SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ {{{તરૂર છે અને શ્રીવહત્ત્વપૂર્ણમ્ અ ફસર દક્ષાવાળ જાણીને (જીવવા હિUOT) હિરણ્ય એટલે રૂપાને અથવા નહિ ઘડેલા સુવર્ણને ત્યજીને, (વિઘ સુવUVi) ઘડેલા સુવર્ણને ત્યજીને, (વિqાઘ) ગણિમાદિ ચાર પ્રકારના ધનને ત્યજીને, (વિOT 3) રાજય ત્યજીને (વિEST 36) દેશ ત્યજીને (વં વરં વાહU pોદર) એવી રીતે હાથી, ઘોડા, રથ અને પાળા રૂપ ચતુરંગી સેના ત્યજીને, ખચ્ચર પ્રમુખ વાહન ત્યજીને, દ્રવ્યનો ખજાનો ત્યજીને, ધાન્યના કોઠારિયાંને ત્યજીને (વિU[ ) નગર ત્યજીને, (વિષ્પા અંતર) અંતઃપુર ત્યજીને, (વિષ્પા નવ) દેશવાસી લોક ત્યજીને, (વિઘા વિપુત્રા-વULIરઈ-મન-મોત્તિ-રસં{q-fસન-પવન-ત્તરવામાાં ) વિપુલ ધન એટલે ગાય વિગેરે પશુઓ, ઘડેલું અને નહિ ઘડેલું એમ બન્ને પ્રકારનું સુવર્ણ, કર્કતાનિદ રત્નો, ચન્દ્રકાન્તાદિ મણિઓ, મોતીઓ દક્ષિણાવર્ત શંખો, શિલા એટલે રાજાઓ તરફથી મળેલાં ખિતાબો-પદવીઓ, પરવાળાં અને માણેક પ્રમુખ લાલા રત્નાદિ, (સંતHIRાવM) ઉપર જણાવેલાં વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યને ત્યજીને આવી રીતે સર્વ વસ્તુઓનો (વિUS$ા) વિશેષ પ્રકારે ત્યાગ કરીને, (વિજ્ઞતા) જમીનમાં દાટેલાં અને ગુપ્ત રહેલાં તે સુવર્ણાદિકને દાનના અતિશયથી પ્રગટ કરીને, અથવા સુવર્ણાદિક અસ્થિર હોવાથી તેને નિંદણીય ગણીને, (vi વાવહિં માતા) દાન લેવાને જેઓ આવે તે દાયાર એટલે યાચકો, તે યાચકોને દાન એટલે કે સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને, અથવા અમુક આ આપવું એમ વિચારપૂર્વક આપીને; (વા વાડયાપરમાત્તા) વળી પોતાના ગોત્રીઓને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા. ૧૧૨. સૂત્રકારે આ સૂત્ર વડે, પ્રભુએ વાર્ષિકદાન આપ્યું એમ સૂચવ્યું. તે આ પ્રમાણે-પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, ત્યારે પ્રભુ વાર્ષિક દાન દેવાને પ્રવર્યા. પ્રભુ હમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાતઃકાળ ભોજનની વેળા સુધી એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન આપતા નગરના દરેક રસ્તા અને શેરીઓ પર ઉદ્ઘોષણા કરાવી છે, જેને જે કાંઈ જોઈએ તે લઈ જાઓ.' એવી રીતે પ્રભુએ એક વરસમાં ત્રણ અબજ અદ્યાશી કરોડ અને એંશી લાખ સોનૈયાનું દાન આપ્યું. આવી રીતે વાર્ષિક દાન આપીને પ્રભુએ પોતાના વડિલ બન્યું નંદિવર્ધને પૂછ્યું કે-“હે રાજૂ તમોએ કહેલો અવધિ પણ સંપૂર્ણ થયો છે, તેથી હવે હું દીક્ષા સ્વીકારું છું. તે સાંભળી નંદિવર્ધન રાજાએ પણ દીક્ષા લેવા અનુમતિ આપી. ત્યાર પછી નંદીવર્ધન રાજાએ પ્રભુનો દીક્ષા મહોત્સવ કરવા માટે ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા-પતાકા અને તોરણોથી શણગાર્યું, રસ્તા અને બજારોને સાફસુફ કરાવી રંગ રિપેર કરાવી સુશોભિત કરી, ઉત્સવ જોવા માટે આવેલા લોકોને બેસવા માટે માંચડા ગોઠવાવ્યા, યોગ્ય સ્થળે પંચવર્ષીય પુષ્પોની માળાઓ લટકાવી દીધી. આવી રીતે ક્ષત્રિયકુંડ નગરને દેવલોક સદશ બનાવી દીધું. ત્યાર પછી નંદીવર્ધન રાજાએ અને શક્રાદિ દેવોએ-સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અને રૂપાના, સુવર્ણ-રત્ન અને રૂપાના, તથા માટીના, એવી રીતે આઠ જાતિના કળશો, પ્રત્યેક જાતિના એક હજાર અને આઠ આઠ સંખ્યાના તૈયાર કરાવ્યા, તથા બીજી પણ સકળ સામગ્રી તૈયાર કરાવી. ત્યાર પછી અચ્યતેન્દ્ર વિગેરે ચોસઠ ઇન્દ્રોએ મળી પ્રભુનો અભિષેક કર્યો છતાં, દેવોએ કરેલા તે કળશના દિવ્ય પ્રભાવથી નંદિવર્ધન રાજાએ કરાવેલા કળશોની અંદર અંતર્ષિત થઈ ગયા, તેથી નંદિવર્ધન રાજાએ કરાવેલા તે કળશો અત્યંત શોભવા લાગ્યા. ત્યાર પછી નંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વદિશા સન્મુખ બેસાડી, દેવોએ લાવેલા ક્ષીરસમુદ્રના જળથી સર્વતીર્થોની માટીથી અને સકળ ઔષધીઓથી અભિષેક કર્યો. તે વખતે ઇન્દ્રો હાથમાં ઝારી, દર્પણ વિગેરે લઇ‘જય જય’ શબ્દ બોલતા અગાડી ઉભા રહ્યા. આવી રીતે પ્રભુએ સ્નાન કર્યા બાદ ગંધકષાયી વસ્ત્ર વડે શરીરને લૂંછી નાખી દિવ્ય ચંદન વડે શરીરે વિલેપન કર્યું. પછી પ્રભુ કલ્પવૃક્ષના પુષ્પોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy