SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ *************(શ્રીવEWખૂણમ્મ ** *** ****** પહોરમાં કાંઇક ઓછા સમય સુધી અત્યન્ત વેદના સહન કરી, તેથી પ્રભાતમાં ક્ષણવાર નિદ્રા આવી ગઇ. નિદ્રાની અંદર પ્રભુ દસ સ્વપ્ન જોઇને જાગ્યા. સવાર થતાં ગામના લોકો યક્ષના મંદિરમાં એકઠા થયા, તેઓએ પ્રભુને દિવ્ય ગંધ ચૂર્ણ અને પુષ્પોથી પૂજાયેલા જોઈને ઘણો જ હર્ષ પામ્યા, અને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. તે ગામના લોકો સાથે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જાણકાર એવા ઉત્પલ અને ઇન્દ્રશર્મા નામના બે જ્યોતિષી આવ્યા હતા, તેઓએ પ્રભુને વંદન કર્યા બાદ, ઉત્પલ બોલ્યો કે-“હે ભગવન્! આપે રાત્રિને છેડે જે દસ સ્વપ્ન જોયાં છે, તેનું ફળ આપ તો મહાજ્ઞાની હોવાથી જાણો જ છો, તો પણ હું ભક્તિવશ થઇને કહું છું હે નાથ! પહેલા સ્વપ્નમાં આપે તાડપિશાચને એટલે તાડ જેટલા ઊંચા પિશાચને હણ્યો, તેથી આપ થોડા જ વખતમાં મોહનીય કર્મને હણશો-બીજા સ્વપ્ન આપની સેવા કરતું સફેદ પક્ષી દેખ્યું, તેથી આપ શુક્લધ્યાનને ધારણ કરશો. ત્રીજે સ્વપ્ન આપની સેવા કરતું વિચિત્ર કોયલપક્ષી જોયું, તેથી આપ દ્વાદશાંગી પ્રરુપશો. ચોથે સ્વપ્ન આપની સેવા કરતો ગાયોનો સમૂહ જોયો, તેથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. પાંચમે સ્વપ્ન સમુદ્ર તર્યા, તેથી આપ સંસારને તરી જશો. છટ્ટે સ્વપ્ન આપે ઉગતો સૂર્ય જોયો, તેથી થોડા જ વખતમાં આપને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. સાતમે સ્વપ્ન આપે આંતરડાઓ વડે માનુષોત્તર પર્વતને વીંટી લીધો તેથી થોડા જ વખતમાં આપની કીર્તિ ત્રણે ભુવનમાં ફેલાશે. આઠમે સ્વપ્ન આપ મેરુ પર્વતના શિખર પર ચડ્યા, તેથી આપ સમવસરણમાં સિંહાસન પર ચડી દેવો અને મનુષ્યોની સભામાં ધર્મ પ્રરૂપશો. નવમે સ્વપ્ન આપે દેવોથી શોભી રહેલું એવું પા સરોવર જોયું, તેથી ભુવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચારે નિકાયના દેવો આપની સેવા કરશે. પરંતુ તે સ્વામી! દસમાં સ્વપ્નમાં આપે જે સુગંધી પુષ્યમય બે માળાઓ દેખી, તેનો અર્થ હું જાણતો નથી”. તે વખતે પ્રભુએ કહ્યું કે-“ઉત્પલ! દસમા સ્વપ્નમાં મેં જે બે માળાઓ જોઇ, તેથી હું સાધુધર્મ અને શ્રાવક-ધર્મ એમ બે પ્રકારનો ધર્મ કહીશ”. ત્યાર પછી તે ઉત્પલ નિમિત્તિયો પ્રભુને વન્દન કરી પોતાને સ્થાને ગયો. ત્યાં પ્રભુએ અર્ધ અર્ધ માસક્ષપણ એટલે પંદર પદંર ઉપવાસ વડે પ્રથમ ચાતુર્માસ નિર્ગમન કર્યું. તે અસ્થિક ગામથી વિહાર કરીને પ્રભુ મોરાક સન્નિવેશમાં બહારના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પ્રભુનો મહિમા વધારવા માટે સિદ્ધાર્થ વ્યંતર પ્રતિમા ધ્યાને રહેલા પ્રભુના શરીરમાં પેસીને લોકો આગળ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળની વાતો કહેવા લાગ્યો. તેણે કહેલા નિમિત્ત પ્રમાણે દરેક વાત સાચી પડવાથી ગામમાં પ્રભુનો મહિમા વધ્યો. તે ગામમાં અચ્છેદક નામે એક જ્યોતિષી રહેતો હતો, પ્રભુનો મહિમા વધતો જોઇ તેને ઈર્ષ્યા આવી, તેથી પ્રભુના મુખદ્વારા બોલાતી સિદ્ધાર્થની વાણીને જૂઠી પાડવા તે સત્વર લોકો સાથે ત્યાં આવ્યો. પછી તે અચ્છેદકે બે હાથની આંગળીમાં ઘાસનું એક તરણું બન્ને બાજુથી પકડીને પ્રશ્ન કર્યો કે-“કહો, આ તરણુ મારાથી છેદાશે કે નહિ?”. તેના મનમાં એવું હતું કે આ દેવાર્ય જો તારણું છેદવાનું કહેશે તો નહિ છેદું અને છેદવાનું કહેશે તો છેદી નાખીશ, તેથી તેમની વાણી લોકોમાં જૂઠી પડશે. પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યું કે, “એ તરણું છેદાશે નહિ'. આ વચન સાંભળી અચ્છેદક આંગળીથી તે તરણું છેદવા તત્પર થયો. હવે આ વખતે ઇન્દ્ર પોતાની સભામાં બેઠા બેઠા વિચાર્યું કે, હમણાં વીર પ્રભુ ક્યાં વિચરતા હશે? ઉપયોગમૂકી જોયું તો પ્રભુને મોરાક ગામના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહેલા જોયા, અને અછંદકની આવી ચેષ્ટા જોઇ ઇન્દ્ર વિચાર્યું કે-“પ્રભુના મુખથી નીકળેલી વાણી અસત્ય ન થાઓ' એમ વિચારી તેણે તરત જ વડે અચ્છંદકની દસે આંગળી કાપી નાખી, તેથી તૃણ છેડાયું નહિ. પોતાનું કહેલું જૂઠું પાડવા તરકટ રચીને આવેલા અચ્છેદક ઉપર સિદ્ધાર્થ વ્યંતર ઘણો રુષ્ટ થયો, તેથી ગામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy