” કોટવાળોએ આવાં વચનો સાંભળી ભય પામી પ્રભુને મૂકી દીધા, અને પોતાના અપરાધની ક્ષમા યાચવા લાગ્યા. ત્યાર પછી તેઓએ ગોશાળાને પણ પ્રભુનો શિષ્ય જાણી છોડી મૂક્યો. **** ***********136 *** ** ***** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy