SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ **** ******ીવDqલૂમ ઋ******અસ્વ** પોતપોતનાં કાર્ય છોડી ઉતાવળથી દોડી આવતી વિવિધ પ્રકારની ચેષ્ટાઓથી લોકોને આશ્ચર્ય પમાડતી હતી. કહ્યું છે કે "तिन्निवि थीणं वल्लहां, कलि कज्जल सिंदूर। ए पुण अतिहि वल्लहां दूध जमाई तूर ॥१॥" “સ્ત્રીઓને ક્લેશ એટલે કજીઓ, કાજળ અને સિંદૂર એ ત્રણ ચીજ વહાલી હોય છે, પણ દૂધ, જમાઈ અને વાજિંત્ર એ ત્રણ તો અતિશય વહાલાં હોય છે. ૧.” તેથી નગરની સ્ત્રીઓ વાજિંત્રોના શબ્દ સાંભળી પોતપોતાના કામ અધૂરાં મૂકી એવી તો વિચિત્ર ચેષ્ટાઓ યુક્ત દોડી આવી કે જેને જોઈ હસવું આવે. "स्वगल्लयोः काचन कज्जलाडू कस्तूरिकार्भिनयनाञ्जनं च। गले चलन्नूपुरमङ्घिपीठे, ग्रैवेयकं चारु चकार बाला?" कटी तटे काऽपि बबन्ध हारं, काञ्ची क्वणत्किङ्किणिकां च कण्ठे। गोशीर्षपङ्कन ररञ्ज पादा-वलक्तपंकेन वपुर्लिलेप ॥२॥ “કોઈ એક સ્ત્રી આંખમાં કાજળ આંજતી હતી તે ઉતાવળથી ગાલ પર લગાવી દીધું અને ગાલ ઉપર કસ્તૂરી લગાવવાની હતી તે આંખમાં આંજી દીધી! પગે પહેરવાનું ચલાયમાન ઝાંઝર કંઠમાં પહેરી લીધુ, અને કંઠમાં પહેરવાનો રમણીય કંઠો પગમાં પહેરી લીધો! ૧. વળી કોઈ સ્ત્રીએ તો ડોકમાં પહેરવાનો હાર ઉતાવળમાં કમ્મરમાં પહેરી લીધો, અને કમ્મરમાં પહેરવાનો રણઝણાટ કરતી ઘઘરિયોવાળો કંદોરો ડોકમાં લગાવી દીધો, કોઈ સ્ત્રીએ ઉત્સવ જોવાની ઉત્સુકતાથી શરીરે વિલેપન કરવા માટે ઘસીને તૈયાર કરેલ ગશીર્ષ ચંદન વડે પગ રંગી નાખ્યા, અને પગ રંગવાને તૈયાર-કરેલ અલતાના રસ વડે શરીરે વિલેપન કર્યું ૨.” "अर्धस्नाता काचन बाला, विगलत्सलिला विश्वथवाला। तत्र प्रथममुपेता त्रासं, व्याधित न केषां ज्ञाता हास्यम् ? ॥3॥" અરધું સ્નાન કરેલી, ભીજાએલા શરીરમાંથી ટપકી રહેલાં જળવાળી, અને વીખરાએલા કેશવાળીથી દોડી આવેલી કોઈક સ્ત્રીએ પ્રથમ ભયને પછી ઓળખાણી ત્યારે હાસ્ય કોને ન કરાવ્યું ૩. "काऽपि परिच्युतविश्लथवसना, मूढा करधृतकेवलरसना। चित्रं तत्र गता न ललज्जे, सर्वजने जिनवीक्षणसंजे ॥४॥" “કોઈક ભોળી સ્ત્રી તો ઉતાવળથી દોડતાં તેણીના વસ્ત્ર ઢીલાં થઈ ખસી જવાથી હાથમાં કેવળ નાડીને જ પકડી ઉભી રહી હતી. છતાં સર્વ લોકો શ્રીજિનેશ્વરને જોવા માટે તન્મય થયેલ હોવાથી આશ્ચર્ય છે કે શરમાણી નહિ. ૪.” ____ "संत्यज्य काचित् तरुणी रुदन्तं, स्वपोतमोतुं च करे विधृत्य। निवेश्य कटयां त्वरया व्रजन्ती, हासावकाशं न चकार केषाम् ! ॥५॥" કોઈ એક તરુણ સ્ત્રીએ રડતું એવું પોતાનું બાળક લેવાને બદલે ભૂલથી બિલાડાને હાથમાં લઇ કેડમાં બેસાડી ઉતાવળથી દોડતાં કોને હાસ્ય ન કરાવ્યું? ૫.” "काश्चिद महिला विकसत्कपोलाः,श्री वीरवक्त्रेक्षणगाढलोलाः। विस्रस्य दूरं पतितानि तानि, नाऽज्ञासिषुः काञ्चनभूषणानि ॥६॥" “શ્રીવીર પ્રભુનું મુખ જોવાને અતિશય લોલુપ બનેલી અને આનંદથી પ્રફુલ્લિત ગાલવાળી કેટલીક સ્ત્રીઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy