SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ કરકરે કર (શ્રીવટપૂણમ કે કરે છે કે કરે કે તેની હલકાઇ કરાવવા લોકોને જણાવ્યું કે “આ નિમિત્તયો ચોર છે. લોકોએ પૂછ્યું કે “સ્વામી! તેણે શું અને કોનું ચોર્યું છે?” સિદ્ધાર્થ બોલ્યો કે-“એણે વીરઘોષ નામના નોકરનો દલ પલ પ્રમાણનો વાટકો ચોરીને વીરઘોષના ઘરની પછવાડે પૂર્વ દિશામાં ખજૂરી નીચે દાટ્યો છે. વળી ઇન્દ્રશર્માનો ઘેટો ચોરીને તે ખાઈ ગયો છે, તેની નિશાની એ છે કે, તે ઘેટાનાં હાડકાં પોતાના ઘરની બોરડી નીચે દાટ્યાં છે. વળી આ પાખંડીનું ત્રીજું પણ એક દુશ્ચરિત્ર છે, પણ તે તો મારાથી કહી શકાય એવું નથી, તેની સ્ત્રી પાસે જઈ પૂછશો તો તેની સ્ત્રી જ કહેશે'. કુતૂહલી લોકોએ તુરત જ અચ્છેદકને ઘેર જઇ પૂછયું. અચ્છેદકને પોતાની સ્ત્રી સાથે અણબનાવ રહેતો, વળી તે દિવસે તેણીને મારી હતી, તેથી ક્રોધપૂર્વક બોલી કે-“એ પાપિચ્છનું મોટું પણ જોવા યોગ્ય નથી, કારણ કે તે પોતાની બહેનને પણ ભોગવે છે”. આવી રીતે લોકમાં પોતાની હેલના થવાથી અચ્છેદક ઝંખવાણો પડી ગયો, અને કોઈ પણ માણસ પ્રભુ પાસે નહોતું ત્યારે પ્રભુ પાસે આવી દાનપણે નમીને બોલ્યો કે “હે સ્વામી! આપ તો વિશ્વવંદ્ય હોવાથી જ્યાં જ્યાં આપના ચરણકમળથી પૃથ્વી પાવન થાય છે ત્યાં ત્યાં પૂજાઓ છો, પણ હે કરુણાળુ! મારી તો અહીં જ આજીવિકા છે, માટે મેં કરેલો અપરાધ માફ કરો, અને લોકોમાં થતી લઘુતાથી બચાવો”.પ્રભુએ વિચાર્યું કે “અહીં રહેવાથી આને અપ્રીતિ થશે માટે જગતનું ભલું કરવાને ઇચ્છતા માટે અહીંથી વિહાર કરવો શ્રેયસ્કર છે” એમ વિચારી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. ચંડકોશિયાનો ઉપસર્ગઃ - મોરાક ગામથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગોવાળિયા મળ્યા, તેઓએ કહ્યું કે“હે સ્વામી! આપ જે માર્ગે જાઓ છો તે માર્ગ જો કે શ્વેતાંબીએ પાંસરો જાય છે, પણ રસ્તામાં કનકખલ નામે તાપસીનું આશ્રમસ્થાન આવે છે. ત્યાં હમણાં એક ચંડકૌશિક નામે દૃષ્ટિવિષ સર્પ રહે છે, તે ઝેરી સર્પ ઘણા માણસોના પ્રાણા હરી લીધા છે, માટે એ સરળ માર્ગ છોડી દઈ આ બીજે માર્ગે જાઓ”. આ પ્રમાણે તેઓએ વાર્યા છતાં કરુણાળુ પ્રભુ ચંડકૌશિકને પ્રતિબોધ પમાડવા તે જ આશ્રમે ગયા. ચંડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. તે સાધુ એક વખતે તપસ્યાને પારણેગોચરી વહોરવા માટે એક શિષ્ય સાથે ગયા. રસ્તામાં ચાલતાં ચાલતાં તેમના પગ નીચે એક નાની દેડકી આવી જવાથી ચગદાઈ મરી ગઈ. દેડકીની થયેલી વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિક્કમવા માટે હિતચિંતક પેલા શિષ્ય ગુરુને ઈરિયાવહી પડિકમતાં, ગોચરી પડિકમ્મતાં અને સાયંકાળના પ્રતિક્રમણને વિષે, એમ ત્રણ વખત તે દેડકીની વિરાધના સંભારી આપી, ત્યારે તે સાધુ ક્રોધ કરી શિષ્યને મારવા દોડયા, પરન્તુ થાંભલા સાથે અફળાતાં તે તપસ્વી સાધુ કાળધર્મ પામી જ્યોતિષ્ક દેવ થયો. ત્યાંથી આવીને તે આશ્રમમાં પાંચસો તાપસીનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તે તાપસને પોતાના આશ્રમ પર ઘણો મોહ હતો, તેથી કદી કોઈ માણસ આશ્રમમાં ઉગેલા વૃક્ષોના ફળ વિગેરે ગ્રહણ કરતો તો તેના પર ક્રોધ કરી કુહાડાથી મારવા દોડતો. એક વખતે તે પોતાના આશ્રમમાં ફળોને ગ્રહણ કરતા રાજકુમારોને જોઇ તેમને મારવા માટે હાથમાં કુહાડો પકડી દોડતાં ફૂવામાં પડી ગયો, અને ક્રોધના તીવ્ર અધ્યવસાયથી મરીને તેજ આશ્રમમાં પોતાના પૂર્વભવના નામવાળો દૃષ્ટિવિષ સર્પ થયો. હવે પ્રભુ તે આશ્રમમાં આવીને કાઉસગ્ગ ધ્યાને સ્થિર ઉભા. પ્રભુને જોઇ ક્રોધથી ધમધમી રહેલો તે ક્રોધી સર્પ સૂર્ય સામી દૃષ્ટિ કરી પ્રભુ સન્મુખ દૃષ્ટિ જવાળા ફેંકવા લાગ્યો, છતાં પ્રભુને નિશ્ચળ જોઈ વધારે ક્રોધ કરી તેણે સૂર્ય સામું જોઇ જોઇને વિશેષ દૃષ્ટિ જવાળા છોડવા માંડી, તો પણ એ જવાળાઓ પ્રભુ ઉપર જળધારા જેવી થઈ ગઈ. આવી રીતે ત્રણ વાર દૃષ્ટિ જવાળા છોડવા છતાં પ્રભુને એકાગ્ર ધ્યાને ઉભા રહેલા જોઈ, પ્રભુનો અલૌકિક પ્રભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy