SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ श्रीकल्पसूत्रम् પણ નદીના માર્ગને જળના અર્થી માણસો ખોદે છે, અને જળ મેળવે છે ૧.’’ પોતાની સ્ત્રીના આવાં વચનથી પ્રેરાયેલો તે બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યો, અને દીનમુખે વિનંતિ કરવા લાગ્યો કે-‘‘હે પ્રભુ! આપ તો જગતના ઉપકારી છો, આપે તો વાર્ષિક દાન આપી આખા જગતનું દારિદ્રય નષ્ટ કર્યું, પરંતુ દુર્ભાગી એવો હું તે અવસરે પરદેશ ગયો હતો. દરાખ વખતે કાગડાની ચાંચ પાકે, તેમ હું પણ અવસર ચૂકવાથી આપના વાર્ષિક દાનનો લાભ ન મેળવી શક્યો, અને જેવો હતો તેવો જ હજુ દરિદ્રી રહ્યો. स्वामिन्! कनकधाराभि-स्त्वयि सर्वत्र वर्षति । अभाग्यच्छत्रसंछन्ने, मयि नाऽऽयान्ति बिन्दवः ॥ १ ॥ “હે સ્વામી! સુવર્ણની ધારાઓથી તમે સર્વત્ર વરસ્યા, છતાં અભાગ્ય રૂપી છત્રથી ઢંકાયેલા મારા ઉપર તે સુવર્ણધારાઓના બિન્દુઓ પણ ન પડયાં. ૧. હે પરમદુઃખ ભંજક! પરદેશમાં ભટકતા પણ મેં કાંઇ ન મેળવ્યું, નસીબ ચારે તરફ ફરી વળ્યું. અને જેવો ગયો તેવો જ પાછો આવ્યો. તો હે કૃપાળુ! પુણ્યહીન, નિરાશ્રય અને નિર્ધન હું જગતને વાંછિત આપનારા આપની પાસે જ શરણાર્થે આવ્યો છું. ઋદ્ધિની નદી વહેવરાવી જગતનું દારિદ્રય ફેડનારા આપની પાસે મારા જેવા એક ગરીબ બ્રાહ્મણનું દારિદ્રય દૂર કરવું શા હિસાબમાં છે? કારણ કે "संपूरिताऽशेषमहीतलस्य, पयोधरस्याद्भूतशक्तिभाजः । किं तुम्बपात्रप्रतिपूरणाय, भवे प्रयासम्य कणोऽपि नूनम् ? ॥ १ ॥” ‘જેણે સમગ્ર પૃથ્વીતળને જળથી ભરી દીધું છે એવા અદ્ભુત સામર્થ્યવાળા મેઘને એક તુંબડું ભરવા શું લેશમાત્ર પણ પ્રયાસ કરવો પડે? ૧.’’ ‘માટે હે કૃપાનિધિ! મને કાંઇ પણ આપો, આપ તો સકળ પ્રાણીઓ ઉપર કરુણાલુ છો માટે આજ્ઞા ધરીને આવેલા આ ગરીબ બ્રાહ્મણ ઉપર કૃપા કરો.’’ આ પ્રમાણે યાચના કરતા તે બ્રાહ્મણને કરુણાલુ પ્રભુએ દેવદૃષ્યનો અરધોભાગ આપ્યો, અને વધેલો અર્ધભાગ પાછો પોતાના ખભા ઉપર સ્થાપન કર્યો. અહીં કેટલાક આચાર્યો કહે છે કે- આવા દાનેશ્વ૨ી પણ પ્રભુએ પ્રયોજન વગરના પણ વસ્ત્રનો અર્ધભાગ જ આપ્યો, અને અર્ધભાગ પાછો પોતાના ખભા ઉપર સ્થાપન કર્યો, તે પ્રભુની સંપત્તિમાં થના૨ી વસ્ર-પાત્રની મૂર્છા સૂચવે છે. કોઇ કહે છે કે- કાળના પ્રભાવથી ઋદ્ધિશાળી મનુષ્ય પણ ઉદાર ચિત્તથી ઉચિતપણું નહિ કરે એમ સૂચવ્યું. કેટલાક કહે છે કે-પ્રભુ પહેલાં વિપ્રકુળમાં આવ્યા હતા, તેના સંસ્કારથી પ્રભુએ અર્ધવસ્ત્ર રાખી અર્ધવસ્ત્ર જ આપ્યું. આવી રીતે ભિન્ન-ભિન્ન મત છે. હવે બ્રાહ્મણ તો તે બહુમૂલ્ય વસ્ત્રનો અર્ધભાગ મળવાથી ખુશી થઈ ગયો, અને પ્રભુને વંદન કરી સત્વર પોતના ગામ આવ્યો. ત્યાર પછી તે બ્રાહ્મણે તે અર્ધ દેવદૃષ્યના છેડા બંધાવવા એક તુણનારને બતાવ્યું, અને કોની પાસેથી કેવી રીતે વસ્ત્ર મળ્યું? તે વૃત્તાંત અથથી ઇતિ સુધી કહી સંભળાવ્યો. તુણનારે હકીકત ધ્યાનમાં લઇ કહ્યું કે- ‘હે સોમ! જો તું આ વસ્રનો બીજો અરધો ટુકડો લઇ આવે તો બન્ને ટુકડાને એવી રીતે મેળવી આપું કે તેમાં જરા પણ સાંધો દેખાય નહિ, તેથી તે અખંડ જેવા દેખાતા વસ્ત્રની કિંમત એક લાખ સોનૈયા ઉપજશે. તે ઉપજેલા ધનમાંથી આપણે બન્ને અર્ધોભાગ વહેંચી લેશું, અને તેથી આપણા બન્નેનું દારિદ્રય નષ્ટ થશે. માટે તું હમણાં જ પાછો પ્રભુ પાસે જા. પ્રભુ તો મમત્વ રહિત અને કરુણાના સાગર છે, તેથી તને બીજો પણ અર્ધભાગ આપી દેશે.’’ આ પ્રમાણે તે તુણનારના વચનથી પ્રેરાયેલો બ્રાહ્મણ ફરીથી પાછો પ્રભુ પાસે આવ્યો, પરન્તુ લજ્જાથી તે અર્ધ વસ્ત્ર માગી શક્યો નહિ, પણ તે અર્ધવસ્ત્ર પડી જાય તો લઇ લઉં, એવી આશાએ પ્રભુની પાછળ પાછળ ભટકતો રહ્યો. આવી રીતે એક વરસ વીતી જતાં તે અર્ધ વસ્ત્ર પોતાની મેળે પડી ગયું ત્યારે તે ગ્રહણ કરીને ચાલતો થયો. 128 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy