SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ *** *****(જીવPસ્વ સમકકમ *** * ** છબસ્થ અવસ્થા સુધી પ્રાયઃ મૌન રહેવું ૪, હાથમાં જ આહાર કરવો ૫. આ પ્રમાણે પાંચ અભિગ્રહ ગ્રહણ કરી વર્ષાકાળમાં અસાડ સુદ પૂર્ણિમાથી આરંભી પંદર દિવસ બાદ પ્રભુએ અસ્થિક નામના ગામ તરફ વિહાર કર્યો. समणे भगवं महावीरे संवच्छरं साहियं मासं चीवरधारी होत्था, तेणं परं अचेलए पाणिपाडिग्गहिए समणे भगवं महावीरे साइरेगाई दुवासवासाइं निच्चं वोसट्ठकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पजन्ति, तं जहादिव्वा वा माणुसा वा तिरिक्खजोणिया वा, अणुलोमा वा पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ, खमइ તિતિરફ, દિયા . દા ૧૧૧૭ / (મને માવં મહાવીર) શ્રમણ ભગવાન્ મહાવીર (સંવ હિમા) એક વરસ અને એક મહિનાથી કાંઈક અધિક સમય સુધી (વીવરઘારી હત્યા) વસ્ત્રધારી હતા. (તેલં પરં વેપ) ત્યાર પછી અચલક-વસ્ત્ર રહિત હતા, (TITUTUડિmહિ) અને કરપાત્ર-હાથરૂપી જ પાત્રવાળા હતા, પ્રભુનું અચેલકપણું નીચેના વૃતાન્તથી જાણવું પ્રભુ દીક્ષિત થયા પછી વિચરતા છતાં એક વરસ અને એક મહિનાથી કાંઈક અધિક સમય વીત્યા બાદ દક્ષિણ વાચાલ સન્નિવેશ નજીકમાં સુવર્ણવાલુકા નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદૂષ્યનો અરધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયો, ત્યારે પછવાડે પડી ગયેલા તે દેવદૂષ્ય તરફ પ્રભુ સિંહાવલોકન વડે દૃષ્ટિ કરી આગળ ચાલતા થયા. પ્રભુ એ પછવાડે પડી ગયેલા વસ્ત્ર તરફ શા કારણથી દૃષ્ટિ કરી? તે સંબંધમાં ભિન્ન મત છે. ૧. મમતાથી પ્રભુ એ પાછું જોયું. ૨. તે વસ્ત્ર સારે સ્થાને પડયું કે અયોગ્ય સ્થાને પડયું? તે જોવા માટે પ્રભુ પાછું જોયું. ૩. પ્રભુએ સહસાકારે પાછું જોયું. ૪મારા શિષ્યોને વસ્ત્ર-પાત્ર સુલભ થશે કે દુર્લભ?તેનો નિર્ણય કરવા પ્રભુએ પાછું જોયું, એમ જુદા જુદા આચાર્યો કહે છે. જ્યારે વૃદ્ધ આચાર્યોનો મત છે કે- પોતે પડી ગયેલા વસ્ત્ર ઉપરથી પોતાનું શાસન કેવું થશે તે વિચારવા પ્રભુએ પાછું વળીને જોયું હતું, અને જ્યારે તે વસ્ત્રને કાંટામાં ભરાઈ ગયેલું જોયું ત્યારે તે ઉપરથી પ્રભુએ પોતાનું શાસન ઘણા કંટકવાળું થશે એવો નિર્ણય કર્યો, આવી રીતે ભિન્ન-ભિન્ન મત છે. પ્રભુ નિર્લોભી હોવાથી તે પડી ગયેલો દેવદૂષ્યનો અરધો ભાગ પાછો ન લીધો, પણ પ્રભુના પિતા સિદ્ધાર્થ રાજાનો મિત્ર સોમ નામનો બ્રાહ્મણ જે પ્રભુની પાછળ પાછળ જ ચાલ્યો આવતો હતો તેણે લઈ લીધો. પ્રભુએ તે દેવદૂષ્યનો બાકીનો અર્ધભાગ તો તેજ બ્રાહ્મણને પહેલાં આપી દીધો હતો, તે વૃત્તાંત-આ પ્રમાણે જાણવો-- જે વખતે પ્રભુ વાર્ષિક દાન દઈ જગતનું દારિદ્રય ફેડતા હતા, તે વખતે દરિદ્ર સોમ બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયો હતો, પણ કમનસીબ હોવાથી તે પરદેશમાંથી પણ કાંઇ લાભ મેળવ્યા વગર જ પાછો ઘેર આવ્યો. ગરીબાઈથી સંતપ્ત બનેલી તેની સ્ત્રી તેને બઢવા લાગી કે-“અરે નિર્ભાગ્ય શિરોમણિ! શ્રીવર્ધમાનકુમારે જ્યારે સુવર્ણનો વરસાદ વરસાવ્યો હતો ત્યારે તો તમે પરદેશ ચાલ્યા ગયા! પરદેશમાં પણ ભટકીને પાછા અત્યારે નિધન જ ઘેર આવ્યા. જાઓ, અહીંથી દૂર ખસો, શું જોઇને મને તમારું મોટું દેખોડોછો? જંગમ કલ્પવૃક્ષ સમાનતે શ્રીવર્ધમા ! પાસે હજુ પણ જાઓ, એ દયાળુ અને દાનવીર છે, માટે જળદી તેમની જ પાસે જાઓ, જેથી દારિદ્રય દૂર થાય. કહ્યું ___ "यैः प्राग् दत्तानि दानानि, पुनातुं हि ते क्षमाः। शुष्कोऽपि हि नदीमार्गः, खन्यते सलिलार्थिभिः ॥१॥" જેમણે પહેલાં દાન આપ્યાં હોય તેઓ ફરીથી પણ દાન આપવાને સમર્થ હોય છે, કારણ કે સૂકાઈ ગયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy